Surah At-Tur in Gujarati: translation and audio
Surah 52 · الطور · The Mount · 49 verses
Surah At-Tur verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah At-Tur word by word in English.
Verse 1
وَٱلطُّورِ
Transliteration wal-ṭūri
Gujarati ૧) સોગંદ છે તૂર (એક પર્વતનું નામ) ના.
Verse 2
وَكِتَـٰبٍ مَّسْطُورٍ
Transliteration wakitābin masṭūrin
Gujarati ૨) અને લખવામાં આવેલ કિતાબના.
Verse 3
فِى رَقٍّ مَّنشُورٍ
Transliteration fī raqqin manshūrin
Gujarati ૩) જે પાતળી ખાલ ઉપર (લખાયેલ) છે.
Verse 4
وَٱلْبَيْتِ ٱلْمَعْمُورِ
Transliteration wal-bayti l-maʿmūri
Gujarati ૪) અને આબાદ ઘરના
Verse 5
وَٱلسَّقْفِ ٱلْمَرْفُوعِ
Transliteration wal-saqfi l-marfūʿi
Gujarati ૫) અને ઊંચી છતના.
Verse 6
وَٱلْبَحْرِ ٱلْمَسْجُورِ
Transliteration wal-baḥri l-masjūri
Gujarati ૬) અને ભડકાવવામાં આવેલ સમુદ્રના.
Verse 7
إِنَّ عَذَابَ رَبِّكَ لَوَٰقِعٌ
Transliteration inna ʿadhāba rabbika lawāqiʿun
Gujarati ૭) નિ:શંક તમારા પાલનહારની યાતના થઇને જ રહેશે.
Verse 8
مَّا لَهُۥ مِن دَافِعٍ
Transliteration mā lahu min dāfiʿin
Gujarati ૮) તેને કોઇ રોકનાર નથી.
Verse 9
يَوْمَ تَمُورُ ٱلسَّمَآءُ مَوْرًا
Transliteration yawma tamūru l-samāu mawran
Gujarati ૯) જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે.
Verse 10
وَتَسِيرُ ٱلْجِبَالُ سَيْرًا
Transliteration watasīru l-jibālu sayran
Gujarati ૧૦) અને પર્વતો ચાલવા લાગશે.
Verse 11
فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Transliteration fawaylun yawma-idhin lil'mukadhibīna
Gujarati ૧૧) તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Verse 12
ٱلَّذِينَ هُمْ فِى خَوْضٍ يَلْعَبُونَ
Transliteration alladhīna hum fī khawḍin yalʿabūna
Gujarati ૧૨) જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે.
Verse 13
يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
Transliteration yawma yudaʿʿūna ilā nāri jahannama daʿʿan
Gujarati ૧૩) જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.
Verse 14
هَـٰذِهِ ٱلنَّارُ ٱلَّتِى كُنتُم بِهَا تُكَذِّبُونَ
Transliteration hādhihi l-nāru allatī kuntum bihā tukadhibūna
Gujarati ૧૪) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.
Verse 15
أَفَسِحْرٌ هَـٰذَآ أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
Transliteration afasiḥ'run hādhā am antum lā tub'ṣirūna
Gujarati ૧૫) (હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી.
Verse 16
ٱصْلَوْهَا فَٱصْبِرُوٓا۟ أَوْ لَا تَصْبِرُوا۟ سَوَآءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
Transliteration iṣ'lawhā fa-iṣ'birū aw lā taṣbirū sawāon ʿalaykum innamā tuj'zawna mā kuntum taʿmalūna
Gujarati ૧૬) જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.
Verse 17
إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّـٰتٍ وَنَعِيمٍ
Transliteration inna l-mutaqīna fī jannātin wanaʿīmin
Gujarati ૧૭) નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે.
Verse 18
فَـٰكِهِينَ بِمَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ وَوَقَىٰهُمْ رَبُّهُمْ عَذَابَ ٱلْجَحِيمِ
Transliteration fākihīna bimā ātāhum rabbuhum wawaqāhum rabbuhum ʿadhāba l-jaḥīmi
Gujarati ૧૮) જે તેમને તેમના પાલનહારે આપી છે તેનો આનંદ લઇ રહ્યા છે. અનેતેમના પાલનહારે તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લીધા છે.
Verse 19
كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
Transliteration kulū wa-ish'rabū hanīan bimā kuntum taʿmalūna
Gujarati ૧૯) તમે મસ્ત ખાતા પીતા રહો તે કાર્યોના બદલામાં જે તમે કરતા હતા.
Verse 20
مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٍ مَّصْفُوفَةٍ ۖ وَزَوَّجْنَـٰهُم بِحُورٍ عِينٍ
Transliteration muttakiīna ʿalā sururin maṣfūfatin wazawwajnāhum biḥūrin ʿīnin
Gujarati ૨૦) ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ. અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દીધા છે.
Verse 21
وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَٱتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَـٰنٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَآ أَلَتْنَـٰهُم مِّنْ عَمَلِهِم مِّن شَىْءٍ ۚ كُلُّ ٱمْرِئٍۭ بِمَا كَسَبَ رَهِينٌ
Transliteration wa-alladhīna āmanū wa-ittabaʿathum dhurriyyatuhum biīmānin alḥaqnā bihim dhurriyyatahum wamā alatnāhum min ʿamalihim min shayin kullu im'ri-in bimā kasaba rahīnun
Gujarati ૨૧) જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે.
Verse 22
وَأَمْدَدْنَـٰهُم بِفَـٰكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ
Transliteration wa-amdadnāhum bifākihatin walaḥmin mimmā yashtahūna
Gujarati ૨૨) અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું
Verse 23
يَتَنَـٰزَعُونَ فِيهَا كَأْسًا لَّا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ
Transliteration yatanāzaʿūna fīhā kasan lā laghwun fīhā walā tathīmun
Gujarati ૨૩) મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો પાપ.
Verse 24
۞ وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُونٌ
Transliteration wayaṭūfu ʿalayhim ghil'mānun lahum ka-annahum lu'lu-on maknūnun
Gujarati ૨૪) અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે. જેવા કે તેઓ મોતી હતા જે ઢાંકેલા રાખ્યા હતા.
Verse 25
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Transliteration wa-aqbala baʿḍuhum ʿalā baʿḍin yatasāalūna
Gujarati ૨૫) અને અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે.
Verse 26
قَالُوٓا۟ إِنَّا كُنَّا قَبْلُ فِىٓ أَهْلِنَا مُشْفِقِينَ
Transliteration qālū innā kunnā qablu fī ahlinā mush'fiqīna
Gujarati ૨૬) કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.
Verse 27
فَمَنَّ ٱللَّهُ عَلَيْنَا وَوَقَىٰنَا عَذَابَ ٱلسَّمُومِ
Transliteration famanna l-lahu ʿalaynā wawaqānā ʿadhāba l-samūmi
Gujarati ૨૭) બસ ! અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને ઝડપી ગરમ હવાઓની યાતનાથી બચાવી લીધા
Verse 28
إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ ۖ إِنَّهُۥ هُوَ ٱلْبَرُّ ٱلرَّحِيمُ
Transliteration innā kunnā min qablu nadʿūhu innahu huwa l-baru l-raḥīmu
Gujarati ૨૮) અમે પહેલાથી જ તેની બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુછે.
Verse 29
فَذَكِّرْ فَمَآ أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ
Transliteration fadhakkir famā anta biniʿ'mati rabbika bikāhinin walā majnūnin
Gujarati ૨૯) તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.
Verse 30
أَمْ يَقُولُونَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهِۦ رَيْبَ ٱلْمَنُونِ
Transliteration am yaqūlūna shāʿirun natarabbaṣu bihi rayba l-manūni
Gujarati ૩૦) શું ઇન્કારીઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે.
Verse 31
قُلْ تَرَبَّصُوا۟ فَإِنِّى مَعَكُم مِّنَ ٱلْمُتَرَبِّصِينَ
Transliteration qul tarabbaṣū fa-innī maʿakum mina l-mutarabiṣīna
Gujarati ૩૧) કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.
Verse 32
أَمْ تَأْمُرُهُمْ أَحْلَـٰمُهُم بِهَـٰذَآ ۚ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ
Transliteration am tamuruhum aḥlāmuhum bihādhā am hum qawmun ṭāghūna
Gujarati ૩૨) શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ જ લોકો બળવાખોર છે.
Verse 33
أَمْ يَقُولُونَ تَقَوَّلَهُۥ ۚ بَل لَّا يُؤْمِنُونَ
Transliteration am yaqūlūna taqawwalahu bal lā yu'minūna
Gujarati ૩૩) શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તે ઇમાન નથી લાવતા.
Verse 34
فَلْيَأْتُوا۟ بِحَدِيثٍ مِّثْلِهِۦٓ إِن كَانُوا۟ صَـٰدِقِينَ
Transliteration falyatū biḥadīthin mith'lihi in kānū ṣādiqīna
Gujarati ૩૪) હાં ! જો આ લોકો સાચ્ચા હોય તો આના જેવી એક (જ) વાત તો લઇ આવે.
Verse 35
أَمْ خُلِقُوا۟ مِنْ غَيْرِ شَىْءٍ أَمْ هُمُ ٱلْخَـٰلِقُونَ
Transliteration am khuliqū min ghayri shayin am humu l-khāliqūna
Gujarati ૩૫) શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે ?
Verse 36
أَمْ خَلَقُوا۟ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ ۚ بَل لَّا يُوقِنُونَ
Transliteration am khalaqū l-samāwāti wal-arḍa bal lā yūqinūna
Gujarati ૩૬) શું તેમણે જ આકાશ અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ આ યકીન ન કરવાવાળાઓ છે.
Verse 37
أَمْ عِندَهُمْ خَزَآئِنُ رَبِّكَ أَمْ هُمُ ٱلْمُصَۣيْطِرُونَ
Transliteration am ʿindahum khazāinu rabbika am humu l-muṣayṭirūna
Gujarati ૩૭) અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે.
Verse 38
أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ ۖ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَـٰنٍ مُّبِينٍ
Transliteration am lahum sullamun yastamiʿūna fīhi falyati mus'tamiʿuhum bisul'ṭānin mubīnin
Gujarati ૩૮) અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને આવ્યા છે ? (જો આવું જ છે) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.
Verse 39
أَمْ لَهُ ٱلْبَنَـٰتُ وَلَكُمُ ٱلْبَنُونَ
Transliteration am lahu l-banātu walakumu l-banūna
Gujarati ૩૯) શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા ત્યાં પુત્રો છે ?
Verse 40
أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
Transliteration am tasaluhum ajran fahum min maghramin muth'qalūna
Gujarati ૪૦) શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી આ લોકો તેના ભારથી દબાયેલા હોય ?
Verse 41
أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
Transliteration am ʿindahumu l-ghaybu fahum yaktubūna
Gujarati ૪૧) શું તે લોકો પાસે અદ્રશ્યનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?
Verse 42
أَمْ يُرِيدُونَ كَيْدًا ۖ فَٱلَّذِينَ كَفَرُوا۟ هُمُ ٱلْمَكِيدُونَ
Transliteration am yurīdūna kaydan fa-alladhīna kafarū humu l-makīdūna
Gujarati ૪૨) શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે.
Verse 43
أَمْ لَهُمْ إِلَـٰهٌ غَيْرُ ٱللَّهِ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يُشْرِكُونَ
Transliteration am lahum ilāhun ghayru l-lahi sub'ḥāna l-lahi ʿammā yush'rikūna
Gujarati ૪૩) શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ (સાચ્ચો પૂજ્ય) છે ? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.
Verse 44
وَإِن يَرَوْا۟ كِسْفًا مِّنَ ٱلسَّمَآءِ سَاقِطًا يَقُولُوا۟ سَحَابٌ مَّرْكُومٌ
Transliteration wa-in yaraw kis'fan mina l-samāi sāqiṭan yaqūlū saḥābun markūmun
Gujarati ૪૪) જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.
Verse 45
فَذَرْهُمْ حَتَّىٰ يُلَـٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى فِيهِ يُصْعَقُونَ
Transliteration fadharhum ḥattā yulāqū yawmahumu alladhī fīhi yuṣ'ʿaqūna
Gujarati ૪૫) તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.
Verse 46
يَوْمَ لَا يُغْنِى عَنْهُمْ كَيْدُهُمْ شَيْـًٔا وَلَا هُمْ يُنصَرُونَ
Transliteration yawma lā yugh'nī ʿanhum kayduhum shayan walā hum yunṣarūna
Gujarati ૪૬) જે દિવસે તેઓને તેમાની ચાલ કોઇ કામ નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.
Verse 47
وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
Transliteration wa-inna lilladhīna ẓalamū ʿadhāban dūna dhālika walākinna aktharahum lā yaʿlamūna
Gujarati ૪૭) નિ:શંક અત્યાચારીઓ માટે આ સિવાય બીજી ઘણી યાતનાઓ પણ છે. પરંતુ તે લોકોમાં વધારે લોકો અભણ છે.
Verse 48
وَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا ۖ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ
Transliteration wa-iṣ'bir liḥuk'mi rabbika fa-innaka bi-aʿyuninā wasabbiḥ biḥamdi rabbika ḥīna taqūmu
Gujarati ૪૮) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખો સામે સવારે જ્યારે ન ઉઠો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.
Verse 49
وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَـٰرَ ٱلنُّجُومِ
Transliteration wamina al-layli fasabbiḥ'hu wa-id'bāra l-nujūmi
Gujarati ૪૯) અને રાત્રે પણ તેના નામનું સ્મરણ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.
Read Surah At-Tur in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.