Surah Al-Qalam in Gujarati: translation and audio
Surah 68 · القلم · The Pen · 52 verses
Surah Al-Qalam verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Qalam word by word in English.
Verse 1
نٓ ۚ وَٱلْقَلَمِ وَمَا يَسْطُرُونَ
Transliteration noon wal-qalami wamā yasṭurūna
Gujarati ૧) નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.
Verse 2
مَآ أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
Transliteration mā anta biniʿ'mati rabbika bimajnūnin
Gujarati ૨) તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.
Verse 3
وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
Transliteration wa-inna laka la-ajran ghayra mamnūnin
Gujarati ૩) અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.
Verse 4
وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
Transliteration wa-innaka laʿalā khuluqin ʿaẓīmin
Gujarati ૪) અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.
Verse 5
فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
Transliteration fasatub'ṣiru wayub'ṣirūna
Gujarati ૫) બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.
Verse 6
بِأَييِّكُمُ ٱلْمَفْتُونُ
Transliteration bi-ayyikumu l-maftūnu
Gujarati ૬) કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે.
Verse 7
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ
Transliteration inna rabbaka huwa aʿlamu biman ḍalla ʿan sabīlihi wahuwa aʿlamu bil-muh'tadīna
Gujarati ૭) નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે.
Verse 8
فَلَا تُطِعِ ٱلْمُكَذِّبِينَ
Transliteration falā tuṭiʿi l-mukadhibīna
Gujarati ૮) બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.
Verse 9
وَدُّوا۟ لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ
Transliteration waddū law tud'hinu fayud'hinūna
Gujarati ૯) તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.
Verse 10
وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ
Transliteration walā tuṭiʿ kulla ḥallāfin mahīnin
Gujarati ૧૦) અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો ,
Verse 11
هَمَّازٍ مَّشَّآءٍۭ بِنَمِيمٍ
Transliteration hammāzin mashāin binamīmin
Gujarati ૧૧) બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર,
Verse 12
مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ
Transliteration mannāʿin lil'khayri muʿ'tadin athīmin
Gujarati ૧૨) ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી,
Verse 13
عُتُلٍّۭ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ
Transliteration ʿutullin baʿda dhālika zanīmin
Gujarati ૧૩) અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.
Verse 14
أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
Transliteration an kāna dhā mālin wabanīna
Gujarati ૧૪) તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.
Verse 15
إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا قَالَ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ
Transliteration idhā tut'lā ʿalayhi āyātunā qāla asāṭīru l-awalīna
Gujarati ૧૫) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે.
Verse 16
سَنَسِمُهُۥ عَلَى ٱلْخُرْطُومِ
Transliteration sanasimuhu ʿalā l-khur'ṭūmi
Gujarati ૧૬) અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.
Verse 17
إِنَّا بَلَوْنَـٰهُمْ كَمَا بَلَوْنَآ أَصْحَـٰبَ ٱلْجَنَّةِ إِذْ أَقْسَمُوا۟ لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
Transliteration innā balawnāhum kamā balawnā aṣḥāba l-janati idh aqsamū layaṣrimunnahā muṣ'biḥīna
Gujarati ૧૭) નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.
Verse 18
وَلَا يَسْتَثْنُونَ
Transliteration walā yastathnūna
Gujarati ૧૮) અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા.
Verse 19
فَطَافَ عَلَيْهَا طَآئِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَآئِمُونَ
Transliteration faṭāfa ʿalayhā ṭāifun min rabbika wahum nāimūna
Gujarati ૧૯) બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા.
Verse 20
فَأَصْبَحَتْ كَٱلصَّرِيمِ
Transliteration fa-aṣbaḥat kal-ṣarīmi
Gujarati ૨૦) બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક.
Verse 21
فَتَنَادَوْا۟ مُصْبِحِينَ
Transliteration fatanādaw muṣ'biḥīna
Gujarati ૨૧) હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા.
Verse 22
أَنِ ٱغْدُوا۟ عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَـٰرِمِينَ
Transliteration ani igh'dū ʿalā ḥarthikum in kuntum ṣārimīna
Gujarati ૨૨) કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો.
Verse 23
فَٱنطَلَقُوا۟ وَهُمْ يَتَخَـٰفَتُونَ
Transliteration fa-inṭalaqū wahum yatakhāfatūna
Gujarati ૨૩) ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.
Verse 24
أَن لَّا يَدْخُلَنَّهَا ٱلْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ
Transliteration an lā yadkhulannahā l-yawma ʿalaykum mis'kīnun
Gujarati ૨૪) કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.
Verse 25
وَغَدَوْا۟ عَلَىٰ حَرْدٍ قَـٰدِرِينَ
Transliteration waghadaw ʿalā ḥardin qādirīna
Gujarati ૨૫) અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે).
Verse 26
فَلَمَّا رَأَوْهَا قَالُوٓا۟ إِنَّا لَضَآلُّونَ
Transliteration falammā ra-awhā qālū innā laḍāllūna
Gujarati ૨૬) જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા.
Verse 27
بَلْ نَحْنُ مَحْرُومُونَ
Transliteration bal naḥnu maḥrūmūna
Gujarati ૨૭) ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.
Verse 28
قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ
Transliteration qāla awsaṭuhum alam aqul lakum lawlā tusabbiḥūna
Gujarati ૨૮) તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા ?
Verse 29
قَالُوا۟ سُبْحَـٰنَ رَبِّنَآ إِنَّا كُنَّا ظَـٰلِمِينَ
Transliteration qālū sub'ḥāna rabbinā innā kunnā ẓālimīna
Gujarati ૨૯) તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા.
Verse 30
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَـٰوَمُونَ
Transliteration fa-aqbala baʿḍuhum ʿalā baʿḍin yatalāwamūna
Gujarati ૩૦) ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.
Verse 31
قَالُوا۟ يَـٰوَيْلَنَآ إِنَّا كُنَّا طَـٰغِينَ
Transliteration qālū yāwaylanā innā kunnā ṭāghīna
Gujarati ૩૧) કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા.
Verse 32
عَسَىٰ رَبُّنَآ أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَآ إِنَّآ إِلَىٰ رَبِّنَا رَٰغِبُونَ
Transliteration ʿasā rabbunā an yub'dilanā khayran min'hā innā ilā rabbinā rāghibūna
Gujarati ૩૨) ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.
Verse 33
كَذَٰلِكَ ٱلْعَذَابُ ۖ وَلَعَذَابُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ
Transliteration kadhālika l-ʿadhābu walaʿadhābu l-ākhirati akbaru law kānū yaʿlamūna
Gujarati ૩૩) આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત.
Verse 34
إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّـٰتِ ٱلنَّعِيمِ
Transliteration inna lil'muttaqīna ʿinda rabbihim jannāti l-naʿīmi
Gujarati ૩૪) ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.
Verse 35
أَفَنَجْعَلُ ٱلْمُسْلِمِينَ كَٱلْمُجْرِمِينَ
Transliteration afanajʿalu l-mus'limīna kal-muj'rimīna
Gujarati ૩૫) શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું .
Verse 36
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
Transliteration mā lakum kayfa taḥkumūna
Gujarati ૩૬) તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો ?
Verse 37
أَمْ لَكُمْ كِتَـٰبٌ فِيهِ تَدْرُسُونَ
Transliteration am lakum kitābun fīhi tadrusūna
Gujarati ૩૭) શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય ?
Verse 38
إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ
Transliteration inna lakum fīhi lamā takhayyarūna
Gujarati ૩૮) કે તેમાં તમારી મનચાહી વાતો હોય ?
Verse 39
أَمْ لَكُمْ أَيْمَـٰنٌ عَلَيْنَا بَـٰلِغَةٌ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ
Transliteration am lakum aymānun ʿalaynā bālighatun ilā yawmi l-qiyāmati inna lakum lamā taḥkumūna
Gujarati ૩૯) અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.
Verse 40
سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ
Transliteration salhum ayyuhum bidhālika zaʿīmun
Gujarati ૪૦) તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે.
Verse 41
أَمْ لَهُمْ شُرَكَآءُ فَلْيَأْتُوا۟ بِشُرَكَآئِهِمْ إِن كَانُوا۟ صَـٰدِقِينَ
Transliteration am lahum shurakāu falyatū bishurakāihim in kānū ṣādiqīna
Gujarati ૪૧) શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે.
Verse 42
يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ
Transliteration yawma yuk'shafu ʿan sāqin wayud'ʿawna ilā l-sujūdi falā yastaṭīʿūna
Gujarati ૪૨) જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.
Verse 43
خَـٰشِعَةً أَبْصَـٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا۟ يُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ وَهُمْ سَـٰلِمُونَ
Transliteration khāshiʿatan abṣāruhum tarhaquhum dhillatun waqad kānū yud'ʿawna ilā l-sujūdi wahum sālimūna
Gujarati ૪૩) નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.
Verse 44
فَذَرْنِى وَمَن يُكَذِّبُ بِهَـٰذَا ٱلْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ
Transliteration fadharnī waman yukadhibu bihādhā l-ḥadīthi sanastadrijuhum min ḥaythu lā yaʿlamūna
Gujarati ૪૪) બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.
Verse 45
وَأُمْلِى لَهُمْ ۚ إِنَّ كَيْدِى مَتِينٌ
Transliteration wa-um'lī lahum inna kaydī matīnun
Gujarati ૪૫) અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.
Verse 46
أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
Transliteration am tasaluhum ajran fahum min maghramin muth'qalūna
Gujarati ૪૬) શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.
Verse 47
أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
Transliteration am ʿindahumu l-ghaybu fahum yaktubūna
Gujarati ૪૭) અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય.
Verse 48
فَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ
Transliteration fa-iṣ'bir liḥuk'mi rabbika walā takun kaṣāḥibi l-ḥūti idh nādā wahuwa makẓūmun
Gujarati ૪૮) બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી.
Verse 49
لَّوْلَآ أَن تَدَٰرَكَهُۥ نِعْمَةٌ مِّن رَّبِّهِۦ لَنُبِذَ بِٱلْعَرَآءِ وَهُوَ مَذْمُومٌ
Transliteration lawlā an tadārakahu niʿ'matun min rabbihi lanubidha bil-ʿarāi wahuwa madhmūmun
Gujarati ૪૯) અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત.
Verse 50
فَٱجْتَبَـٰهُ رَبُّهُۥ فَجَعَلَهُۥ مِنَ ٱلصَّـٰلِحِينَ
Transliteration fa-ij'tabāhu rabbuhu fajaʿalahu mina l-ṣāliḥīna
Gujarati ૫૦) તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો.
Verse 51
وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُوا۟ لَيُزْلِقُونَكَ بِأَبْصَـٰرِهِمْ لَمَّا سَمِعُوا۟ ٱلذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجْنُونٌ
Transliteration wa-in yakādu alladhīna kafarū layuz'liqūnaka bi-abṣārihim lammā samiʿū l-dhik'ra wayaqūlūna innahu lamajnūnun
Gujarati ૫૧) અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે.
Verse 52
وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَـٰلَمِينَ
Transliteration wamā huwa illā dhik'run lil'ʿālamīna
Gujarati ૫૨) ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે.
Read Surah Al-Qalam in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.