Surah Ash-Shu'ara in Gujarati: translation and audio
Surah 26 · الشعراء · The Poets · 227 verses
Surah Ash-Shu'ara verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Ash-Shu'ara word by word in English.
Verse 1
طسٓمٓ
Transliteration tta-seen-meem
Gujarati ૧) તૉ-સીન્-મીમ્
Verse 2
تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ
Transliteration til'ka āyātu l-kitābi l-mubīni
Gujarati ૨) આ આયતો પ્રકાશિત કિતાબની છે.
Verse 3
لَعَلَّكَ بَـٰخِعٌ نَّفْسَكَ أَلَّا يَكُونُوا۟ مُؤْمِنِينَ
Transliteration laʿallaka bākhiʿun nafsaka allā yakūnū mu'minīna
Gujarati ૩) તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો.
Verse 4
إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةً فَظَلَّتْ أَعْنَـٰقُهُمْ لَهَا خَـٰضِعِينَ
Transliteration in nasha nunazzil ʿalayhim mina l-samāi āyatan faẓallat aʿnāquhum lahā khāḍiʿīna
Gujarati ૪) જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.
Verse 5
وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ ٱلرَّحْمَـٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا۟ عَنْهُ مُعْرِضِينَ
Transliteration wamā yatīhim min dhik'rin mina l-raḥmāni muḥ'dathin illā kānū ʿanhu muʿ'riḍīna
Gujarati ૫) અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા.
Verse 6
فَقَدْ كَذَّبُوا۟ فَسَيَأْتِيهِمْ أَنۢبَـٰٓؤُا۟ مَا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ
Transliteration faqad kadhabū fasayatīhim anbāu mā kānū bihi yastahziūna
Gujarati ૬) તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે.
Verse 7
أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلْأَرْضِ كَمْ أَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ
Transliteration awalam yaraw ilā l-arḍi kam anbatnā fīhā min kulli zawjin karīmin
Gujarati ૭) શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે ?
Verse 8
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૮) નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
Verse 9
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૯) અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે.
Verse 10
وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئْتِ ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ
Transliteration wa-idh nādā rabbuka mūsā ani i'ti l-qawma l-ẓālimīna
Gujarati ૧૦) અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ.
Verse 11
قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ
Transliteration qawma fir'ʿawna alā yattaqūna
Gujarati ૧૧) ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને ?
Verse 12
قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ
Transliteration qāla rabbi innī akhāfu an yukadhibūni
Gujarati ૧૨) મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે.
Verse 13
وَيَضِيقُ صَدْرِى وَلَا يَنطَلِقُ لِسَانِى فَأَرْسِلْ إِلَىٰ هَـٰرُونَ
Transliteration wayaḍīqu ṣadrī walā yanṭaliqu lisānī fa-arsil ilā hārūna
Gujarati ૧૩) અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.
Verse 14
وَلَهُمْ عَلَىَّ ذَنۢبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ
Transliteration walahum ʿalayya dhanbun fa-akhāfu an yaqtulūni
Gujarati ૧૪) અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.
Verse 15
قَالَ كَلَّا ۖ فَٱذْهَبَا بِـَٔايَـٰتِنَآ ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ
Transliteration qāla kallā fa-idh'habā biāyātinā innā maʿakum mus'tamiʿūna
Gujarati ૧૫) અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે.
Verse 16
فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration fatiyā fir'ʿawna faqūlā innā rasūlu rabbi l-ʿālamīna
Gujarati ૧૬) તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે.
Verse 17
أَنْ أَرْسِلْ مَعَنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ
Transliteration an arsil maʿanā banī is'rāīla
Gujarati ૧૭) કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે.
Verse 18
قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ
Transliteration qāla alam nurabbika fīnā walīdan walabith'ta fīnā min ʿumurika sinīna
Gujarati ૧૮) ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો ?
Verse 19
وَفَعَلْتَ فَعْلَتَكَ ٱلَّتِى فَعَلْتَ وَأَنتَ مِنَ ٱلْكَـٰفِرِينَ
Transliteration wafaʿalta faʿlataka allatī faʿalta wa-anta mina l-kāfirīna
Gujarati ૧૯) પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે.
Verse 20
قَالَ فَعَلْتُهَآ إِذًا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ
Transliteration qāla faʿaltuhā idhan wa-anā mina l-ḍālīna
Gujarati ૨૦) મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું.
Verse 21
فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِى رَبِّى حُكْمًا وَجَعَلَنِى مِنَ ٱلْمُرْسَلِينَ
Transliteration fafarartu minkum lammā khif'tukum fawahaba lī rabbī ḥuk'man wajaʿalanī mina l-mur'salīna
Gujarati ૨૧) પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.
Verse 22
وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَىَّ أَنْ عَبَّدتَّ بَنِىٓ إِسْرَٰٓءِيلَ
Transliteration watil'ka niʿ'matun tamunnuhā ʿalayya an ʿabbadtta banī is'rāīla
Gujarati ૨૨) તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે.
Verse 23
قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ ٱلْعَـٰلَمِينَ
Transliteration qāla fir'ʿawnu wamā rabbu l-ʿālamīna
Gujarati ૨૩) ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે ?
Verse 24
قَالَ رَبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ
Transliteration qāla rabbu l-samāwāti wal-arḍi wamā baynahumā in kuntum mūqinīna
Gujarati ૨૪) મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.
Verse 25
قَالَ لِمَنْ حَوْلَهُۥٓ أَلَا تَسْتَمِعُونَ
Transliteration qāla liman ḥawlahu alā tastamiʿūna
Gujarati ૨૫) ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી ?
Verse 26
قَالَ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
Transliteration qāla rabbukum warabbu ābāikumu l-awalīna
Gujarati ૨૬) મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.
Verse 27
قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِىٓ أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ
Transliteration qāla inna rasūlakumu alladhī ur'sila ilaykum lamajnūnun
Gujarati ૨૭) ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.
Verse 28
قَالَ رَبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ
Transliteration qāla rabbu l-mashriqi wal-maghribi wamā baynahumā in kuntum taʿqilūna
Gujarati ૨૮) મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.
Verse 29
قَالَ لَئِنِ ٱتَّخَذْتَ إِلَـٰهًا غَيْرِى لَأَجْعَلَنَّكَ مِنَ ٱلْمَسْجُونِينَ
Transliteration qāla la-ini ittakhadhta ilāhan ghayrī la-ajʿalannaka mina l-masjūnīna
Gujarati ૨૯) ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ.
Verse 30
قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَىْءٍ مُّبِينٍ
Transliteration qāla awalaw ji'tuka bishayin mubīnin
Gujarati ૩૦) મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું ?
Verse 31
قَالَ فَأْتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ
Transliteration qāla fati bihi in kunta mina l-ṣādiqīna
Gujarati ૩૧) ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ,
Verse 32
فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِىَ ثُعْبَانٌ مُّبِينٌ
Transliteration fa-alqā ʿaṣāhu fa-idhā hiya thuʿ'bānun mubīnun
Gujarati ૩૨) મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,
Verse 33
وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِىَ بَيْضَآءُ لِلنَّـٰظِرِينَ
Transliteration wanazaʿa yadahu fa-idhā hiya bayḍāu lilnnāẓirīna
Gujarati ૩૩) અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.
Verse 34
قَالَ لِلْمَلَإِ حَوْلَهُۥٓ إِنَّ هَـٰذَا لَسَـٰحِرٌ عَلِيمٌ
Transliteration qāla lil'mala-i ḥawlahu inna hādhā lasāḥirun ʿalīmun
Gujarati ૩૪) ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.
Verse 35
يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِۦ فَمَاذَا تَأْمُرُونَ
Transliteration yurīdu an yukh'rijakum min arḍikum bisiḥ'rihi famādhā tamurūna
Gujarati ૩૫) આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો ?
Verse 36
قَالُوٓا۟ أَرْجِهْ وَأَخَاهُ وَٱبْعَثْ فِى ٱلْمَدَآئِنِ حَـٰشِرِينَ
Transliteration qālū arjih wa-akhāhu wa-ib'ʿath fī l-madāini ḥāshirīna
Gujarati ૩૬) તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.
Verse 37
يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ
Transliteration yatūka bikulli saḥḥārin ʿalīmin
Gujarati ૩૭) જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.
Verse 38
فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَـٰتِ يَوْمٍ مَّعْلُومٍ
Transliteration fajumiʿa l-saḥaratu limīqāti yawmin maʿlūmin
Gujarati ૩૮) પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,
Verse 39
وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ
Transliteration waqīla lilnnāsi hal antum muj'tamiʿūna
Gujarati ૩૯) અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો,
Verse 40
لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُوا۟ هُمُ ٱلْغَـٰلِبِينَ
Transliteration laʿallanā nattabiʿu l-saḥarata in kānū humu l-ghālibīna
Gujarati ૪૦) જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું,
Verse 41
فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُوا۟ لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ ٱلْغَـٰلِبِينَ
Transliteration falammā jāa l-saḥaratu qālū lifir'ʿawna a-inna lanā la-ajran in kunnā naḥnu l-ghālibīna
Gujarati ૪૧) જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે ?
Verse 42
قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَّمِنَ ٱلْمُقَرَّبِينَ
Transliteration qāla naʿam wa-innakum idhan lamina l-muqarabīna
Gujarati ૪૨) ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો.
Verse 43
قَالَ لَهُم مُّوسَىٰٓ أَلْقُوا۟ مَآ أَنتُم مُّلْقُونَ
Transliteration qāla lahum mūsā alqū mā antum mul'qūna
Gujarati ૪૩) મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,
Verse 44
فَأَلْقَوْا۟ حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا۟ بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ ٱلْغَـٰلِبُونَ
Transliteration fa-alqaw ḥibālahum waʿiṣiyyahum waqālū biʿizzati fir'ʿawna innā lanaḥnu l-ghālibūna
Gujarati ૪૪) તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું.
Verse 45
فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِىَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
Transliteration fa-alqā mūsā ʿaṣāhu fa-idhā hiya talqafu mā yafikūna
Gujarati ૪૫) હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું
Verse 46
فَأُلْقِىَ ٱلسَّحَرَةُ سَـٰجِدِينَ
Transliteration fa-ul'qiya l-saḥaratu sājidīna
Gujarati ૪૬) આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,
Verse 47
قَالُوٓا۟ ءَامَنَّا بِرَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration qālū āmannā birabbi l-ʿālamīna
Gujarati ૪૭) અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,
Verse 48
رَبِّ مُوسَىٰ وَهَـٰرُونَ
Transliteration rabbi mūsā wahārūna
Gujarati ૪૮) એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર,
Verse 49
قَالَ ءَامَنتُمْ لَهُۥ قَبْلَ أَنْ ءَاذَنَ لَكُمْ ۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِى عَلَّمَكُمُ ٱلسِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَـٰفٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
Transliteration qāla āmantum lahu qabla an ādhana lakum innahu lakabīrukumu alladhī ʿallamakumu l-siḥ'ra falasawfa taʿlamūna la-uqaṭṭiʿanna aydiyakum wa-arjulakum min khilāfin wala-uṣallibannakum ajmaʿīna
Gujarati ૪૯) ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
Verse 50
قَالُوا۟ لَا ضَيْرَ ۖ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ
Transliteration qālū lā ḍayra innā ilā rabbinā munqalibūna
Gujarati ૫૦) તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે.
Verse 51
إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَـٰيَـٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلْمُؤْمِنِينَ
Transliteration innā naṭmaʿu an yaghfira lanā rabbunā khaṭāyānā an kunnā awwala l-mu'minīna
Gujarati ૫૧) એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે.
Verse 52
۞ وَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنْ أَسْرِ بِعِبَادِىٓ إِنَّكُم مُّتَّبَعُونَ
Transliteration wa-awḥaynā ilā mūsā an asri biʿibādī innakum muttabaʿūna
Gujarati ૫૨) અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે.
Verse 53
فَأَرْسَلَ فِرْعَوْنُ فِى ٱلْمَدَآئِنِ حَـٰشِرِينَ
Transliteration fa-arsala fir'ʿawnu fī l-madāini ḥāshirīna
Gujarati ૫૩) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.
Verse 54
إِنَّ هَـٰٓؤُلَآءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ
Transliteration inna hāulāi lashir'dhimatun qalīlūna
Gujarati ૫૪) કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે.
Verse 55
وَإِنَّهُمْ لَنَا لَغَآئِظُونَ
Transliteration wa-innahum lanā laghāiẓūna
Gujarati ૫૫) અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.
Verse 56
وَإِنَّا لَجَمِيعٌ حَـٰذِرُونَ
Transliteration wa-innā lajamīʿun ḥādhirūna
Gujarati ૫૬) અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.
Verse 57
فَأَخْرَجْنَـٰهُم مِّن جَنَّـٰتٍ وَعُيُونٍ
Transliteration fa-akhrajnāhum min jannātin waʿuyūnin
Gujarati ૫૭) છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે,
Verse 58
وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ
Transliteration wakunūzin wamaqāmin karīmin
Gujarati ૫૮) અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.
Verse 59
كَذَٰلِكَ وَأَوْرَثْنَـٰهَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ
Transliteration kadhālika wa-awrathnāhā banī is'rāīla
Gujarati ૫૯) આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા,
Verse 60
فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ
Transliteration fa-atbaʿūhum mush'riqīna
Gujarati ૬૦) બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.
Verse 61
فَلَمَّا تَرَٰٓءَا ٱلْجَمْعَانِ قَالَ أَصْحَـٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدْرَكُونَ
Transliteration falammā tarāā l-jamʿāni qāla aṣḥābu mūsā innā lamud'rakūna
Gujarati ૬૧) બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.
Verse 62
قَالَ كَلَّآ ۖ إِنَّ مَعِىَ رَبِّى سَيَهْدِينِ
Transliteration qāla kallā inna maʿiya rabbī sayahdīni
Gujarati ૬૨) મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.
Verse 63
فَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضْرِب بِّعَصَاكَ ٱلْبَحْرَ ۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَٱلطَّوْدِ ٱلْعَظِيمِ
Transliteration fa-awḥaynā ilā mūsā ani iḍ'rib biʿaṣāka l-baḥra fa-infalaqa fakāna kullu fir'qin kal-ṭawdi l-ʿaẓīmi
Gujarati ૬૩) અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.
Verse 64
وَأَزْلَفْنَا ثَمَّ ٱلْـَٔاخَرِينَ
Transliteration wa-azlafnā thamma l-ākharīna
Gujarati ૬૪) અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,
Verse 65
وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجْمَعِينَ
Transliteration wa-anjaynā mūsā waman maʿahu ajmaʿīna
Gujarati ૬૫) અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો,
Verse 66
ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ
Transliteration thumma aghraqnā l-ākharīna
Gujarati ૬૬) પછી બીજા લોકોને ડુબાડી દીધા.
Verse 67
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૬૭) ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.
Verse 68
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૬૮) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.
Verse 69
وَٱتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَٰهِيمَ
Transliteration wa-ut'lu ʿalayhim naba-a ib'rāhīma
Gujarati ૬૯) તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો,
Verse 70
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا تَعْبُدُونَ
Transliteration idh qāla li-abīhi waqawmihi mā taʿbudūna
Gujarati ૭૦) જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો ?
Verse 71
قَالُوا۟ نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَـٰكِفِينَ
Transliteration qālū naʿbudu aṣnāman fanaẓallu lahā ʿākifīna
Gujarati ૭૧) તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.
Verse 72
قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ
Transliteration qāla hal yasmaʿūnakum idh tadʿūna
Gujarati ૭૨) તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે ?
Verse 73
أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ
Transliteration aw yanfaʿūnakum aw yaḍurrūna
Gujarati ૭૩) અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે ?
Verse 74
قَالُوا۟ بَلْ وَجَدْنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ
Transliteration qālū bal wajadnā ābāanā kadhālika yafʿalūna
Gujarati ૭૪) તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,
Verse 75
قَالَ أَفَرَءَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ
Transliteration qāla afara-aytum mā kuntum taʿbudūna
Gujarati ૭૫) તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો ?
Verse 76
أَنتُمْ وَءَابَآؤُكُمُ ٱلْأَقْدَمُونَ
Transliteration antum waābāukumu l-aqdamūna
Gujarati ૭૬) તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે.
Verse 77
فَإِنَّهُمْ عَدُوٌّ لِّىٓ إِلَّا رَبَّ ٱلْعَـٰلَمِينَ
Transliteration fa-innahum ʿaduwwun lī illā rabba l-ʿālamīna
Gujarati ૭૭) અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે.
Verse 78
ٱلَّذِى خَلَقَنِى فَهُوَ يَهْدِينِ
Transliteration alladhī khalaqanī fahuwa yahdīni
Gujarati ૭૮) જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.
Verse 79
وَٱلَّذِى هُوَ يُطْعِمُنِى وَيَسْقِينِ
Transliteration wa-alladhī huwa yuṭ'ʿimunī wayasqīni
Gujarati ૭૯) તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.
Verse 80
وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
Transliteration wa-idhā mariḍ'tu fahuwa yashfīni
Gujarati ૮૦) અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે.
Verse 81
وَٱلَّذِى يُمِيتُنِى ثُمَّ يُحْيِينِ
Transliteration wa-alladhī yumītunī thumma yuḥ'yīni
Gujarati ૮૧) અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.
Verse 82
وَٱلَّذِىٓ أَطْمَعُ أَن يَغْفِرَ لِى خَطِيٓـَٔتِى يَوْمَ ٱلدِّينِ
Transliteration wa-alladhī aṭmaʿu an yaghfira lī khaṭīatī yawma l-dīni
Gujarati ૮૨) અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.
Verse 83
رَبِّ هَبْ لِى حُكْمًا وَأَلْحِقْنِى بِٱلصَّـٰلِحِينَ
Transliteration rabbi hab lī ḥuk'man wa-alḥiq'nī bil-ṣāliḥīna
Gujarati ૮૩) હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.
Verse 84
وَٱجْعَل لِّى لِسَانَ صِدْقٍ فِى ٱلْـَٔاخِرِينَ
Transliteration wa-ij'ʿal lī lisāna ṣid'qin fī l-ākhirīna
Gujarati ૮૪) અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.
Verse 85
وَٱجْعَلْنِى مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ
Transliteration wa-ij'ʿalnī min warathati jannati l-naʿīmi
Gujarati ૮૫) મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.
Verse 86
وَٱغْفِرْ لِأَبِىٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ
Transliteration wa-igh'fir li-abī innahu kāna mina l-ḍālīna
Gujarati ૮૬) અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં.
Verse 87
وَلَا تُخْزِنِى يَوْمَ يُبْعَثُونَ
Transliteration walā tukh'zinī yawma yub'ʿathūna
Gujarati ૮૭) અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.
Verse 88
يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ
Transliteration yawma lā yanfaʿu mālun walā banūna
Gujarati ૮૮) જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.
Verse 89
إِلَّا مَنْ أَتَى ٱللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
Transliteration illā man atā l-laha biqalbin salīmin
Gujarati ૮૯) પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે.
Verse 90
وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ
Transliteration wa-uz'lifati l-janatu lil'muttaqīna
Gujarati ૯૦) અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે.
Verse 91
وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِلْغَاوِينَ
Transliteration waburrizati l-jaḥīmu lil'ghāwīna
Gujarati ૯૧) અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
Verse 92
وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ
Transliteration waqīla lahum ayna mā kuntum taʿbudūna
Gujarati ૯૨) અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે ?
Verse 93
مِن دُونِ ٱللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ
Transliteration min dūni l-lahi hal yanṣurūnakum aw yantaṣirūna
Gujarati ૯૩) જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે ?
Verse 94
فَكُبْكِبُوا۟ فِيهَا هُمْ وَٱلْغَاوُۥنَ
Transliteration fakub'kibū fīhā hum wal-ghāwūna
Gujarati ૯૪) બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.
Verse 95
وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
Transliteration wajunūdu ib'līsa ajmaʿūna
Gujarati ૯૫) અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં,
Verse 96
قَالُوا۟ وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ
Transliteration qālū wahum fīhā yakhtaṣimūna
Gujarati ૯૬) અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે,
Verse 97
تَٱللَّهِ إِن كُنَّا لَفِى ضَلَـٰلٍ مُّبِينٍ
Transliteration tal-lahi in kunnā lafī ḍalālin mubīnin
Gujarati ૯૭) કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં.
Verse 98
إِذْ نُسَوِّيكُم بِرَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration idh nusawwīkum birabbi l-ʿālamīna
Gujarati ૯૮) જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.
Verse 99
وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلْمُجْرِمُونَ
Transliteration wamā aḍallanā illā l-muj'rimūna
Gujarati ૯૯) અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા.
Verse 100
فَمَا لَنَا مِن شَـٰفِعِينَ
Transliteration famā lanā min shāfiʿīna
Gujarati ૧૦૦) હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી .
Verse 101
وَلَا صَدِيقٍ حَمِيمٍ
Transliteration walā ṣadīqin ḥamīmin
Gujarati ૧૦૧) અને ન તો શુભેચ્છુક મિત્ર.
Verse 102
فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ
Transliteration falaw anna lanā karratan fanakūna mina l-mu'minīna
Gujarati ૧૦૨) જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં.
Verse 103
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૧૦૩) આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.
Verse 104
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૧૦૪) નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.
Verse 105
كَذَّبَتْ قَوْمُ نُوحٍ ٱلْمُرْسَلِينَ
Transliteration kadhabat qawmu nūḥin l-mur'salīna
Gujarati ૧૦૫) નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
Verse 106
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ
Transliteration idh qāla lahum akhūhum nūḥun alā tattaqūna
Gujarati ૧૦૬) જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી ?
Verse 107
إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ
Transliteration innī lakum rasūlun amīnun
Gujarati ૧૦૭) સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 108
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૦૮) બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.
Verse 109
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wamā asalukum ʿalayhi min ajrin in ajriya illā ʿalā rabbi l-ʿālamīna
Gujarati ૧૦૯) હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
Verse 110
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૧૦) બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 111
۞ قَالُوٓا۟ أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ
Transliteration qālū anu'minu laka wa-ittabaʿaka l-ardhalūna
Gujarati ૧૧૧)કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.
Verse 112
قَالَ وَمَا عِلْمِى بِمَا كَانُوا۟ يَعْمَلُونَ
Transliteration qāla wamā ʿil'mī bimā kānū yaʿmalūna
Gujarati ૧૧૨) પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં?
Verse 113
إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّى ۖ لَوْ تَشْعُرُونَ
Transliteration in ḥisābuhum illā ʿalā rabbī law tashʿurūna
Gujarati ૧૧૩) તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય.
Verse 114
وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ
Transliteration wamā anā biṭāridi l-mu'minīna
Gujarati ૧૧૪) હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,
Verse 115
إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌ مُّبِينٌ
Transliteration in anā illā nadhīrun mubīnun
Gujarati ૧૧૫) હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.
Verse 116
قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَـٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ
Transliteration qālū la-in lam tantahi yānūḥu latakūnanna mina l-marjūmīna
Gujarati ૧૧૬) તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.
Verse 117
قَالَ رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ
Transliteration qāla rabbi inna qawmī kadhabūni
Gujarati ૧૧૭) નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,
Verse 118
فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ
Transliteration fa-if'taḥ baynī wabaynahum fatḥan wanajjinī waman maʿiya mina l-mu'minīna
Gujarati ૧૧૮) બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.
Verse 119
فَأَنجَيْنَـٰهُ وَمَن مَّعَهُۥ فِى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ
Transliteration fa-anjaynāhu waman maʿahu fī l-ful'ki l-mashḥūni
Gujarati ૧૧૯) છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.
Verse 120
ثُمَّ أَغْرَقْنَا بَعْدُ ٱلْبَاقِينَ
Transliteration thumma aghraqnā baʿdu l-bāqīna
Gujarati ૧૨૦) બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.
Verse 121
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૧૨૧)નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
Verse 122
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૧૨૨) અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ.
Verse 123
كَذَّبَتْ عَادٌ ٱلْمُرْسَلِينَ
Transliteration kadhabat ʿādun l-mur'salīna
Gujarati ૧૨૩) આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
Verse 124
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
Transliteration idh qāla lahum akhūhum hūdun alā tattaqūna
Gujarati ૧૨૪) જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી ?
Verse 125
إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ
Transliteration innī lakum rasūlun amīnun
Gujarati ૧૨૫) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 126
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૨૬) બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.
Verse 127
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wamā asalukum ʿalayhi min ajrin in ajriya illā ʿalā rabbi l-ʿālamīna
Gujarati ૧૨૭) હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે.
Verse 128
أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةً تَعْبَثُونَ
Transliteration atabnūna bikulli rīʿin āyatan taʿbathūna
Gujarati ૧૨૮) શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો.
Verse 129
وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
Transliteration watattakhidhūna maṣāniʿa laʿallakum takhludūna
Gujarati ૧૨૯) અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.
Verse 130
وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ
Transliteration wa-idhā baṭashtum baṭashtum jabbārīna
Gujarati ૧૩૦) અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો.
Verse 131
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૩૧) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 132
وَٱتَّقُوا۟ ٱلَّذِىٓ أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ
Transliteration wa-ittaqū alladhī amaddakum bimā taʿlamūna
Gujarati ૧૩૨) તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો.
Verse 133
أَمَدَّكُم بِأَنْعَـٰمٍ وَبَنِينَ
Transliteration amaddakum bi-anʿāmin wabanīna
Gujarati ૧૩૩) તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા.
Verse 134
وَجَنَّـٰتٍ وَعُيُونٍ
Transliteration wajannātin waʿuyūnin
Gujarati ૧૩૪) બગીચા અને ઝરણાં દ્વારા.
Verse 135
إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
Transliteration innī akhāfu ʿalaykum ʿadhāba yawmin ʿaẓīmin
Gujarati ૧૩૫) મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે.
Verse 136
قَالُوا۟ سَوَآءٌ عَلَيْنَآ أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ ٱلْوَٰعِظِينَ
Transliteration qālū sawāon ʿalaynā awaʿaẓta am lam takun mina l-wāʿiẓīna
Gujarati ૧૩૬) તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.
Verse 137
إِنْ هَـٰذَآ إِلَّا خُلُقُ ٱلْأَوَّلِينَ
Transliteration in hādhā illā khuluqu l-awalīna
Gujarati ૧૩૭) આ તો જૂના લોકોની આદત છે.
Verse 138
وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
Transliteration wamā naḥnu bimuʿadhabīna
Gujarati ૧૩૮) અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે.
Verse 139
فَكَذَّبُوهُ فَأَهْلَكْنَـٰهُمْ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration fakadhabūhu fa-ahlaknāhum inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૧૩૯) જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં.
Verse 140
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૧૪૦) નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.
Verse 141
كَذَّبَتْ ثَمُودُ ٱلْمُرْسَلِينَ
Transliteration kadhabat thamūdu l-mur'salīna
Gujarati ૧૪૧) ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
Verse 142
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَـٰلِحٌ أَلَا تَتَّقُونَ
Transliteration idh qāla lahum akhūhum ṣāliḥun alā tattaqūna
Gujarati ૧૪૨) તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?
Verse 143
إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ
Transliteration innī lakum rasūlun amīnun
Gujarati ૧૪૩) હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 144
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૪૪) તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,
Verse 145
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wamā asalukum ʿalayhi min ajrin in ajriya illā ʿalā rabbi l-ʿālamīna
Gujarati ૧૪૫) હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે.
Verse 146
أَتُتْرَكُونَ فِى مَا هَـٰهُنَآ ءَامِنِينَ
Transliteration atut'rakūna fī mā hāhunā āminīna
Gujarati ૧૪૬) શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે.
Verse 147
فِى جَنَّـٰتٍ وَعُيُونٍ
Transliteration fī jannātin waʿuyūnin
Gujarati ૧૪૭) એટલે કે આ બગીચાઓ અને ઝરણા,
Verse 148
وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ
Transliteration wazurūʿin wanakhlin ṭalʿuhā haḍīmun
Gujarati ૧૪૮) અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.
Verse 149
وَتَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًا فَـٰرِهِينَ
Transliteration watanḥitūna mina l-jibāli buyūtan fārihīna
Gujarati ૧૪૯) અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.
Verse 150
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૫૦) બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 151
وَلَا تُطِيعُوٓا۟ أَمْرَ ٱلْمُسْرِفِينَ
Transliteration walā tuṭīʿū amra l-mus'rifīna
Gujarati ૧૫૧) નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.
Verse 152
ٱلَّذِينَ يُفْسِدُونَ فِى ٱلْأَرْضِ وَلَا يُصْلِحُونَ
Transliteration alladhīna yuf'sidūna fī l-arḍi walā yuṣ'liḥūna
Gujarati ૧૫૨) જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.
Verse 153
قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ
Transliteration qālū innamā anta mina l-musaḥarīna
Gujarati ૧૫૩) તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.
Verse 154
مَآ أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ
Transliteration mā anta illā basharun mith'lunā fati biāyatin in kunta mina l-ṣādiqīna
Gujarati ૧૫૪) તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો.
Verse 155
قَالَ هَـٰذِهِۦ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ
Transliteration qāla hādhihi nāqatun lahā shir'bun walakum shir'bu yawmin maʿlūmin
Gujarati ૧૫૫) પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો.
Verse 156
وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ
Transliteration walā tamassūhā bisūin fayakhudhakum ʿadhābu yawmin ʿaẓīmin
Gujarati ૧૫૬) (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે.
Verse 157
فَعَقَرُوهَا فَأَصْبَحُوا۟ نَـٰدِمِينَ
Transliteration faʿaqarūhā fa-aṣbaḥū nādimīna
Gujarati ૧૫૭) તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી.
Verse 158
فَأَخَذَهُمُ ٱلْعَذَابُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration fa-akhadhahumu l-ʿadhābu inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૧૫૮) અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
Verse 159
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૧૫૯) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.
Verse 160
كَذَّبَتْ قَوْمُ لُوطٍ ٱلْمُرْسَلِينَ
Transliteration kadhabat qawmu lūṭin l-mur'salīna
Gujarati ૧૬૦) લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.
Verse 161
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
Transliteration idh qāla lahum akhūhum lūṭun alā tattaqūna
Gujarati ૧૬૧) તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા ?
Verse 162
إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ
Transliteration innī lakum rasūlun amīnun
Gujarati ૧૬૨) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 163
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૬૩) બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 164
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wamā asalukum ʿalayhi min ajrin in ajriya illā ʿalā rabbi l-ʿālamīna
Gujarati ૧૬૪) હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
Verse 165
أَتَأْتُونَ ٱلذُّكْرَانَ مِنَ ٱلْعَـٰلَمِينَ
Transliteration atatūna l-dhuk'rāna mina l-ʿālamīna
Gujarati ૧૬૫) શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો.
Verse 166
وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَٰجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ
Transliteration watadharūna mā khalaqa lakum rabbukum min azwājikum bal antum qawmun ʿādūna
Gujarati ૧૬૬) અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો.
Verse 167
قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَـٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلْمُخْرَجِينَ
Transliteration qālū la-in lam tantahi yālūṭu latakūnanna mina l-mukh'rajīna
Gujarati ૧૬૭) તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.
Verse 168
قَالَ إِنِّى لِعَمَلِكُم مِّنَ ٱلْقَالِينَ
Transliteration qāla innī liʿamalikum mina l-qālīna
Gujarati ૧૬૮) લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.
Verse 169
رَبِّ نَجِّنِى وَأَهْلِى مِمَّا يَعْمَلُونَ
Transliteration rabbi najjinī wa-ahlī mimmā yaʿmalūna
Gujarati ૧૬૯) મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે.
Verse 170
فَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ
Transliteration fanajjaynāhu wa-ahlahu ajmaʿīna
Gujarati ૧૭૦) બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા.
Verse 171
إِلَّا عَجُوزًا فِى ٱلْغَـٰبِرِينَ
Transliteration illā ʿajūzan fī l-ghābirīna
Gujarati ૧૭૧) એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.
Verse 172
ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ
Transliteration thumma dammarnā l-ākharīna
Gujarati ૧૭૨) પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.
Verse 173
وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَآءَ مَطَرُ ٱلْمُنذَرِينَ
Transliteration wa-amṭarnā ʿalayhim maṭaran fasāa maṭaru l-mundharīna
Gujarati ૧૭૩) અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.
Verse 174
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૧૭૪) આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
Verse 175
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૧૭૫) નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
Verse 176
كَذَّبَ أَصْحَـٰبُ لْـَٔيْكَةِ ٱلْمُرْسَلِينَ
Transliteration kadhaba aṣḥābu al'aykati l-mur'salīna
Gujarati ૧૭૬) અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.
Verse 177
إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ
Transliteration idh qāla lahum shuʿaybun alā tattaqūna
Gujarati ૧૭૭) જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી.
Verse 178
إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ
Transliteration innī lakum rasūlun amīnun
Gujarati ૧૭૮) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 179
فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration fa-ittaqū l-laha wa-aṭīʿūni
Gujarati ૧૭૯) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 180
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wamā asalukum ʿalayhi min ajrin in ajriya illā ʿalā rabbi l-ʿālamīna
Gujarati ૧૮૦) હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.
Verse 181
۞ أَوْفُوا۟ ٱلْكَيْلَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُخْسِرِينَ
Transliteration awfū l-kayla walā takūnū mina l-mukh'sirīna
Gujarati ૧૮૧) માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.
Verse 182
وَزِنُوا۟ بِٱلْقِسْطَاسِ ٱلْمُسْتَقِيمِ
Transliteration wazinū bil-qis'ṭāsi l-mus'taqīmi
Gujarati ૧૮૨) અને સાચા ત્રાજવા વડે તોલો.
Verse 183
وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ
Transliteration walā tabkhasū l-nāsa ashyāahum walā taʿthaw fī l-arḍi muf'sidīna
Gujarati ૧૮૩) લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.
Verse 184
وَٱتَّقُوا۟ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلْجِبِلَّةَ ٱلْأَوَّلِينَ
Transliteration wa-ittaqū alladhī khalaqakum wal-jibilata l-awalīna
Gujarati ૧૮૪) તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
Verse 185
قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ
Transliteration qālū innamā anta mina l-musaḥarīna
Gujarati ૧૮૫) તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે.
Verse 186
وَمَآ أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلْكَـٰذِبِينَ
Transliteration wamā anta illā basharun mith'lunā wa-in naẓunnuka lamina l-kādhibīna
Gujarati ૧૮૬) અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ.
Verse 187
فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ
Transliteration fa-asqiṭ ʿalaynā kisafan mina l-samāi in kunta mina l-ṣādiqīna
Gujarati ૧૮૭) જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ.
Verse 188
قَالَ رَبِّىٓ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
Transliteration qāla rabbī aʿlamu bimā taʿmalūna
Gujarati ૧૮૮) કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો.
Verse 189
فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ ٱلظُّلَّةِ ۚ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
Transliteration fakadhabūhu fa-akhadhahum ʿadhābu yawmi l-ẓulati innahu kāna ʿadhāba yawmin ʿaẓīmin
Gujarati ૧૮૯) કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો.
Verse 190
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
Transliteration inna fī dhālika laāyatan wamā kāna aktharuhum mu'minīna
Gujarati ૧૯૦) નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
Verse 191
وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
Transliteration wa-inna rabbaka lahuwa l-ʿazīzu l-raḥīmu
Gujarati ૧૯૧) અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
Verse 192
وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wa-innahu latanzīlu rabbi l-ʿālamīna
Gujarati ૧૯૨)અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે.
Verse 193
نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلْأَمِينُ
Transliteration nazala bihi l-rūḥu l-amīnu
Gujarati ૧૯૩) આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે.
Verse 194
عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ ٱلْمُنذِرِينَ
Transliteration ʿalā qalbika litakūna mina l-mundhirīna
Gujarati ૧૯૪) તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.
Verse 195
بِلِسَانٍ عَرَبِىٍّ مُّبِينٍ
Transliteration bilisānin ʿarabiyyin mubīnin
Gujarati ૧૯૫) સ્પષ્ટ અરબી ભાષામાં છે.
Verse 196
وَإِنَّهُۥ لَفِى زُبُرِ ٱلْأَوَّلِينَ
Transliteration wa-innahu lafī zuburi l-awalīna
Gujarati ૧૯૬) આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે.
Verse 197
أَوَلَمْ يَكُن لَّهُمْ ءَايَةً أَن يَعْلَمَهُۥ عُلَمَـٰٓؤُا۟ بَنِىٓ إِسْرَٰٓءِيلَ
Transliteration awalam yakun lahum āyatan an yaʿlamahu ʿulamāu banī is'rāīla
Gujarati ૧૯૭) શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે ?
Verse 198
وَلَوْ نَزَّلْنَـٰهُ عَلَىٰ بَعْضِ ٱلْأَعْجَمِينَ
Transliteration walaw nazzalnāhu ʿalā baʿḍi l-aʿjamīna
Gujarati ૧૯૮) અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા,
Verse 199
فَقَرَأَهُۥ عَلَيْهِم مَّا كَانُوا۟ بِهِۦ مُؤْمِنِينَ
Transliteration faqara-ahu ʿalayhim mā kānū bihi mu'minīna
Gujarati ૧૯૯) બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા.
Verse 200
كَذَٰلِكَ سَلَكْنَـٰهُ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ
Transliteration kadhālika salaknāhu fī qulūbi l-muj'rimīna
Gujarati ૨૦૦) આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું.
Verse 201
لَا يُؤْمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُا۟ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ
Transliteration lā yu'minūna bihi ḥattā yarawū l-ʿadhāba l-alīma
Gujarati ૨૦૧) તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.
Verse 202
فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
Transliteration fayatiyahum baghtatan wahum lā yashʿurūna
Gujarati ૨૦૨) બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય.
Verse 203
فَيَقُولُوا۟ هَلْ نَحْنُ مُنظَرُونَ
Transliteration fayaqūlū hal naḥnu munẓarūna
Gujarati ૨૦૩) તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે ?
Verse 204
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
Transliteration afabiʿadhābinā yastaʿjilūna
Gujarati ૨૦૪) બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે ?
Verse 205
أَفَرَءَيْتَ إِن مَّتَّعْنَـٰهُمْ سِنِينَ
Transliteration afara-ayta in mattaʿnāhum sinīna
Gujarati ૨૦૫) સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ.
Verse 206
ثُمَّ جَآءَهُم مَّا كَانُوا۟ يُوعَدُونَ
Transliteration thumma jāahum mā kānū yūʿadūna
Gujarati ૨૦૬) પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી.
Verse 207
مَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يُمَتَّعُونَ
Transliteration mā aghnā ʿanhum mā kānū yumattaʿūna
Gujarati ૨૦૭) તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે.
Verse 208
وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
Transliteration wamā ahlaknā min qaryatin illā lahā mundhirūna
Gujarati ૨૦૮) અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા.
Verse 209
ذِكْرَىٰ وَمَا كُنَّا ظَـٰلِمِينَ
Transliteration dhik'rā wamā kunnā ẓālimīna
Gujarati ૨૦૯) શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી.
Verse 210
وَمَا تَنَزَّلَتْ بِهِ ٱلشَّيَـٰطِينُ
Transliteration wamā tanazzalat bihi l-shayāṭīnu
Gujarati ૨૧૦) આ કુરઆનને શેતાન નથી લાવ્યા.
Verse 211
وَمَا يَنۢبَغِى لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
Transliteration wamā yanbaghī lahum wamā yastaṭīʿūna
Gujarati ૨૧૧) તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.
Verse 212
إِنَّهُمْ عَنِ ٱلسَّمْعِ لَمَعْزُولُونَ
Transliteration innahum ʿani l-samʿi lamaʿzūlūna
Gujarati ૨૧૨) પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.
Verse 213
فَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلْمُعَذَّبِينَ
Transliteration falā tadʿu maʿa l-lahi ilāhan ākhara fatakūna mina l-muʿadhabīna
Gujarati ૨૧૩) બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ.
Verse 214
وَأَنذِرْ عَشِيرَتَكَ ٱلْأَقْرَبِينَ
Transliteration wa-andhir ʿashīrataka l-aqrabīna
Gujarati ૨૧૪) પોતાના સંબંધીઓને સચેત કરી દો.
Verse 215
وَٱخْفِضْ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْمُؤْمِنِينَ
Transliteration wa-ikh'fiḍ janāḥaka limani ittabaʿaka mina l-mu'minīna
Gujarati ૨૧૫) જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.
Verse 216
فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّى بَرِىٓءٌ مِّمَّا تَعْمَلُونَ
Transliteration fa-in ʿaṣawka faqul innī barīon mimmā taʿmalūna
Gujarati ૨૧૬) જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.
Verse 217
وَتَوَكَّلْ عَلَى ٱلْعَزِيزِ ٱلرَّحِيمِ
Transliteration watawakkal ʿalā l-ʿazīzi l-raḥīmi
Gujarati ૨૧૭) પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ.
Verse 218
ٱلَّذِى يَرَىٰكَ حِينَ تَقُومُ
Transliteration alladhī yarāka ḥīna taqūmu
Gujarati ૨૧૮) જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો.
Verse 219
وَتَقَلُّبَكَ فِى ٱلسَّـٰجِدِينَ
Transliteration wataqallubaka fī l-sājidīna
Gujarati ૨૧૯) અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ.
Verse 220
إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
Transliteration innahu huwa l-samīʿu l-ʿalīmu
Gujarati ૨૨૦) તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે.
Verse 221
هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَـٰطِينُ
Transliteration hal unabbi-ukum ʿalā man tanazzalu l-shayāṭīnu
Gujarati ૨૨૧) શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે ?
Verse 222
تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
Transliteration tanazzalu ʿalā kulli affākin athīmin
Gujarati ૨૨૨) તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.
Verse 223
يُلْقُونَ ٱلسَّمْعَ وَأَكْثَرُهُمْ كَـٰذِبُونَ
Transliteration yul'qūna l-samʿa wa-aktharuhum kādhibūna
Gujarati ૨૨૩) અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.
Verse 224
وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلْغَاوُۥنَ
Transliteration wal-shuʿarāu yattabiʿuhumu l-ghāwūna
Gujarati ૨૨૪) કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે.
Verse 225
أَلَمْ تَرَ أَنَّهُمْ فِى كُلِّ وَادٍ يَهِيمُونَ
Transliteration alam tara annahum fī kulli wādin yahīmūna
Gujarati ૨૨૫) શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે ?
Verse 226
وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ
Transliteration wa-annahum yaqūlūna mā lā yafʿalūna
Gujarati ૨૨૬) અને તે લોકો જે કહે છે તે કરતા નથી.
Verse 227
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَذَكَرُوا۟ ٱللَّهَ كَثِيرًا وَٱنتَصَرُوا۟ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ ۗ وَسَيَعْلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَىَّ مُنقَلَبٍ يَنقَلِبُونَ
Transliteration illā alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti wadhakarū l-laha kathīran wa-intaṣarū min baʿdi mā ẓulimū wasayaʿlamu alladhīna ẓalamū ayya munqalabin yanqalibūna
Gujarati ૨૨૭)ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે.
Read Surah Ash-Shu'ara in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.