Surah Adh-Dhariyat in Gujarati: translation and audio
Surah 51 · الذاريات · The Winnowing Winds · 60 verses
Surah Adh-Dhariyat verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Adh-Dhariyat word by word in English.
Verse 1
وَٱلذَّٰرِيَـٰتِ ذَرْوًا
Transliteration wal-dhāriyāti dharwan
Gujarati ૧) સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
Verse 2
فَٱلْحَـٰمِلَـٰتِ وِقْرًا
Transliteration fal-ḥāmilāti wiq'ran
Gujarati ૨) પછી ભાર ઉઠાવનારના.
Verse 3
فَٱلْجَـٰرِيَـٰتِ يُسْرًا
Transliteration fal-jāriyāti yus'ran
Gujarati ૩) પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ).
Verse 4
فَٱلْمُقَسِّمَـٰتِ أَمْرًا
Transliteration fal-muqasimāti amran
Gujarati ૪) પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
Verse 5
إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ
Transliteration innamā tūʿadūna laṣādiqun
Gujarati ૫) નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે.
Verse 6
وَإِنَّ ٱلدِّينَ لَوَٰقِعٌ
Transliteration wa-inna l-dīna lawāqiʿun
Gujarati ૬) અને નિ:શંક ન્યાય થશે.
Verse 7
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْحُبُكِ
Transliteration wal-samāi dhāti l-ḥubuki
Gujarati ૭) સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના.
Verse 8
إِنَّكُمْ لَفِى قَوْلٍ مُّخْتَلِفٍ
Transliteration innakum lafī qawlin mukh'talifin
Gujarati ૮) નિ:શંક તમે વિવિધ વાતો કરો છો.
Verse 9
يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ
Transliteration yu'faku ʿanhu man ufika
Gujarati ૯) આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય.
Verse 10
قُتِلَ ٱلْخَرَّٰصُونَ
Transliteration qutila l-kharāṣūna
Gujarati ૧૦) નષ્ટ થાય અટકળો કરનારા.
Verse 11
ٱلَّذِينَ هُمْ فِى غَمْرَةٍ سَاهُونَ
Transliteration alladhīna hum fī ghamratin sāhūna
Gujarati ૧૧) જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે.
Verse 12
يَسْـَٔلُونَ أَيَّانَ يَوْمُ ٱلدِّينِ
Transliteration yasalūna ayyāna yawmu l-dīni
Gujarati ૧૨) પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે ?
Verse 13
يَوْمَ هُمْ عَلَى ٱلنَّارِ يُفْتَنُونَ
Transliteration yawma hum ʿalā l-nāri yuf'tanūna
Gujarati ૧૩) હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે.
Verse 14
ذُوقُوا۟ فِتْنَتَكُمْ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَسْتَعْجِلُونَ
Transliteration dhūqū fit'natakum hādhā alladhī kuntum bihi tastaʿjilūna
Gujarati ૧૪) પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા.
Verse 15
إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّـٰتٍ وَعُيُونٍ
Transliteration inna l-mutaqīna fī jannātin waʿuyūnin
Gujarati ૧૫) નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે.
Verse 16
ءَاخِذِينَ مَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
Transliteration ākhidhīna mā ātāhum rabbuhum innahum kānū qabla dhālika muḥ'sinīna
Gujarati ૧૬) તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા.
Verse 17
كَانُوا۟ قَلِيلًا مِّنَ ٱلَّيْلِ مَا يَهْجَعُونَ
Transliteration kānū qalīlan mina al-layli mā yahjaʿūna
Gujarati ૧૭) તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા.
Verse 18
وَبِٱلْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
Transliteration wabil-asḥāri hum yastaghfirūna
Gujarati ૧૮) અને સહરી ના સમયે માફી માંગતા હતા.
Verse 19
وَفِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّ لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ
Transliteration wafī amwālihim ḥaqqun lilssāili wal-maḥrūmi
Gujarati ૧૯) અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો.
Verse 20
وَفِى ٱلْأَرْضِ ءَايَـٰتٌ لِّلْمُوقِنِينَ
Transliteration wafī l-arḍi āyātun lil'mūqinīna
Gujarati ૨૦) અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે.
Verse 21
وَفِىٓ أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
Transliteration wafī anfusikum afalā tub'ṣirūna
Gujarati ૨૧) અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી ?
Verse 22
وَفِى ٱلسَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
Transliteration wafī l-samāi riz'qukum wamā tūʿadūna
Gujarati ૨૨) તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે.
Verse 23
فَوَرَبِّ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ إِنَّهُۥ لَحَقٌّ مِّثْلَ مَآ أَنَّكُمْ تَنطِقُونَ
Transliteration fawarabbi l-samāi wal-arḍi innahu laḥaqqun mith'la mā annakum tanṭiqūna
Gujarati ૨૩) આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો.
Verse 24
هَلْ أَتَىٰكَ حَدِيثُ ضَيْفِ إِبْرَٰهِيمَ ٱلْمُكْرَمِينَ
Transliteration hal atāka ḥadīthu ḍayfi ib'rāhīma l-muk'ramīna
Gujarati ૨૪) શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે ?
Verse 25
إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَـٰمًا ۖ قَالَ سَلَـٰمٌ قَوْمٌ مُّنكَرُونَ
Transliteration idh dakhalū ʿalayhi faqālū salāman qāla salāmun qawmun munkarūna
Gujarati ૨૫) તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે.
Verse 26
فَرَاغَ إِلَىٰٓ أَهْلِهِۦ فَجَآءَ بِعِجْلٍ سَمِينٍ
Transliteration farāgha ilā ahlihi fajāa biʿij'lin samīnin
Gujarati ૨૬) પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા.
Verse 27
فَقَرَّبَهُۥٓ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ
Transliteration faqarrabahu ilayhim qāla alā takulūna
Gujarati ૨૭) અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા નથી ?
Verse 28
فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۖ قَالُوا۟ لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَـٰمٍ عَلِيمٍ
Transliteration fa-awjasa min'hum khīfatan qālū lā takhaf wabasharūhu bighulāmin ʿalīmin
Gujarati ૨૮) પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.
Verse 29
فَأَقْبَلَتِ ٱمْرَأَتُهُۥ فِى صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ
Transliteration fa-aqbalati im'ra-atuhu fī ṣarratin faṣakkat wajhahā waqālat ʿajūzun ʿaqīmun
Gujarati ૨૯) બસ ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ.
Verse 30
قَالُوا۟ كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُۥ هُوَ ٱلْحَكِيمُ ٱلْعَلِيمُ
Transliteration qālū kadhāliki qāla rabbuki innahu huwa l-ḥakīmu l-ʿalīmu
Gujarati ૩૦) તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે ફરમાવ્યું છે. નિ:શંક તે તત્તવદર્શી અને જાણનાર છે.
Verse 31
۞ قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ
Transliteration qāla famā khaṭbukum ayyuhā l-mur'salūna
Gujarati ૩૧) (હઝરત ઇબ્રાહીમે) કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ) તમારો શું હેતુ છે ?
Verse 32
قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
Transliteration qālū innā ur'sil'nā ilā qawmin muj'rimīna
Gujarati ૩૨) તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
Verse 33
لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ
Transliteration linur'sila ʿalayhim ḥijāratan min ṭīnin
Gujarati ૩૩) જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ.
Verse 34
مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ
Transliteration musawwamatan ʿinda rabbika lil'mus'rifīna
Gujarati ૩૪) જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે.
Verse 35
فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ ٱلْمُؤْمِنِينَ
Transliteration fa-akhrajnā man kāna fīhā mina l-mu'minīna
Gujarati ૩૫) બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા.
Verse 36
فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ ٱلْمُسْلِمِينَ
Transliteration famā wajadnā fīhā ghayra baytin mina l-mus'limīna
Gujarati ૩૬) અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું.
Verse 37
وَتَرَكْنَا فِيهَآ ءَايَةً لِّلَّذِينَ يَخَافُونَ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ
Transliteration wataraknā fīhā āyatan lilladhīna yakhāfūna l-ʿadhāba l-alīma
Gujarati ૩૭) અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી.
Verse 38
وَفِى مُوسَىٰٓ إِذْ أَرْسَلْنَـٰهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَـٰنٍ مُّبِينٍ
Transliteration wafī mūsā idh arsalnāhu ilā fir'ʿawna bisul'ṭānin mubīnin
Gujarati ૩૮) મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફ થી એક નિશાની છે) કે અમે તેને ફિરઓન તરફ ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા.
Verse 39
فَتَوَلَّىٰ بِرُكْنِهِۦ وَقَالَ سَـٰحِرٌ أَوْ مَجْنُونٌ
Transliteration fatawallā biruk'nihi waqāla sāḥirun aw majnūnun
Gujarati ૩૯) બસ ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે.
Verse 40
فَأَخَذْنَـٰهُ وَجُنُودَهُۥ فَنَبَذْنَـٰهُمْ فِى ٱلْيَمِّ وَهُوَ مُلِيمٌ
Transliteration fa-akhadhnāhu wajunūdahu fanabadhnāhum fī l-yami wahuwa mulīmun
Gujarati ૪૦) છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી દરિયામાં નાખી દીધો અને તે હતો જ ઝાટકણીને લાયક.
Verse 41
وَفِى عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ ٱلرِّيحَ ٱلْعَقِيمَ
Transliteration wafī ʿādin idh arsalnā ʿalayhimu l-rīḥa l-ʿaqīma
Gujarati ૪૧) આવી જ રીતે આદમાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો.
Verse 42
مَا تَذَرُ مِن شَىْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَٱلرَّمِيمِ
Transliteration mā tadharu min shayin atat ʿalayhi illā jaʿalathu kal-ramīmi
Gujarati ૪૨) તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી.
Verse 43
وَفِى ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا۟ حَتَّىٰ حِينٍ
Transliteration wafī thamūda idh qīla lahum tamattaʿū ḥattā ḥīnin
Gujarati ૪૩) અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો.
Verse 44
فَعَتَوْا۟ عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ ٱلصَّـٰعِقَةُ وَهُمْ يَنظُرُونَ
Transliteration faʿataw ʿan amri rabbihim fa-akhadhathumu l-ṣāʿiqatu wahum yanẓurūna
Gujarati ૪૪) પરંતુ તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓને જોતજાતામાં (વાવાઝોડા) એ નષ્ટ કરી દીધા.
Verse 45
فَمَا ٱسْتَطَـٰعُوا۟ مِن قِيَامٍ وَمَا كَانُوا۟ مُنتَصِرِينَ
Transliteration famā is'taṭāʿū min qiyāmin wamā kānū muntaṣirīna
Gujarati ૪૫) બસ ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો બદલો લઇ શક્યા.
Verse 46
وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَـٰسِقِينَ
Transliteration waqawma nūḥin min qablu innahum kānū qawman fāsiqīna
Gujarati ૪૬) અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા.
Verse 47
وَٱلسَّمَآءَ بَنَيْنَـٰهَا بِأَيْي۟دٍ وَإِنَّا لَمُوسِعُونَ
Transliteration wal-samāa banaynāhā bi-aydin wa-innā lamūsiʿūna
Gujarati ૪૭) આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે.
Verse 48
وَٱلْأَرْضَ فَرَشْنَـٰهَا فَنِعْمَ ٱلْمَـٰهِدُونَ
Transliteration wal-arḍa farashnāhā faniʿ'ma l-māhidūna
Gujarati ૪૮) અને ધરતી ને અમે પાથરણું બનાવી દીધું છે. બસ ! અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે.
Verse 49
وَمِن كُلِّ شَىْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
Transliteration wamin kulli shayin khalaqnā zawjayni laʿallakum tadhakkarūna
Gujarati ૪૯) અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
Verse 50
فَفِرُّوٓا۟ إِلَى ٱللَّهِ ۖ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
Transliteration fafirrū ilā l-lahi innī lakum min'hu nadhīrun mubīnun
Gujarati ૫૦) બસ ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
Verse 51
وَلَا تَجْعَلُوا۟ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ ۖ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
Transliteration walā tajʿalū maʿa l-lahi ilāhan ākhara innī lakum min'hu nadhīrun mubīnun
Gujarati ૫૧) અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું.
Verse 52
كَذَٰلِكَ مَآ أَتَى ٱلَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا۟ سَاحِرٌ أَوْ مَجْنُونٌ
Transliteration kadhālika mā atā alladhīna min qablihim min rasūlin illā qālū sāḥirun aw majnūnun
Gujarati ૫૨) આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે.
Verse 53
أَتَوَاصَوْا۟ بِهِۦ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ
Transliteration atawāṣaw bihi bal hum qawmun ṭāghūna
Gujarati ૫૩) શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે.
Verse 54
فَتَوَلَّ عَنْهُمْ فَمَآ أَنتَ بِمَلُومٍ
Transliteration fatawalla ʿanhum famā anta bimalūmin
Gujarati ૫૪) તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી,
Verse 55
وَذَكِّرْ فَإِنَّ ٱلذِّكْرَىٰ تَنفَعُ ٱلْمُؤْمِنِينَ
Transliteration wadhakkir fa-inna l-dhik'rā tanfaʿu l-mu'minīna
Gujarati ૫૫) અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે.
Verse 56
وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
Transliteration wamā khalaqtu l-jina wal-insa illā liyaʿbudūni
Gujarati ૫૬) મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે.
Verse 57
مَآ أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَآ أُرِيدُ أَن يُطْعِمُونِ
Transliteration mā urīdu min'hum min riz'qin wamā urīdu an yuṭ'ʿimūni
Gujarati ૫૭) ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે.
Verse 58
إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلْقُوَّةِ ٱلْمَتِينُ
Transliteration inna l-laha huwa l-razāqu dhū l-quwati l-matīnu
Gujarati ૫૮) અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે.
Verse 59
فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَـٰبِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ
Transliteration fa-inna lilladhīna ẓalamū dhanūban mith'la dhanūbi aṣḥābihim falā yastaʿjilūni
Gujarati ૫૯) બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે.
Verse 60
فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا۟ مِن يَوْمِهِمُ ٱلَّذِى يُوعَدُونَ
Transliteration fawaylun lilladhīna kafarū min yawmihimu alladhī yūʿadūna
Gujarati ૬૦) બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે.
Read Surah Adh-Dhariyat in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.