MyDugsiStart learning

Surah Al-Hijr in Gujarati: translation and audio

Surah 15 · الحجر · The Rocky Tract · 99 verses

Surah Al-Hijr verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Hijr word by word in English.

Verse 1

الٓر ۚ تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ وَقُرْءَانٍ مُّبِينٍ

Transliteration alif-lam-ra til'ka āyātu l-kitābi waqur'ānin mubīnin

Gujarati ૧) અલિફ-લામ્-રૉ. આ અલ્લાહની કિતાબની આયતો છે અને સ્પષ્ટ અને પ્રકાશિત કુરઆનની.

Verse 2

رُّبَمَا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْ كَانُوا۟ مُسْلِمِينَ

Transliteration rubamā yawaddu alladhīna kafarū law kānū mus'limīna

Gujarati ૨) એવો પણ સમય હશે જ્યારે ઇન્કાર કરનાર મુસલમાન થવાની ઇચ્છા દર્શાવશે.

Verse 3

ذَرْهُمْ يَأْكُلُوا۟ وَيَتَمَتَّعُوا۟ وَيُلْهِهِمُ ٱلْأَمَلُ ۖ فَسَوْفَ يَعْلَمُونَ

Transliteration dharhum yakulū wayatamattaʿū wayul'hihimu l-amalu fasawfa yaʿlamūna

Gujarati ૩) તમે તેઓને ખાતાં, ફાયદો ઉઠાવતાં અને આશાઓમાં વ્યસ્ત છોડી દો, તેઓ નજીકમાં જ જાણી લેશે.

Verse 4

وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ

Transliteration wamā ahlaknā min qaryatin illā walahā kitābun maʿlūmun

Gujarati ૪) કોઈ વસ્તીને તેના નક્કી કરેલ સમય પહેલા અમે નષ્ટ નથી કરી.

Verse 5

مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ

Transliteration mā tasbiqu min ummatin ajalahā wamā yastakhirūna

Gujarati ૫) કોઈ જૂથ પોતાના મૃત્યુથી ન આગળ વધે છે અને ન તો પાછળ ખસે છે.

Verse 6

وَقَالُوا۟ يَـٰٓأَيُّهَا ٱلَّذِى نُزِّلَ عَلَيْهِ ٱلذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ

Transliteration waqālū yāayyuhā alladhī nuzzila ʿalayhi l-dhik'ru innaka lamajnūnun

Gujarati ૬) તેઓએ કહ્યું કે, હે તે વ્યક્તિ ! જેના પર કુરઆન અવતરિત કરવામાં આવ્યું છે, ખરેખર તું તો કોઈ પાગલ છે.

Verse 7

لَّوْ مَا تَأْتِينَا بِٱلْمَلَـٰٓئِكَةِ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ

Transliteration law mā tatīnā bil-malāikati in kunta mina l-ṣādiqīna

Gujarati ૭) જો તમે સાચા જ છો, તો અમારી પાસે ફરિશ્તાઓને કેમ નથી લઇ આવતા.

Verse 8

مَا نُنَزِّلُ ٱلْمَلَـٰٓئِكَةَ إِلَّا بِٱلْحَقِّ وَمَا كَانُوٓا۟ إِذًا مُّنظَرِينَ

Transliteration mā nunazzilu l-malāikata illā bil-ḥaqi wamā kānū idhan munẓarīna

Gujarati ૮) અમે ફરિશ્તાઓને સત્ય સાથે જ ઉતારીએ છીએ અને તે સમયે તેમને મહેતલ આપવામાં નથી આવતી.

Verse 9

إِنَّا نَحْنُ نَزَّلْنَا ٱلذِّكْرَ وَإِنَّا لَهُۥ لَحَـٰفِظُونَ

Transliteration innā naḥnu nazzalnā l-dhik'ra wa-innā lahu laḥāfiẓūna

Gujarati ૯) અમે જ આ કુરઆનને અવતરિત કર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે.

Verse 10

وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِى شِيَعِ ٱلْأَوَّلِينَ

Transliteration walaqad arsalnā min qablika fī shiyaʿi l-awalīna

Gujarati ૧૦) અમે તમારા પહેલાની કોમમાં પણ પોતાના પયગંબર મોકલ્યા.

Verse 11

وَمَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Transliteration wamā yatīhim min rasūlin illā kānū bihi yastahziūna

Gujarati ૧૧) અને જે પણ પયગંબર આવતા, તેઓ તેમની ઠઠ્ઠામશ્કરી કરતા.

Verse 12

كَذَٰلِكَ نَسْلُكُهُۥ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ

Transliteration kadhālika naslukuhu fī qulūbi l-muj'rimīna

Gujarati ૧૨) પાપીઓના હૃદયોમાં અમે આવી જ રીતે આવું ઠસાવી દઇએ છીએ.

Verse 13

لَا يُؤْمِنُونَ بِهِۦ ۖ وَقَدْ خَلَتْ سُنَّةُ ٱلْأَوَّلِينَ

Transliteration lā yu'minūna bihi waqad khalat sunnatu l-awalīna

Gujarati ૧૩) તેઓ તેમના પર ઇમાન નથી લાવતા અને નિ:શંક આગળના લોકોથી આજ રીત ચાલી રહી છે.

Verse 14

وَلَوْ فَتَحْنَا عَلَيْهِم بَابًا مِّنَ ٱلسَّمَآءِ فَظَلُّوا۟ فِيهِ يَعْرُجُونَ

Transliteration walaw fataḥnā ʿalayhim bāban mina l-samāi faẓallū fīhi yaʿrujūna

Gujarati ૧૪) અને જો અમે તેમના માટે આકાશના દ્વાર ખોલી પણ નાંખીએ અને આ લોકો તેના પર ચઢવા પણ લાગે.

Verse 15

لَقَالُوٓا۟ إِنَّمَا سُكِّرَتْ أَبْصَـٰرُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُورُونَ

Transliteration laqālū innamā sukkirat abṣārunā bal naḥnu qawmun masḥūrūna

Gujarati ૧૫) તો પણ આવું જ કહેશે કે અમારી આંખો ધોકો ખાઇ રહી છે અથવા તો અમારા પર જાદુ કરી દેવામાં આવ્યું છે.

Verse 16

وَلَقَدْ جَعَلْنَا فِى ٱلسَّمَآءِ بُرُوجًا وَزَيَّنَّـٰهَا لِلنَّـٰظِرِينَ

Transliteration walaqad jaʿalnā fī l-samāi burūjan wazayyannāhā lilnnāẓirīna

Gujarati ૧૬) નિ:શંક અમે આકાશોમાં “બુરૂજો” (સૂર્ય,ચંદ્ર,તારા, વગેરે...) બનાવ્યા અને જોનારાઓ માટે તેને શણગારી દેવામાં આવ્યું છે.

Verse 17

وَحَفِظْنَـٰهَا مِن كُلِّ شَيْطَـٰنٍ رَّجِيمٍ

Transliteration waḥafiẓ'nāhā min kulli shayṭānin rajīmin

Gujarati ૧૭) અને દરેક ધિક્કારેલા શેતાનથી તેની રક્ષા કરી.

Verse 18

إِلَّا مَنِ ٱسْتَرَقَ ٱلسَّمْعَ فَأَتْبَعَهُۥ شِهَابٌ مُّبِينٌ

Transliteration illā mani is'taraqa l-samʿa fa-atbaʿahu shihābun mubīnun

Gujarati ૧૮) હાં, જો કોઈ છુપી રીતે સાંભળવાનો પ્રયત્ન કરે, તેની પાછળ સળગેલો (ગોળો) લાગી જાય છે.

Verse 19

وَٱلْأَرْضَ مَدَدْنَـٰهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَٰسِىَ وَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ شَىْءٍ مَّوْزُونٍ

Transliteration wal-arḍa madadnāhā wa-alqaynā fīhā rawāsiya wa-anbatnā fīhā min kulli shayin mawzūnin

Gujarati ૧૯) અને ધરતીને અમે ફેલાવી દીધી અને તેના પર પર્વતોને નાખી દીધા અને તેમાં અમે દરેક વસ્તુને એક માપ પ્રમાણે ઊપજાવી દીધી છે.

Verse 20

وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَـٰيِشَ وَمَن لَّسْتُمْ لَهُۥ بِرَٰزِقِينَ

Transliteration wajaʿalnā lakum fīhā maʿāyisha waman lastum lahu birāziqīna

Gujarati ૨૦) અને તેમાં જ અમે તમારી રોજી બનાવી દીધી છે અને જેમને તમે રોજી આપનારા નથી.

Verse 21

وَإِن مِّن شَىْءٍ إِلَّا عِندَنَا خَزَآئِنُهُۥ وَمَا نُنَزِّلُهُۥٓ إِلَّا بِقَدَرٍ مَّعْلُومٍ

Transliteration wa-in min shayin illā ʿindanā khazāinuhu wamā nunazziluhu illā biqadarin maʿlūmin

Gujarati ૨૧) અને જેટલી પણ વસ્તુઓ છે તે બધાંના ખજાના અમારી પાસે છે અને અમે દરેક વસ્તુને તેના માપસર જ ઉતારીએ છીએ.

Verse 22

وَأَرْسَلْنَا ٱلرِّيَـٰحَ لَوَٰقِحَ فَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَسْقَيْنَـٰكُمُوهُ وَمَآ أَنتُمْ لَهُۥ بِخَـٰزِنِينَ

Transliteration wa-arsalnā l-riyāḥa lawāqiḥa fa-anzalnā mina l-samāi māan fa-asqaynākumūhu wamā antum lahu bikhāzinīna

Gujarati ૨૨) અને અમે ભારે હવાઓ મોકલીએ છીએ, પછી આકાશ માંથી પાણી વરસાવી તે તમને પીવડાવીએ છીએ અને તમે તેનો સંગ્રહ કરનારા નથી.

Verse 23

وَإِنَّا لَنَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَنَحْنُ ٱلْوَٰرِثُونَ

Transliteration wa-innā lanaḥnu nuḥ'yī wanumītu wanaḥnu l-wārithūna

Gujarati ૨૩) અમે જ જીવન પ્રદાન કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ અને અમે જ (છેવટે) વારસ છે.

Verse 24

وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَـْٔخِرِينَ

Transliteration walaqad ʿalim'nā l-mus'taqdimīna minkum walaqad ʿalim'nā l-mus'takhirīna

Gujarati ૨૪) અને તમારા માંથી આગળ વધનારા અને પાછળ રહી જનારા પણ અમારી જાણકારીમાં છે.

Verse 25

وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ ۚ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٌ

Transliteration wa-inna rabbaka huwa yaḥshuruhum innahu ḥakīmun ʿalīmun

Gujarati ૨૫) તમારો પાલનહાર બધાંને ભેગા કરશે, નિ:શંક તે ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જ્ઞાનવાળો છે.

Verse 26

وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ مِن صَلْصَـٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ

Transliteration walaqad khalaqnā l-insāna min ṣalṣālin min ḥama-in masnūnin

Gujarati ૨૬) નિ:શંક અમે મનુષ્યનું સર્જન, કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટીથી કર્યું.

Verse 27

وَٱلْجَآنَّ خَلَقْنَـٰهُ مِن قَبْلُ مِن نَّارِ ٱلسَّمُومِ

Transliteration wal-jāna khalaqnāhu min qablu min nāri l-samūmi

Gujarati ૨૭) અને આ પહેલા અમે જિન્નાતોનું સર્જન, લૂં વાળી આગ વડે કર્યું.

Verse 28

وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَـٰٓئِكَةِ إِنِّى خَـٰلِقٌۢ بَشَرًا مِّن صَلْصَـٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ

Transliteration wa-idh qāla rabbuka lil'malāikati innī khāliqun basharan min ṣalṣālin min ḥama-in masnūnin

Gujarati ૨૮) અને જ્યારે તારા પાલppનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું એક મનુષ્યનું સર્જન કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે કરવાનો છું.

Verse 29

فَإِذَا سَوَّيْتُهُۥ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِى فَقَعُوا۟ لَهُۥ سَـٰجِدِينَ

Transliteration fa-idhā sawwaytuhu wanafakhtu fīhi min rūḥī faqaʿū lahu sājidīna

Gujarati ૨૯) તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉ અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેના માટે સિજદો કરજો.

Verse 30

فَسَجَدَ ٱلْمَلَـٰٓئِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ

Transliteration fasajada l-malāikatu kulluhum ajmaʿūna

Gujarati ૩૦) છેવટે દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો.

Verse 31

إِلَّآ إِبْلِيسَ أَبَىٰٓ أَن يَكُونَ مَعَ ٱلسَّـٰجِدِينَ

Transliteration illā ib'līsa abā an yakūna maʿa l-sājidīna

Gujarati ૩૧) પરંતુ ઇબ્લિસ સિવાય, કે તેણ સિજદો કરવાવાળો માંથી થવાનો ઇન્કાર કર્યો.

Verse 32

قَالَ يَـٰٓإِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ ٱلسَّـٰجِدِينَ

Transliteration qāla yāib'līsu mā laka allā takūna maʿa l-sājidīna

Gujarati ૩૨) (અલ્લાહ તઆલાએ) કહ્યું હે ઇબ્લિસ ! તને શું થયું કે તું સિજદો કરનારાઓ માંથી ન થયો ?

Verse 33

قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُۥ مِن صَلْصَـٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ

Transliteration qāla lam akun li-asjuda libasharin khalaqtahu min ṣalṣālin min ḥama-in masnūnin

Gujarati ૩૩) તેણે કહ્યું કે, હું એવો નથી કે તે મનુષ્યને સિજદો કરું જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે બનાવ્યો.

Verse 34

قَالَ فَٱخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ

Transliteration qāla fa-ukh'ruj min'hā fa-innaka rajīmun

Gujarati ૩૪) કહ્યું, હવે જન્નત માંથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે.

Verse 35

وَإِنَّ عَلَيْكَ ٱللَّعْنَةَ إِلَىٰ يَوْمِ ٱلدِّينِ

Transliteration wa-inna ʿalayka l-laʿnata ilā yawmi l-dīni

Gujarati ૩૫) અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે.

Verse 36

قَالَ رَبِّ فَأَنظِرْنِىٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

Transliteration qāla rabbi fa-anẓir'nī ilā yawmi yub'ʿathūna

Gujarati ૩૬) કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે.

Verse 37

قَالَ فَإِنَّكَ مِنَ ٱلْمُنظَرِينَ

Transliteration qāla fa-innaka mina l-munẓarīna

Gujarati ૩૭) કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે.

Verse 38

إِلَىٰ يَوْمِ ٱلْوَقْتِ ٱلْمَعْلُومِ

Transliteration ilā yawmi l-waqti l-maʿlūmi

Gujarati ૩૮) નક્કી કરેલ દિવસ સુધી.

Verse 39

قَالَ رَبِّ بِمَآ أَغْوَيْتَنِى لَأُزَيِّنَنَّ لَهُمْ فِى ٱلْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ

Transliteration qāla rabbi bimā aghwaytanī la-uzayyinanna lahum fī l-arḍi wala-ugh'wiyannahum ajmaʿīna

Gujarati ૩૯) (શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર ! જો કે તે મને પથભ્રષ્ટ કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ ધરતી પર તેમના માટે ગુનાને શણગારી દઇશ અને તે બધાને પથભ્રષ્ટ પણ કરીશ.

Verse 40

إِلَّا عِبَادَكَ مِنْهُمُ ٱلْمُخْلَصِينَ

Transliteration illā ʿibādaka min'humu l-mukh'laṣīna

Gujarati ૪૦) તારા તે બંદાઓ સિવાય, જેઓને પસંદ કરી લેવામાં આવ્યા છે.

Verse 41

قَالَ هَـٰذَا صِرَٰطٌ عَلَىَّ مُسْتَقِيمٌ

Transliteration qāla hādhā ṣirāṭun ʿalayya mus'taqīmun

Gujarati ૪૧) કહ્યું કે, હાં, આ જ મારા સુધી પહોંચવા માટેનો સત્ય માર્ગ છે.

Verse 42

إِنَّ عِبَادِى لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَـٰنٌ إِلَّا مَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْغَاوِينَ

Transliteration inna ʿibādī laysa laka ʿalayhim sul'ṭānun illā mani ittabaʿaka mina l-ghāwīna

Gujarati ૪૨) મારા બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નથી, પરંતુ હાં જે પથભ્રષ્ટ લોકો તારું અનુસરણ કરશે.

Verse 43

وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ

Transliteration wa-inna jahannama lamawʿiduhum ajmaʿīna

Gujarati ૪૩) નિ:શંક તે સૌનું ઠેકાણું જહન્નમ છે.

Verse 44

لَهَا سَبْعَةُ أَبْوَٰبٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ

Transliteration lahā sabʿatu abwābin likulli bābin min'hum juz'on maqsūmun

Gujarati ૪૪) જેના સાત દ્વાર છે, દરેક દ્વાર માટે તેમનો એક ભાગ વહેંચાયેલો છે.

Verse 45

إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّـٰتٍ وَعُيُونٍ

Transliteration inna l-mutaqīna fī jannātin waʿuyūnin

Gujarati ૪૫) ડરવાવાળા જન્નતી લોકો, બગીચાઓ અને ઝરણાઓમાં હશે.

Verse 46

ٱدْخُلُوهَا بِسَلَـٰمٍ ءَامِنِينَ

Transliteration ud'khulūhā bisalāmin āminīna

Gujarati ૪૬) (તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે આમાં પ્રવેશ કરો.

Verse 47

وَنَزَعْنَا مَا فِى صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَٰنًا عَلَىٰ سُرُرٍ مُّتَقَـٰبِلِينَ

Transliteration wanazaʿnā mā fī ṣudūrihim min ghillin ikh'wānan ʿalā sururin mutaqābilīna

Gujarati ૪૭) તેમના હૃદયોમાં જે કંઈ પણ કપટ અને નિરાશા હતી, અમે બધું જ કાઢી લઇશું, તે ભાઇ-ભાઇ બની એક-બીજા સામે આસનો પર બેઠા હશે.

Verse 48

لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ

Transliteration lā yamassuhum fīhā naṣabun wamā hum min'hā bimukh'rajīna

Gujarati ૪૮) ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે અને ન તો તેઓ ત્યાંથી ક્યારેય કાઢવામાં આવશે.

Verse 49

۞ نَبِّئْ عِبَادِىٓ أَنِّىٓ أَنَا ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

Transliteration nabbi ʿibādī annī anā l-ghafūru l-raḥīmu

Gujarati ૪૯) મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું.

Verse 50

وَأَنَّ عَذَابِى هُوَ ٱلْعَذَابُ ٱلْأَلِيمُ

Transliteration wa-anna ʿadhābī huwa l-ʿadhābu l-alīmu

Gujarati ૫૦) અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે.

Verse 51

وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَٰهِيمَ

Transliteration wanabbi'hum ʿan ḍayfi ib'rāhīma

Gujarati ૫૧) તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો.

Verse 52

إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَـٰمًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ

Transliteration idh dakhalū ʿalayhi faqālū salāman qāla innā minkum wajilūna

Gujarati ૫૨) કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે.

Verse 53

قَالُوا۟ لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَـٰمٍ عَلِيمٍ

Transliteration qālū lā tawjal innā nubashiruka bighulāmin ʿalīmin

Gujarati ૫૩) તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ.

Verse 54

قَالَ أَبَشَّرْتُمُونِى عَلَىٰٓ أَن مَّسَّنِىَ ٱلْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ

Transliteration qāla abashartumūnī ʿalā an massaniya l-kibaru fabima tubashirūna

Gujarati ૫૪) કહ્યું શું આ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી તમે મને ખુશખબર આપો છો, આ ખુશખબર તમે કેવી રીતે આપી રહ્યા છો

Verse 55

قَالُوا۟ بَشَّرْنَـٰكَ بِٱلْحَقِّ فَلَا تَكُن مِّنَ ٱلْقَـٰنِطِينَ

Transliteration qālū basharnāka bil-ḥaqi falā takun mina l-qāniṭīna

Gujarati ૫૫) તેઓએ કહ્યું કે અમે તમને સાચી ખુશખબરી આપી રહ્યા છીએ. તમે નિરાશ લોકો માંથી ન થઇ જાવ.

Verse 56

قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ

Transliteration qāla waman yaqnaṭu min raḥmati rabbihi illā l-ḍālūna

Gujarati ૫૬) કહ્યું કે પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત પથભ્રષ્ટ લોકો અને ભટકેલા લોકો જ થાય છે.

Verse 57

قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ

Transliteration qāla famā khaṭbukum ayyuhā l-mur'salūna

Gujarati ૫૭) પુછ્યું કે, અલ્લાહએ મોકલેલા (ફરિશ્તાઓ) ! તમારું એવું શું અગત્યનું કામ છે?

Verse 58

قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ

Transliteration qālū innā ur'sil'nā ilā qawmin muj'rimīna

Gujarati ૫૮) તેમણે જવાબ આપ્યો કે અમે અપરાધી લોકો તરફ મોકલવામાં આવ્યા છે.

Verse 59

إِلَّآ ءَالَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ

Transliteration illā āla lūṭin innā lamunajjūhum ajmaʿīna

Gujarati ૫૯) પરંતુ લૂતના કુટુંબીજનો સિવાય અમે તે સૌને જરૂર બચાવી લઇશું.

Verse 60

إِلَّا ٱمْرَأَتَهُۥ قَدَّرْنَآ ۙ إِنَّهَا لَمِنَ ٱلْغَـٰبِرِينَ

Transliteration illā im'ra-atahu qaddarnā innahā lamina l-ghābirīna

Gujarati ૬૦) તેમની પત્ની સિવાય, અમે તેણીને રોકાઇ જનારાઓ અને બાકી રહેવાવાળાઓ માંથી નક્કી કરી દીધી છે.

Verse 61

فَلَمَّا جَآءَ ءَالَ لُوطٍ ٱلْمُرْسَلُونَ

Transliteration falammā jāa āla lūṭin l-mur'salūna

Gujarati ૬૧) જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા.

Verse 62

قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ

Transliteration qāla innakum qawmun munkarūna

Gujarati ૬૨) તો તેમણે (લૂત અ.સ.)એ કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો.

Verse 63

قَالُوا۟ بَلْ جِئْنَـٰكَ بِمَا كَانُوا۟ فِيهِ يَمْتَرُونَ

Transliteration qālū bal ji'nāka bimā kānū fīhi yamtarūna

Gujarati ૬૩) તેઓએ (ફરિશ્તાઓએ) કહ્યું ! ના, પરંતુ અમે તારી પાસે તે વસ્તુ લઇને આવ્યા છીએ જેના વિશે આ લોકો શંકામાં હતા.

Verse 64

وَأَتَيْنَـٰكَ بِٱلْحَقِّ وَإِنَّا لَصَـٰدِقُونَ

Transliteration wa-ataynāka bil-ḥaqi wa-innā laṣādiqūna

Gujarati ૬૪) અમે તો તમારી પાસે (સ્પષ્ટ) સત્ય લઇને આવ્યા છીએ અને ખરેખર સાચી છે.

Verse 65

فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ ٱلَّيْلِ وَٱتَّبِعْ أَدْبَـٰرَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَٱمْضُوا۟ حَيْثُ تُؤْمَرُونَ

Transliteration fa-asri bi-ahlika biqiṭ'ʿin mina al-layli wa-ittabiʿ adbārahum walā yaltafit minkum aḥadun wa-im'ḍū ḥaythu tu'marūna

Gujarati ૬૫) હવે તમે પોતાના કુટુંબીજનો સાથે રાત્રિના કોઈ પ્રહરમાં ચાલી નીકળો અને તમે તેઓની પાછળ રહેજો અને (ખબરદાર) તમારા માંથી કોઈ (પાછળ) ચહેરો ફેરવીને ન જુએ. અને જે જગ્યા પરનો આદેશ તમને આપવામાં આવી રહ્યો છે ત્યાં જતા રહેજો.

Verse 66

وَقَضَيْنَآ إِلَيْهِ ذَٰلِكَ ٱلْأَمْرَ أَنَّ دَابِرَ هَـٰٓؤُلَآءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ

Transliteration waqaḍaynā ilayhi dhālika l-amra anna dābira hāulāi maqṭūʿun muṣ'biḥīna

Gujarati ૬૬) અને અમે તેમના માટે એ વાતનો નિર્ણય કરી લીધો કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું.

Verse 67

وَجَآءَ أَهْلُ ٱلْمَدِينَةِ يَسْتَبْشِرُونَ

Transliteration wajāa ahlu l-madīnati yastabshirūna

Gujarati ૬૭) અને શહેરવાળાઓ ખુશી મનાવતા આવ્યા.

Verse 68

قَالَ إِنَّ هَـٰٓؤُلَآءِ ضَيْفِى فَلَا تَفْضَحُونِ

Transliteration qāla inna hāulāi ḍayfī falā tafḍaḥūni

Gujarati ૬૮) (લૂત અ.સ. એ) કહ્યું, આ લોકો મારા મહેમાન છે, મારું અપમાન ન કરો.

Verse 69

وَٱتَّقُوا۟ ٱللَّهَ وَلَا تُخْزُونِ

Transliteration wa-ittaqū l-laha walā tukh'zūni

Gujarati ૬૯) અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરો.

Verse 70

قَالُوٓا۟ أَوَلَمْ نَنْهَكَ عَنِ ٱلْعَـٰلَمِينَ

Transliteration qālū awalam nanhaka ʿani l-ʿālamīna

Gujarati ૭૦) તેઓએ કહ્યું શું અમે તમને આખી દુનિયાની (ઠેકેદારી) થી રોક્યા નથી ?

Verse 71

قَالَ هَـٰٓؤُلَآءِ بَنَاتِىٓ إِن كُنتُمْ فَـٰعِلِينَ

Transliteration qāla hāulāi banātī in kuntum fāʿilīna

Gujarati ૭૧) (લૂત અ.સ. એ) કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે.

Verse 72

لَعَمْرُكَ إِنَّهُمْ لَفِى سَكْرَتِهِمْ يَعْمَهُونَ

Transliteration laʿamruka innahum lafī sakratihim yaʿmahūna

Gujarati ૭૨) તમારી વયના સોગંદ ! તે તો પોતાની ખોટી મસ્તીમાં જ હતા.

Verse 73

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ

Transliteration fa-akhadhathumu l-ṣayḥatu mush'riqīna

Gujarati ૭૩) બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા.

Verse 74

فَجَعَلْنَا عَـٰلِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ

Transliteration fajaʿalnā ʿāliyahā sāfilahā wa-amṭarnā ʿalayhim ḥijāratan min sijjīlin

Gujarati ૭૪) છેવટે અમે તે શહેરને ઉપર કરી દીધું અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા.

Verse 75

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّلْمُتَوَسِّمِينَ

Transliteration inna fī dhālika laāyātin lil'mutawassimīna

Gujarati ૭૫) નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે.

Verse 76

وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ

Transliteration wa-innahā labisabīlin muqīmin

Gujarati ૭૬) આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી.

Verse 77

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّلْمُؤْمِنِينَ

Transliteration inna fī dhālika laāyatan lil'mu'minīna

Gujarati ૭૭) અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.

Verse 78

وَإِن كَانَ أَصْحَـٰبُ ٱلْأَيْكَةِ لَظَـٰلِمِينَ

Transliteration wa-in kāna aṣḥābu l-aykati laẓālimīna

Gujarati ૭૮) “અયકહ” વસ્તીના રહેવાસીઓ પણ ઘણા અત્યાચારી હતા.

Verse 79

فَٱنتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ

Transliteration fa-intaqamnā min'hum wa-innahumā labi-imāmin mubīnin

Gujarati ૭૯) જેમનાથી અમે બદલો લીધો, આ બન્ને શહેર સામાન્ય માર્ગ ઉપર હતા.

Verse 80

وَلَقَدْ كَذَّبَ أَصْحَـٰبُ ٱلْحِجْرِ ٱلْمُرْسَلِينَ

Transliteration walaqad kadhaba aṣḥābu l-ḥij'ri l-mur'salīna

Gujarati ૮૦) અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા.

Verse 81

وَءَاتَيْنَـٰهُمْ ءَايَـٰتِنَا فَكَانُوا۟ عَنْهَا مُعْرِضِينَ

Transliteration waātaynāhum āyātinā fakānū ʿanhā muʿ'riḍīna

Gujarati ૮૧) અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા.

Verse 82

وَكَانُوا۟ يَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًا ءَامِنِينَ

Transliteration wakānū yanḥitūna mina l-jibāli buyūtan āminīna

Gujarati ૮૨) આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા.

Verse 83

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُصْبِحِينَ

Transliteration fa-akhadhathumu l-ṣayḥatu muṣ'biḥīna

Gujarati ૮૩) છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા.

Verse 84

فَمَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يَكْسِبُونَ

Transliteration famā aghnā ʿanhum mā kānū yaksibūna

Gujarati ૮૪) બસ ! તેમની કોઈ યુક્તિ અથવા કાર્યએ કંઈ પણ ફાયદો ન પહોંચાડ્યો.

Verse 85

وَمَا خَلَقْنَا ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ ۗ وَإِنَّ ٱلسَّاعَةَ لَـَٔاتِيَةٌ ۖ فَٱصْفَحِ ٱلصَّفْحَ ٱلْجَمِيلَ

Transliteration wamā khalaqnā l-samāwāti wal-arḍa wamā baynahumā illā bil-ḥaqi wa-inna l-sāʿata laātiyatun fa-iṣ'faḥi l-ṣafḥa l-jamīla

Gujarati ૮૫) અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સત્ય સાથે સર્જન કર્યું. અને કયામત જરૂર આવશે. બસ ! તમે સારી રીતે દરગુજર કરો.

Verse 86

إِنَّ رَبَّكَ هُوَ ٱلْخَلَّـٰقُ ٱلْعَلِيمُ

Transliteration inna rabbaka huwa l-khalāqu l-ʿalīmu

Gujarati ૮૬) નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને જાણવાવાળો છે.

Verse 87

وَلَقَدْ ءَاتَيْنَـٰكَ سَبْعًا مِّنَ ٱلْمَثَانِى وَٱلْقُرْءَانَ ٱلْعَظِيمَ

Transliteration walaqad ātaynāka sabʿan mina l-mathānī wal-qur'āna l-ʿaẓīma

Gujarati ૮૭) નિ:શંક અમે તમને સાત આયતો આપી રાખી છે, જે વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે.

Verse 88

لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِۦٓ أَزْوَٰجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَٱخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ

Transliteration lā tamuddanna ʿaynayka ilā mā mattaʿnā bihi azwājan min'hum walā taḥzan ʿalayhim wa-ikh'fiḍ janāḥaka lil'mu'minīna

Gujarati ૮૮) તમે ક્યારેય પોતાની નજર તે વસ્તુ તરફ ન કરો, જેના કારણે અમે તેમના માંથી કેટલાય પ્રકારના લોકોને ધનિષ્ઠ બનાવ્યા છે. ન તેમના પર તમે નિરાશ થશો અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો.

Verse 89

وَقُلْ إِنِّىٓ أَنَا ٱلنَّذِيرُ ٱلْمُبِينُ

Transliteration waqul innī anā l-nadhīru l-mubīnu

Gujarati ૮૯) અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.

Verse 90

كَمَآ أَنزَلْنَا عَلَى ٱلْمُقْتَسِمِينَ

Transliteration kamā anzalnā ʿalā l-muq'tasimīna

Gujarati ૯૦) જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી.

Verse 91

ٱلَّذِينَ جَعَلُوا۟ ٱلْقُرْءَانَ عِضِينَ

Transliteration alladhīna jaʿalū l-qur'āna ʿiḍīna

Gujarati ૯૧) જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા.

Verse 92

فَوَرَبِّكَ لَنَسْـَٔلَنَّهُمْ أَجْمَعِينَ

Transliteration fawarabbika lanasalannahum ajmaʿīna

Gujarati ૯૨) સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું.

Verse 93

عَمَّا كَانُوا۟ يَعْمَلُونَ

Transliteration ʿammā kānū yaʿmalūna

Gujarati ૯૩) દરેક તે બાબત વિશે જે તેઓ કરતા હતા.

Verse 94

فَٱصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ ٱلْمُشْرِكِينَ

Transliteration fa-iṣ'daʿ bimā tu'maru wa-aʿriḍ ʿani l-mush'rikīna

Gujarati ૯૪) બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે, સ્પષ્ટ રીતે જણાવી દો અને મુશરિકોથી મોઢું ફેરવી લો.

Verse 95

إِنَّا كَفَيْنَـٰكَ ٱلْمُسْتَهْزِءِينَ

Transliteration innā kafaynāka l-mus'tahziīna

Gujarati ૯૫) તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે.

Verse 96

ٱلَّذِينَ يَجْعَلُونَ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ

Transliteration alladhīna yajʿalūna maʿa l-lahi ilāhan ākhara fasawfa yaʿlamūna

Gujarati ૯૬) જે અલ્લાહની સાથે બીજાને પૂજ્ય નક્કી કરે છે તેમને નજીકમાં જ જાણ થઇ જશે.

Verse 97

وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ

Transliteration walaqad naʿlamu annaka yaḍīqu ṣadruka bimā yaqūlūna

Gujarati ૯૭) અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે.

Verse 98

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ ٱلسَّـٰجِدِينَ

Transliteration fasabbiḥ biḥamdi rabbika wakun mina l-sājidīna

Gujarati ૯૮) તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ અને પ્રશંસાનું વર્ણન કરતા રહો અને સિજદો કરનારાઓમાં થઇ જાવ.

Verse 99

وَٱعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ ٱلْيَقِينُ

Transliteration wa-uʿ'bud rabbaka ḥattā yatiyaka l-yaqīnu

Gujarati ૯૯) અને પોતાના પાલનહારની બંદગી કરતા રહો ત્યાં સુધી કે તમે મૃત્યુ પામો.

Read Surah Al-Hijr in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.