MyDugsiStart learning

Surah As-Saffat in Gujarati: translation and audio

Surah 37 · الصافات · Those who set the Ranks · 182 verses

Surah As-Saffat verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah As-Saffat word by word in English.

Verse 1

وَٱلصَّـٰٓفَّـٰتِ صَفًّا

Transliteration wal-ṣāfāti ṣaffan

Gujarati ૧) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના.

Verse 2

فَٱلزَّٰجِرَٰتِ زَجْرًا

Transliteration fal-zājirāti zajran

Gujarati ૨) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના.

Verse 3

فَٱلتَّـٰلِيَـٰتِ ذِكْرًا

Transliteration fal-tāliyāti dhik'ran

Gujarati ૩) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના.

Verse 4

إِنَّ إِلَـٰهَكُمْ لَوَٰحِدٌ

Transliteration inna ilāhakum lawāḥidun

Gujarati ૪) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે.

Verse 5

رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ ٱلْمَشَـٰرِقِ

Transliteration rabbu l-samāwāti wal-arḍi wamā baynahumā warabbu l-mashāriqi

Gujarati ૫) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે.

Verse 6

إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِزِينَةٍ ٱلْكَوَاكِبِ

Transliteration innā zayyannā l-samāa l-dun'yā bizīnatin l-kawākibi

Gujarati ૬) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.

Verse 7

وَحِفْظًا مِّن كُلِّ شَيْطَـٰنٍ مَّارِدٍ

Transliteration waḥif'ẓan min kulli shayṭānin māridin

Gujarati ૭) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.

Verse 8

لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلْمَلَإِ ٱلْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ

Transliteration lā yassammaʿūna ilā l-mala-i l-aʿlā wayuq'dhafūna min kulli jānibin

Gujarati ૮) "મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.

Verse 9

دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ

Transliteration duḥūran walahum ʿadhābun wāṣibun

Gujarati ૯) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે.

Verse 10

إِلَّا مَنْ خَطِفَ ٱلْخَطْفَةَ فَأَتْبَعَهُۥ شِهَابٌ ثَاقِبٌ

Transliteration illā man khaṭifa l-khaṭfata fa-atbaʿahu shihābun thāqibun

Gujarati ૧૦) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.

Verse 11

فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ ۚ إِنَّا خَلَقْنَـٰهُم مِّن طِينٍ لَّازِبٍۭ

Transliteration fa-is'taftihim ahum ashaddu khalqan am man khalaqnā innā khalaqnāhum min ṭīnin lāzibin

Gujarati ૧૧) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.

Verse 12

بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ

Transliteration bal ʿajib'ta wayaskharūna

Gujarati ૧૨) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.

Verse 13

وَإِذَا ذُكِّرُوا۟ لَا يَذْكُرُونَ

Transliteration wa-idhā dhukkirū lā yadhkurūna

Gujarati ૧૩) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા.

Verse 14

وَإِذَا رَأَوْا۟ ءَايَةً يَسْتَسْخِرُونَ

Transliteration wa-idhā ra-aw āyatan yastaskhirūna

Gujarati ૧૪) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે.

Verse 15

وَقَالُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ

Transliteration waqālū in hādhā illā siḥ'run mubīnun

Gujarati ૧૫) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.

Verse 16

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ

Transliteration a-idhā mit'nā wakunnā turāban waʿiẓāman a-innā lamabʿūthūna

Gujarati ૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?

Verse 17

أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ

Transliteration awaābāunā l-awalūna

Gujarati ૧૭) શું આપણા પહેલાના પૂર્વજોને પણ ?

Verse 18

قُلْ نَعَمْ وَأَنتُمْ دَٰخِرُونَ

Transliteration qul naʿam wa-antum dākhirūna

Gujarati ૧૮) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો.

Verse 19

فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ

Transliteration fa-innamā hiya zajratun wāḥidatun fa-idhā hum yanẓurūna

Gujarati ૧૯) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે.

Verse 20

وَقَالُوا۟ يَـٰوَيْلَنَا هَـٰذَا يَوْمُ ٱلدِّينِ

Transliteration waqālū yāwaylanā hādhā yawmu l-dīni

Gujarati ૨૦) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે.

Verse 21

هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

Transliteration hādhā yawmu l-faṣli alladhī kuntum bihi tukadhibūna

Gujarati ૨૧)આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા.

Verse 22

۞ ٱحْشُرُوا۟ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَأَزْوَٰجَهُمْ وَمَا كَانُوا۟ يَعْبُدُونَ

Transliteration uḥ'shurū alladhīna ẓalamū wa-azwājahum wamā kānū yaʿbudūna

Gujarati ૨૨) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા,

Verse 23

مِن دُونِ ٱللَّهِ فَٱهْدُوهُمْ إِلَىٰ صِرَٰطِ ٱلْجَحِيمِ

Transliteration min dūni l-lahi fa-ih'dūhum ilā ṣirāṭi l-jaḥīmi

Gujarati ૨૩) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.

Verse 24

وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْـُٔولُونَ

Transliteration waqifūhum innahum masūlūna

Gujarati ૨૪) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે.

Verse 25

مَا لَكُمْ لَا تَنَاصَرُونَ

Transliteration mā lakum lā tanāṣarūna

Gujarati ૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા.

Verse 26

بَلْ هُمُ ٱلْيَوْمَ مُسْتَسْلِمُونَ

Transliteration bal humu l-yawma mus'taslimūna

Gujarati ૨૬) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા.

Verse 27

وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ

Transliteration wa-aqbala baʿḍuhum ʿalā baʿḍin yatasāalūna

Gujarati ૨૭) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.

Verse 28

قَالُوٓا۟ إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ ٱلْيَمِينِ

Transliteration qālū innakum kuntum tatūnanā ʿani l-yamīni

Gujarati ૨૮) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.

Verse 29

قَالُوا۟ بَل لَّمْ تَكُونُوا۟ مُؤْمِنِينَ

Transliteration qālū bal lam takūnū mu'minīna

Gujarati ૨૯) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા.

Verse 30

وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَـٰنٍۭ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَـٰغِينَ

Transliteration wamā kāna lanā ʿalaykum min sul'ṭānin bal kuntum qawman ṭāghīna

Gujarati ૩૦) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.

Verse 31

فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ ۖ إِنَّا لَذَآئِقُونَ

Transliteration faḥaqqa ʿalaynā qawlu rabbinā innā ladhāiqūna

Gujarati ૩૧) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું.

Verse 32

فَأَغْوَيْنَـٰكُمْ إِنَّا كُنَّا غَـٰوِينَ

Transliteration fa-aghwaynākum innā kunnā ghāwīna

Gujarati ૩૨) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા.

Verse 33

فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ

Transliteration fa-innahum yawma-idhin fī l-ʿadhābi mush'tarikūna

Gujarati ૩૩) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે.

Verse 34

إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ

Transliteration innā kadhālika nafʿalu bil-muj'rimīna

Gujarati ૩૪) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.

Verse 35

إِنَّهُمْ كَانُوٓا۟ إِذَا قِيلَ لَهُمْ لَآ إِلَـٰهَ إِلَّا ٱللَّهُ يَسْتَكْبِرُونَ

Transliteration innahum kānū idhā qīla lahum lā ilāha illā l-lahu yastakbirūna

Gujarati ૩૫) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા.

Verse 36

وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓا۟ ءَالِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍۭ

Transliteration wayaqūlūna a-innā latārikū ālihatinā lishāʿirin majnūnin

Gujarati ૩૬) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ ?

Verse 37

بَلْ جَآءَ بِٱلْحَقِّ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ

Transliteration bal jāa bil-ḥaqi waṣaddaqa l-mur'salīna

Gujarati ૩૭) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે.

Verse 38

إِنَّكُمْ لَذَآئِقُوا۟ ٱلْعَذَابِ ٱلْأَلِيمِ

Transliteration innakum ladhāiqū l-ʿadhābi l-alīmi

Gujarati ૩૮) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો.

Verse 39

وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ

Transliteration wamā tuj'zawna illā mā kuntum taʿmalūna

Gujarati ૩૯) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.

Verse 40

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ

Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna

Gujarati ૪૦) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે).

Verse 41

أُو۟لَـٰٓئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ

Transliteration ulāika lahum riz'qun maʿlūmun

Gujarati ૪૧) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે.

Verse 42

فَوَٰكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ

Transliteration fawākihu wahum muk'ramūna

Gujarati ૪૨) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.

Verse 43

فِى جَنَّـٰتِ ٱلنَّعِيمِ

Transliteration fī jannāti l-naʿīmi

Gujarati ૪૩) નેઅમતો વાળી જન્નતોમાં,

Verse 44

عَلَىٰ سُرُرٍ مُّتَقَـٰبِلِينَ

Transliteration ʿalā sururin mutaqābilīna

Gujarati ૪૪) આસનો પર એકબીજાની સામે હશે.

Verse 45

يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍۭ

Transliteration yuṭāfu ʿalayhim bikasin min maʿīnin

Gujarati ૪૫) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.

Verse 46

بَيْضَآءَ لَذَّةٍ لِّلشَّـٰرِبِينَ

Transliteration bayḍāa ladhatin lilshāribīna

Gujarati ૪૬) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.

Verse 47

لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ

Transliteration lā fīhā ghawlun walā hum ʿanhā yunzafūna

Gujarati ૪૭) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.

Verse 48

وَعِندَهُمْ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ عِينٌ

Transliteration waʿindahum qāṣirātu l-ṭarfi ʿīnun

Gujarati ૪૮) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.

Verse 49

كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ

Transliteration ka-annahunna bayḍun maknūnun

Gujarati ૪૯) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા,

Verse 50

فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ

Transliteration fa-aqbala baʿḍuhum ʿalā baʿḍin yatasāalūna

Gujarati ૫૦) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,

Verse 51

قَالَ قَآئِلٌ مِّنْهُمْ إِنِّى كَانَ لِى قَرِينٌ

Transliteration qāla qāilun min'hum innī kāna lī qarīnun

Gujarati ૫૧) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો,

Verse 52

يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ

Transliteration yaqūlu a-innaka lamina l-muṣadiqīna

Gujarati ૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે?

Verse 53

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَدِينُونَ

Transliteration a-idhā mit'nā wakunnā turāban waʿiẓāman a-innā lamadīnūna

Gujarati ૫૩) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે ?

Verse 54

قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ

Transliteration qāla hal antum muṭṭaliʿūna

Gujarati ૫૪) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો ?

Verse 55

فَٱطَّلَعَ فَرَءَاهُ فِى سَوَآءِ ٱلْجَحِيمِ

Transliteration fa-iṭṭalaʿa faraāhu fī sawāi l-jaḥīmi

Gujarati ૫૫) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.

Verse 56

قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ

Transliteration qāla tal-lahi in kidtta latur'dīni

Gujarati ૫૬) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.

Verse 57

وَلَوْلَا نِعْمَةُ رَبِّى لَكُنتُ مِنَ ٱلْمُحْضَرِينَ

Transliteration walawlā niʿ'matu rabbī lakuntu mina l-muḥ'ḍarīna

Gujarati ૫૭) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.

Verse 58

أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ

Transliteration afamā naḥnu bimayyitīna

Gujarati ૫૮) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી ?

Verse 59

إِلَّا مَوْتَتَنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

Transliteration illā mawtatanā l-ūlā wamā naḥnu bimuʿadhabīna

Gujarati ૫૯) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે.

Verse 60

إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Transliteration inna hādhā lahuwa l-fawzu l-ʿaẓīmu

Gujarati ૬૦) પછી તો આ ભવ્ય સફળતા છે.

Verse 61

لِمِثْلِ هَـٰذَا فَلْيَعْمَلِ ٱلْعَـٰمِلُونَ

Transliteration limith'li hādhā falyaʿmali l-ʿāmilūna

Gujarati ૬૧)આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.

Verse 62

أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ ٱلزَّقُّومِ

Transliteration adhālika khayrun nuzulan am shajaratu l-zaqūmi

Gujarati ૬૨)શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ ?

Verse 63

إِنَّا جَعَلْنَـٰهَا فِتْنَةً لِّلظَّـٰلِمِينَ

Transliteration innā jaʿalnāhā fit'natan lilẓẓālimīna

Gujarati ૬૩) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે.

Verse 64

إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِىٓ أَصْلِ ٱلْجَحِيمِ

Transliteration innahā shajaratun takhruju fī aṣli l-jaḥīmi

Gujarati ૬૪) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.

Verse 65

طَلْعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَـٰطِينِ

Transliteration ṭalʿuhā ka-annahu ruūsu l-shayāṭīni

Gujarati ૬૫) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.

Verse 66

فَإِنَّهُمْ لَـَٔاكِلُونَ مِنْهَا فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ

Transliteration fa-innahum laākilūna min'hā famāliūna min'hā l-buṭūna

Gujarati ૬૬) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે.

Verse 67

ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ

Transliteration thumma inna lahum ʿalayhā lashawban min ḥamīmin

Gujarati ૬૭) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.

Verse 68

ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى ٱلْجَحِيمِ

Transliteration thumma inna marjiʿahum la-ilā l-jaḥīmi

Gujarati ૬૮) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે.

Verse 69

إِنَّهُمْ أَلْفَوْا۟ ءَابَآءَهُمْ ضَآلِّينَ

Transliteration innahum alfaw ābāahum ḍāllīna

Gujarati ૬૯) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા.

Verse 70

فَهُمْ عَلَىٰٓ ءَاثَـٰرِهِمْ يُهْرَعُونَ

Transliteration fahum ʿalā āthārihim yuh'raʿūna

Gujarati ૭૦) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.

Verse 71

وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ ٱلْأَوَّلِينَ

Transliteration walaqad ḍalla qablahum aktharu l-awalīna

Gujarati ૭૧) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા.

Verse 72

وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ

Transliteration walaqad arsalnā fīhim mundhirīna

Gujarati ૭૨) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા.

Verse 73

فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُنذَرِينَ

Transliteration fa-unẓur kayfa kāna ʿāqibatu l-mundharīna

Gujarati ૭૩) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.

Verse 74

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ

Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna

Gujarati ૭૪) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય,

Verse 75

وَلَقَدْ نَادَىٰنَا نُوحٌ فَلَنِعْمَ ٱلْمُجِيبُونَ

Transliteration walaqad nādānā nūḥun falaniʿ'ma l-mujībūna

Gujarati ૭૫) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.

Verse 76

وَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ

Transliteration wanajjaynāhu wa-ahlahu mina l-karbi l-ʿaẓīmi

Gujarati ૭૬) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.

Verse 77

وَجَعَلْنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلْبَاقِينَ

Transliteration wajaʿalnā dhurriyyatahu humu l-bāqīna

Gujarati ૭૭) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા.

Verse 78

وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ

Transliteration wataraknā ʿalayhi fī l-ākhirīna

Gujarati ૭૮) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.

Verse 79

سَلَـٰمٌ عَلَىٰ نُوحٍ فِى ٱلْعَـٰلَمِينَ

Transliteration salāmun ʿalā nūḥin fī l-ʿālamīna

Gujarati ૭૯) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.

Verse 80

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Transliteration innā kadhālika najzī l-muḥ'sinīna

Gujarati ૮૦) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.

Verse 81

إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ

Transliteration innahu min ʿibādinā l-mu'minīna

Gujarati ૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

Verse 82

ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ

Transliteration thumma aghraqnā l-ākharīna

Gujarati ૮૨) પછી અમે બીજાને ડુબાડી દીધા.

Verse 83

۞ وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبْرَٰهِيمَ

Transliteration wa-inna min shīʿatihi la-ib'rāhīma

Gujarati ૮૩) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા.

Verse 84

إِذْ جَآءَ رَبَّهُۥ بِقَلْبٍ سَلِيمٍ

Transliteration idh jāa rabbahu biqalbin salīmin

Gujarati ૮૪) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા.

Verse 85

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَاذَا تَعْبُدُونَ

Transliteration idh qāla li-abīhi waqawmihi mādhā taʿbudūna

Gujarati ૮૫) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો ?

Verse 86

أَئِفْكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ

Transliteration a-if'kan ālihatan dūna l-lahi turīdūna

Gujarati ૮૬) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો ?

Verse 87

فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration famā ẓannukum birabbi l-ʿālamīna

Gujarati ૮૭) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો ?

Verse 88

فَنَظَرَ نَظْرَةً فِى ٱلنُّجُومِ

Transliteration fanaẓara naẓratan fī l-nujūmi

Gujarati ૮૮) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી.

Verse 89

فَقَالَ إِنِّى سَقِيمٌ

Transliteration faqāla innī saqīmun

Gujarati ૮૯)અને કહ્યું કે હું બિમાર છું.

Verse 90

فَتَوَلَّوْا۟ عَنْهُ مُدْبِرِينَ

Transliteration fatawallaw ʿanhu mud'birīna

Gujarati ૯૦) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.

Verse 91

فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ

Transliteration farāgha ilā ālihatihim faqāla alā takulūna

Gujarati ૯૧) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?

Verse 92

مَا لَكُمْ لَا تَنطِقُونَ

Transliteration mā lakum lā tanṭiqūna

Gujarati ૯૨) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.

Verse 93

فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِٱلْيَمِينِ

Transliteration farāgha ʿalayhim ḍarban bil-yamīni

Gujarati ૯૩) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા.

Verse 94

فَأَقْبَلُوٓا۟ إِلَيْهِ يَزِفُّونَ

Transliteration fa-aqbalū ilayhi yaziffūna

Gujarati ૯૪) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા.

Verse 95

قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ

Transliteration qāla ataʿbudūna mā tanḥitūna

Gujarati ૯૫) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો.

Verse 96

وَٱللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ

Transliteration wal-lahu khalaqakum wamā taʿmalūna

Gujarati ૯૬) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.

Verse 97

قَالُوا۟ ٱبْنُوا۟ لَهُۥ بُنْيَـٰنًا فَأَلْقُوهُ فِى ٱلْجَحِيمِ

Transliteration qālū ib'nū lahu bun'yānan fa-alqūhu fī l-jaḥīmi

Gujarati ૯૭) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.

Verse 98

فَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَـٰهُمُ ٱلْأَسْفَلِينَ

Transliteration fa-arādū bihi kaydan fajaʿalnāhumu l-asfalīna

Gujarati ૯૮) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.

Verse 99

وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ

Transliteration waqāla innī dhāhibun ilā rabbī sayahdīni

Gujarati ૯૯) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.

Verse 100

رَبِّ هَبْ لِى مِنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration rabbi hab lī mina l-ṣāliḥīna

Gujarati ૧૦૦) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ,

Verse 101

فَبَشَّرْنَـٰهُ بِغُلَـٰمٍ حَلِيمٍ

Transliteration fabasharnāhu bighulāmin ḥalīmin

Gujarati ૧૦૧) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી.

Verse 102

فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعْىَ قَالَ يَـٰبُنَىَّ إِنِّىٓ أَرَىٰ فِى ٱلْمَنَامِ أَنِّىٓ أَذْبَحُكَ فَٱنظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَـٰٓأَبَتِ ٱفْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّـٰبِرِينَ

Transliteration falammā balagha maʿahu l-saʿya qāla yābunayya innī arā fī l-manāmi annī adhbaḥuka fa-unẓur mādhā tarā qāla yāabati if'ʿal mā tu'maru satajidunī in shāa l-lahu mina l-ṣābirīna

Gujarati ૧૦૨) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.

Verse 103

فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ

Transliteration falammā aslamā watallahu lil'jabīni

Gujarati ૧૦૩)જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો,

Verse 104

وَنَـٰدَيْنَـٰهُ أَن يَـٰٓإِبْرَٰهِيمُ

Transliteration wanādaynāhu an yāib'rāhīmu

Gujarati ૧૦૪) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ !

Verse 105

قَدْ صَدَّقْتَ ٱلرُّءْيَآ ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Transliteration qad ṣaddaqta l-ru'yā innā kadhālika najzī l-muḥ'sinīna

Gujarati ૧૦૫) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.

Verse 106

إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْبَلَـٰٓؤُا۟ ٱلْمُبِينُ

Transliteration inna hādhā lahuwa l-balāu l-mubīnu

Gujarati ૧૦૬) ખરેખર આ ખુલ્લી કસોટી હતી.

Verse 107

وَفَدَيْنَـٰهُ بِذِبْحٍ عَظِيمٍ

Transliteration wafadaynāhu bidhib'ḥin ʿaẓīmin

Gujarati ૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,

Verse 108

وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ

Transliteration wataraknā ʿalayhi fī l-ākhirīna

Gujarati ૧૦૮) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.

Verse 109

سَلَـٰمٌ عَلَىٰٓ إِبْرَٰهِيمَ

Transliteration salāmun ʿalā ib'rāhīma

Gujarati ૧૦૯) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે.

Verse 110

كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Transliteration kadhālika najzī l-muḥ'sinīna

Gujarati ૧૧૦) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

Verse 111

إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ

Transliteration innahu min ʿibādinā l-mu'minīna

Gujarati ૧૧૧) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

Verse 112

وَبَشَّرْنَـٰهُ بِإِسْحَـٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration wabasharnāhu bi-is'ḥāqa nabiyyan mina l-ṣāliḥīna

Gujarati ૧૧૨) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે.

Verse 113

وَبَـٰرَكْنَا عَلَيْهِ وَعَلَىٰٓ إِسْحَـٰقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِۦ مُبِينٌ

Transliteration wabāraknā ʿalayhi waʿalā is'ḥāqa wamin dhurriyyatihimā muḥ'sinun waẓālimun linafsihi mubīnun

Gujarati ૧૧૩) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.

Verse 114

وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ

Transliteration walaqad manannā ʿalā mūsā wahārūna

Gujarati ૧૧૪) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો.

Verse 115

وَنَجَّيْنَـٰهُمَا وَقَوْمَهُمَا مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ

Transliteration wanajjaynāhumā waqawmahumā mina l-karbi l-ʿaẓīmi

Gujarati ૧૧૫) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો.

Verse 116

وَنَصَرْنَـٰهُمْ فَكَانُوا۟ هُمُ ٱلْغَـٰلِبِينَ

Transliteration wanaṣarnāhum fakānū humu l-ghālibīna

Gujarati ૧૧૬) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.

Verse 117

وَءَاتَيْنَـٰهُمَا ٱلْكِتَـٰبَ ٱلْمُسْتَبِينَ

Transliteration waātaynāhumā l-kitāba l-mus'tabīna

Gujarati ૧૧૭) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.

Verse 118

وَهَدَيْنَـٰهُمَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ

Transliteration wahadaynāhumā l-ṣirāṭa l-mus'taqīma

Gujarati ૧૧૮) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.

Verse 119

وَتَرَكْنَا عَلَيْهِمَا فِى ٱلْـَٔاخِرِينَ

Transliteration wataraknā ʿalayhimā fī l-ākhirīna

Gujarati ૧૧૯) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી.

Verse 120

سَلَـٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ

Transliteration salāmun ʿalā mūsā wahārūna

Gujarati ૧૨૦) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ,

Verse 121

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Transliteration innā kadhālika najzī l-muḥ'sinīna

Gujarati ૧૨૧) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

Verse 122

إِنَّهُمَا مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ

Transliteration innahumā min ʿibādinā l-mu'minīna

Gujarati ૧૨૨) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

Verse 123

وَإِنَّ إِلْيَاسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ

Transliteration wa-inna il'yāsa lamina l-mur'salīna

Gujarati ૧૨૩) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા.

Verse 124

إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَلَا تَتَّقُونَ

Transliteration idh qāla liqawmihi alā tattaqūna

Gujarati ૧૨૪) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી ?

Verse 125

أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَـٰلِقِينَ

Transliteration atadʿūna baʿlan watadharūna aḥsana l-khāliqīna

Gujarati ૧૨૫) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.

Verse 126

ٱللَّهَ رَبَّكُمْ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ

Transliteration al-laha rabbakum warabba ābāikumu l-awalīna

Gujarati ૧૨૬) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.

Verse 127

فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ

Transliteration fakadhabūhu fa-innahum lamuḥ'ḍarūna

Gujarati ૧૨૭)પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે.

Verse 128

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ

Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna

Gujarati ૧૨૮) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય.

Verse 129

وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ

Transliteration wataraknā ʿalayhi fī l-ākhirīna

Gujarati ૧૨૯) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.

Verse 130

سَلَـٰمٌ عَلَىٰٓ إِلْ يَاسِينَ

Transliteration salāmun ʿalā il yāsīna

Gujarati ૧૩૦) ઇલ્યાસ પર સલામ,

Verse 131

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Transliteration innā kadhālika najzī l-muḥ'sinīna

Gujarati ૧૩૧) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.

Verse 132

إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ

Transliteration innahu min ʿibādinā l-mu'minīna

Gujarati ૧૩૨) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.

Verse 133

وَإِنَّ لُوطًا لَّمِنَ ٱلْمُرْسَلِينَ

Transliteration wa-inna lūṭan lamina l-mur'salīna

Gujarati ૧૩૩) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા,

Verse 134

إِذْ نَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ

Transliteration idh najjaynāhu wa-ahlahu ajmaʿīna

Gujarati ૧૩૪) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો,

Verse 135

إِلَّا عَجُوزًا فِى ٱلْغَـٰبِرِينَ

Transliteration illā ʿajūzan fī l-ghābirīna

Gujarati ૧૩૫) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.

Verse 136

ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ

Transliteration thumma dammarnā l-ākharīna

Gujarati ૧૩૬) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.

Verse 137

وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ

Transliteration wa-innakum latamurrūna ʿalayhim muṣ'biḥīna

Gujarati ૧૩૭) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો.

Verse 138

وَبِٱلَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ

Transliteration wabi-al-layli afalā taʿqilūna

Gujarati ૧૩૮) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા ?

Verse 139

وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ

Transliteration wa-inna yūnusa lamina l-mur'salīna

Gujarati ૧૩૯) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા.

Verse 140

إِذْ أَبَقَ إِلَى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ

Transliteration idh abaqa ilā l-ful'ki l-mashḥūni

Gujarati ૧૪૦) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.

Verse 141

فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلْمُدْحَضِينَ

Transliteration fasāhama fakāna mina l-mud'ḥaḍīna

Gujarati ૧૪૧) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.

Verse 142

فَٱلْتَقَمَهُ ٱلْحُوتُ وَهُوَ مُلِيمٌ

Transliteration fal-taqamahu l-ḥūtu wahuwa mulīmun

Gujarati ૧૪૨)તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.

Verse 143

فَلَوْلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلْمُسَبِّحِينَ

Transliteration falawlā annahu kāna mina l-musabiḥīna

Gujarati ૧૪૩) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,

Verse 144

لَلَبِثَ فِى بَطْنِهِۦٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

Transliteration lalabitha fī baṭnihi ilā yawmi yub'ʿathūna

Gujarati ૧૪૪)તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા.

Verse 145

۞ فَنَبَذْنَـٰهُ بِٱلْعَرَآءِ وَهُوَ سَقِيمٌ

Transliteration fanabadhnāhu bil-ʿarāi wahuwa saqīmun

Gujarati ૧૪૫)બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.

Verse 146

وَأَنۢبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ

Transliteration wa-anbatnā ʿalayhi shajaratan min yaqṭīnin

Gujarati ૧૪૬)અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.

Verse 147

وَأَرْسَلْنَـٰهُ إِلَىٰ مِا۟ئَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ

Transliteration wa-arsalnāhu ilā mi-ati alfin aw yazīdūna

Gujarati ૧૪૭)અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા.

Verse 148

فَـَٔامَنُوا۟ فَمَتَّعْنَـٰهُمْ إِلَىٰ حِينٍ

Transliteration faāmanū famattaʿnāhum ilā ḥīnin

Gujarati ૧૪૮) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.

Verse 149

فَٱسْتَفْتِهِمْ أَلِرَبِّكَ ٱلْبَنَاتُ وَلَهُمُ ٱلْبَنُونَ

Transliteration fa-is'taftihim alirabbika l-banātu walahumu l-banūna

Gujarati ૧૪૯) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?

Verse 150

أَمْ خَلَقْنَا ٱلْمَلَـٰٓئِكَةَ إِنَـٰثًا وَهُمْ شَـٰهِدُونَ

Transliteration am khalaqnā l-malāikata ināthan wahum shāhidūna

Gujarati ૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું ?

Verse 151

أَلَآ إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ

Transliteration alā innahum min if'kihim layaqūlūna

Gujarati ૧૫૧) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.

Verse 152

وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ

Transliteration walada l-lahu wa-innahum lakādhibūna

Gujarati ૧૫૨) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.

Verse 153

أَصْطَفَى ٱلْبَنَاتِ عَلَى ٱلْبَنِينَ

Transliteration aṣṭafā l-banāti ʿalā l-banīna

Gujarati ૧૫૩)શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી ?

Verse 154

مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ

Transliteration mā lakum kayfa taḥkumūna

Gujarati ૧૫૪) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો ?

Verse 155

أَفَلَا تَذَكَّرُونَ

Transliteration afalā tadhakkarūna

Gujarati ૧૫૫) શું તમે સમજતા પણ નથી ?

Verse 156

أَمْ لَكُمْ سُلْطَـٰنٌ مُّبِينٌ

Transliteration am lakum sul'ṭānun mubīnun

Gujarati ૧૫૬) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે ?

Verse 157

فَأْتُوا۟ بِكِتَـٰبِكُمْ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration fatū bikitābikum in kuntum ṣādiqīna

Gujarati ૧૫૭) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.

Verse 158

وَجَعَلُوا۟ بَيْنَهُۥ وَبَيْنَ ٱلْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ ٱلْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ

Transliteration wajaʿalū baynahu wabayna l-jinati nasaban walaqad ʿalimati l-jinatu innahum lamuḥ'ḍarūna

Gujarati ૧૫૮) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે.

Verse 159

سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ

Transliteration sub'ḥāna l-lahi ʿammā yaṣifūna

Gujarati ૧૫૯) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.

Verse 160

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ

Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna

Gujarati ૧૬૦) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય.

Verse 161

فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ

Transliteration fa-innakum wamā taʿbudūna

Gujarati ૧૬૧) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,

Verse 162

مَآ أَنتُمْ عَلَيْهِ بِفَـٰتِنِينَ

Transliteration mā antum ʿalayhi bifātinīna

Gujarati ૧૬૨) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા.

Verse 163

إِلَّا مَنْ هُوَ صَالِ ٱلْجَحِيمِ

Transliteration illā man huwa ṣāli l-jaḥīmi

Gujarati ૧૬૩) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય.

Verse 164

وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌ مَّعْلُومٌ

Transliteration wamā minnā illā lahu maqāmun maʿlūmun

Gujarati ૧૬૪) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.

Verse 165

وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ

Transliteration wa-innā lanaḥnu l-ṣāfūna

Gujarati ૧૬૫) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.

Verse 166

وَإِنَّا لَنَحْنُ ٱلْمُسَبِّحُونَ

Transliteration wa-innā lanaḥnu l-musabiḥūna

Gujarati ૧૬૬) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે.

Verse 167

وَإِن كَانُوا۟ لَيَقُولُونَ

Transliteration wa-in kānū layaqūlūna

Gujarati ૧૬૭) ઇન્કાર કરનાર કહેતા હતા,

Verse 168

لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ ٱلْأَوَّلِينَ

Transliteration law anna ʿindanā dhik'ran mina l-awalīna

Gujarati ૧૬૮) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું,

Verse 169

لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ

Transliteration lakunnā ʿibāda l-lahi l-mukh'laṣīna

Gujarati ૧૬૯) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.

Verse 170

فَكَفَرُوا۟ بِهِۦ ۖ فَسَوْفَ يَعْلَمُونَ

Transliteration fakafarū bihi fasawfa yaʿlamūna

Gujarati ૧૭૦) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે.

Verse 171

وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلْمُرْسَلِينَ

Transliteration walaqad sabaqat kalimatunā liʿibādinā l-mur'salīna

Gujarati ૧૭૧) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે.

Verse 172

إِنَّهُمْ لَهُمُ ٱلْمَنصُورُونَ

Transliteration innahum lahumu l-manṣūrūna

Gujarati ૧૭૨) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.

Verse 173

وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلْغَـٰلِبُونَ

Transliteration wa-inna jundanā lahumu l-ghālibūna

Gujarati ૧૭૩) અને અમારું જ લશ્કર વિજય મેળવશે.

Verse 174

فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ

Transliteration fatawalla ʿanhum ḥattā ḥīnin

Gujarati ૧૭૪) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.

Verse 175

وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ

Transliteration wa-abṣir'hum fasawfa yub'ṣirūna

Gujarati ૧૭૫) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.

Verse 176

أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ

Transliteration afabiʿadhābinā yastaʿjilūna

Gujarati ૧૭૬) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે ?

Verse 177

فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ ٱلْمُنذَرِينَ

Transliteration fa-idhā nazala bisāḥatihim fasāa ṣabāḥu l-mundharīna

Gujarati ૧૭૭) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.

Verse 178

وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ

Transliteration watawalla ʿanhum ḥattā ḥīnin

Gujarati ૧૭૮) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.

Verse 179

وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ

Transliteration wa-abṣir fasawfa yub'ṣirūna

Gujarati ૧૭૯) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.

Verse 180

سُبْحَـٰنَ رَبِّكَ رَبِّ ٱلْعِزَّةِ عَمَّا يَصِفُونَ

Transliteration sub'ḥāna rabbika rabbi l-ʿizati ʿammā yaṣifūna

Gujarati ૧૮૦) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે.

Verse 181

وَسَلَـٰمٌ عَلَى ٱلْمُرْسَلِينَ

Transliteration wasalāmun ʿalā l-mur'salīna

Gujarati ૧૮૧) પયગંબરો પર સલામ છે.

Verse 182

وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration wal-ḥamdu lillahi rabbi l-ʿālamīna

Gujarati ૧૮૨) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.

Read Surah As-Saffat in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.