Surah Taha in Gujarati: translation and audio
Surah 20 · طه · Ta-Ha · 135 verses
Surah Taha verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Taha word by word in English.
Verse 1
طه
Transliteration tta-ha
Gujarati ૧) તા-હા
Verse 2
مَآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْقُرْءَانَ لِتَشْقَىٰٓ
Transliteration mā anzalnā ʿalayka l-qur'āna litashqā
Gujarati ૨) અમે આ કુરઆન તમારા પર એટલા માટે અવતરિત નથી કર્યુ કે તમે સંકટમાં પડી જાવ.
Verse 3
إِلَّا تَذْكِرَةً لِّمَن يَخْشَىٰ
Transliteration illā tadhkiratan liman yakhshā
Gujarati ૩) પરંતુ તેને શિખામણ આપવા માટે જે અલ્લાહથી ડરતો રહે.
Verse 4
تَنزِيلًا مِّمَّنْ خَلَقَ ٱلْأَرْضَ وَٱلسَّمَـٰوَٰتِ ٱلْعُلَى
Transliteration tanzīlan mimman khalaqa l-arḍa wal-samāwāti l-ʿulā
Gujarati ૪) આનું અવતરણ તેની તરફથી છે, જેણે ધરતીનું અને ઊંચા આકાશોનું સર્જન કર્યુ.
Verse 5
ٱلرَّحْمَـٰنُ عَلَى ٱلْعَرْشِ ٱسْتَوَىٰ
Transliteration al-raḥmānu ʿalā l-ʿarshi is'tawā
Gujarati ૫) જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે.
Verse 6
لَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَمَا تَحْتَ ٱلثَّرَىٰ
Transliteration lahu mā fī l-samāwāti wamā fī l-arḍi wamā baynahumā wamā taḥta l-tharā
Gujarati ૬) જેની માલિકી હેઠળ આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની અને ધરતી નીચેની પણ દરેક વસ્તુઓ છે.
Verse 7
وَإِن تَجْهَرْ بِٱلْقَوْلِ فَإِنَّهُۥ يَعْلَمُ ٱلسِّرَّ وَأَخْفَى
Transliteration wa-in tajhar bil-qawli fa-innahu yaʿlamu l-sira wa-akhfā
Gujarati ૭) જો તમે ઊંચા અવાજે વાત કહો તો, તે તો દરેક છૂપી પરંતુ તેના કરતા પણ ઝીણવટ ભરી વસ્તુને પણ જાણે છે.
Verse 8
ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ لَهُ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ
Transliteration al-lahu lā ilāha illā huwa lahu l-asmāu l-ḥus'nā
Gujarati ૮) તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઈ પૂજ્ય નથી, શ્રેષ્ઠ નામ તેના જ છે.
Verse 9
وَهَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ
Transliteration wahal atāka ḥadīthu mūsā
Gujarati ૯) તમે મૂસા (અ.સ.)ના કિસ્સાને જાણો છો ?
Verse 10
إِذْ رَءَا نَارًا فَقَالَ لِأَهْلِهِ ٱمْكُثُوٓا۟ إِنِّىٓ ءَانَسْتُ نَارًا لَّعَلِّىٓ ءَاتِيكُم مِّنْهَا بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى ٱلنَّارِ هُدًى
Transliteration idh raā nāran faqāla li-ahlihi um'kuthū innī ānastu nāran laʿallī ātīkum min'hā biqabasin aw ajidu ʿalā l-nāri hudan
Gujarati ૧૦) જ્યારે તેમણે આગ જોઇ પોતાના ઘરવાળાઓને કહ્યું કે તમે થોડીક વાર ઊભા રહો, મને આગ દેખાઈ છે, શક્ય છે કે હું તેનો કોઈ અંગારો તમારી પાસે લાવું અથવા આગ પાસે જઇ માર્ગ શોધી લાવું.
Verse 11
فَلَمَّآ أَتَىٰهَا نُودِىَ يَـٰمُوسَىٰٓ
Transliteration falammā atāhā nūdiya yāmūsā
Gujarati ૧૧) જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો અવાજ કરવામાં આવ્યો કે, હે મૂસા !
Verse 12
إِنِّىٓ أَنَا۠ رَبُّكَ فَٱخْلَعْ نَعْلَيْكَ ۖ إِنَّكَ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى
Transliteration innī anā rabbuka fa-ikh'laʿ naʿlayka innaka bil-wādi l-muqadasi ṭuwan
Gujarati ૧૨) નિ:શંક હું જ તારો પાલનહાર છું. તમે પોતાના પગરખાં ઉતારી દો. કારણકે તમે પવિત્ર “તૂવા” નામના મેદાનમાં છો.
Verse 13
وَأَنَا ٱخْتَرْتُكَ فَٱسْتَمِعْ لِمَا يُوحَىٰٓ
Transliteration wa-anā ikh'tartuka fa-is'tamiʿ limā yūḥā
Gujarati ૧૩) અને મેં તમને પસંદ કરી લીધા, હવે જે વહી કરવામાં આવે તેને ધ્યાનથી સાંભળો.
Verse 14
إِنَّنِىٓ أَنَا ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّآ أَنَا۠ فَٱعْبُدْنِى وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكْرِىٓ
Transliteration innanī anā l-lahu lā ilāha illā anā fa-uʿ'bud'nī wa-aqimi l-ṣalata lidhik'rī
Gujarati ૧૪) નિ:શંક હું જ અલ્લાહ છું, મારા સિવાય બંદગીને લાયક બીજો કોઈ નથી. બસ ! તું મારી જ બંદગી કર અને મારી યાદ માટે નમાઝ પઢતો રહે.
Verse 15
إِنَّ ٱلسَّاعَةَ ءَاتِيَةٌ أَكَادُ أُخْفِيهَا لِتُجْزَىٰ كُلُّ نَفْسٍۭ بِمَا تَسْعَىٰ
Transliteration inna l-sāʿata ātiyatun akādu ukh'fīhā lituj'zā kullu nafsin bimā tasʿā
Gujarati ૧૫) નિ:શંક કયામત આવવાની છે, જેની જાણ હું કરવા ઇચ્છતો નથી, જેથી દરેક વ્યક્તિને તે બદલો આપવામાં આવે, જે પ્રયત્ન તેણે કર્યો હોય.
Verse 16
فَلَا يَصُدَّنَّكَ عَنْهَا مَن لَّا يُؤْمِنُ بِهَا وَٱتَّبَعَ هَوَىٰهُ فَتَرْدَىٰ
Transliteration falā yaṣuddannaka ʿanhā man lā yu'minu bihā wa-ittabaʿa hawāhu fatardā
Gujarati ૧૬) બસ ! હવે આ વિશે ચોક્કસ જાણ થયા પછી તમને કોઈ એવો વ્યક્તિ રોકી ન લે જે આના પર ઈમાન ન ધરાવતો હોય અને પોતાની મનેચ્છાઓની પાછળ લાગેલો હોય. નહિતો તમે નષ્ટ થઇ જશો.
Verse 17
وَمَا تِلْكَ بِيَمِينِكَ يَـٰمُوسَىٰ
Transliteration wamā til'ka biyamīnika yāmūsā
Gujarati ૧૭) હે મૂસા ! તારા જમણા હાથમાં શું છે ?
Verse 18
قَالَ هِىَ عَصَاىَ أَتَوَكَّؤُا۟ عَلَيْهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِى وَلِىَ فِيهَا مَـَٔارِبُ أُخْرَىٰ
Transliteration qāla hiya ʿaṣāya atawakka-u ʿalayhā wa-ahushu bihā ʿalā ghanamī waliya fīhā maāribu ukh'rā
Gujarati ૧૮) જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને બીજા ઘણા ફાયદા છે.
Verse 19
قَالَ أَلْقِهَا يَـٰمُوسَىٰ
Transliteration qāla alqihā yāmūsā
Gujarati ૧૯) કહ્યું હે મૂસા ! આને હાથ માંથી નીચે નાંખી દે.
Verse 20
فَأَلْقَىٰهَا فَإِذَا هِىَ حَيَّةٌ تَسْعَىٰ
Transliteration fa-alqāhā fa-idhā hiya ḥayyatun tasʿā
Gujarati ૨૦) નાંખતાની સાથે જ તે સાંપ બની દોડવા લાગી.
Verse 21
قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۖ سَنُعِيدُهَا سِيرَتَهَا ٱلْأُولَىٰ
Transliteration qāla khudh'hā walā takhaf sanuʿīduhā sīratahā l-ūlā
Gujarati ૨૧) કહ્યું કે નીડર થઇ આને પકડી લો, અમે તેને તે જ મૂળ સ્થિતિમાં ફરીવાર લાવી દઇશું.
Verse 22
وَٱضْمُمْ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخْرُجْ بَيْضَآءَ مِنْ غَيْرِ سُوٓءٍ ءَايَةً أُخْرَىٰ
Transliteration wa-uḍ'mum yadaka ilā janāḥika takhruj bayḍāa min ghayri sūin āyatan ukh'rā
Gujarati ૨૨) અને તારો હાથ પોતાની બગલમાં નાખ તો તે સફેદ પ્રકાશિત થઇને નીકળશે. પરંતુ કોઈ ખામી વગર આ બીજો ચમત્કાર છે.
Verse 23
لِنُرِيَكَ مِنْ ءَايَـٰتِنَا ٱلْكُبْرَى
Transliteration linuriyaka min āyātinā l-kub'rā
Gujarati ૨૩) આ એટલા માટે કે અમે તમને અમારી મોટી મોટી નિશાનીઓ બતાવવા ઇચ્છીએ છીએ.
Verse 24
ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ
Transliteration idh'hab ilā fir'ʿawna innahu ṭaghā
Gujarati ૨૪) હવે તમે ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ ફેલાવી રાખ્યો છે.
Verse 25
قَالَ رَبِّ ٱشْرَحْ لِى صَدْرِى
Transliteration qāla rabbi ish'raḥ lī ṣadrī
Gujarati ૨૫) મૂસા અ.સ.એ કહ્યું હે મારા પાલનહાર ! મારું હૃદય મારા માટે ખોલી નાંખ.
Verse 26
وَيَسِّرْ لِىٓ أَمْرِى
Transliteration wayassir lī amrī
Gujarati ૨૬) અને મારા કાર્યને મારા માટે સરળ બનાવી દે.
Verse 27
وَٱحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِى
Transliteration wa-uḥ'lul ʿuq'datan min lisānī
Gujarati ૨૭) અને મારી જબાનની ગાંઠ ખોલી નાંખ.
Verse 28
يَفْقَهُوا۟ قَوْلِى
Transliteration yafqahū qawlī
Gujarati ૨૮) જેથી લોકો મારી વાત સારી રીતે સમજી શકે.
Verse 29
وَٱجْعَل لِّى وَزِيرًا مِّنْ أَهْلِى
Transliteration wa-ij'ʿal lī wazīran min ahlī
Gujarati ૨૯) અને મારો નાયબ મારા કબીલા માંથી કરી દે.
Verse 30
هَـٰرُونَ أَخِى
Transliteration hārūna akhī
Gujarati ૩૦) એટલે કે મારા ભાઇ હારૂનને
Verse 31
ٱشْدُدْ بِهِۦٓ أَزْرِى
Transliteration ush'dud bihi azrī
Gujarati ૩૧) તું તેનાથી મારી કમર મજબૂત કરી દે.
Verse 32
وَأَشْرِكْهُ فِىٓ أَمْرِى
Transliteration wa-ashrik'hu fī amrī
Gujarati ૩૨) અને તેને મારો ભાગીદાર બનાવ.
Verse 33
كَىْ نُسَبِّحَكَ كَثِيرًا
Transliteration kay nusabbiḥaka kathīran
Gujarati ૩૩) જેથી અમે બન્ને વધુમાં વધુ તારા નામનું સ્મરણ કરીએ.
Verse 34
وَنَذْكُرَكَ كَثِيرًا
Transliteration wanadhkuraka kathīran
Gujarati ૩૪) અને વધારેમાં વધારે તને યાદ કરીએ.
Verse 35
إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا
Transliteration innaka kunta binā baṣīran
Gujarati ૩૫) નિ:શંક તું અમને ખૂબ સારી રીતે જોનાર છે.
Verse 36
قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَـٰمُوسَىٰ
Transliteration qāla qad ūtīta su'laka yāmūsā
Gujarati ૩૬) અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા તારી બધી જ માંગણી પૂરી કરવામાં આવી.
Verse 37
وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً أُخْرَىٰٓ
Transliteration walaqad manannā ʿalayka marratan ukh'rā
Gujarati ૩૭) અમે તો તમારા પર એકવાર આના કરતા મોટો ઉપકાર કર્યો હતો.
Verse 38
إِذْ أَوْحَيْنَآ إِلَىٰٓ أُمِّكَ مَا يُوحَىٰٓ
Transliteration idh awḥaynā ilā ummika mā yūḥā
Gujarati ૩૮) જ્યારે અમે તમારી માતાના દિલમાં તે વિચાર મૂકી દીધો, જેની વાત હવે કરવામાં આવી રહી છે.
Verse 39
أَنِ ٱقْذِفِيهِ فِى ٱلتَّابُوتِ فَٱقْذِفِيهِ فِى ٱلْيَمِّ فَلْيُلْقِهِ ٱلْيَمُّ بِٱلسَّاحِلِ يَأْخُذْهُ عَدُوٌّ لِّى وَعَدُوٌّ لَّهُۥ ۚ وَأَلْقَيْتُ عَلَيْكَ مَحَبَّةً مِّنِّى وَلِتُصْنَعَ عَلَىٰ عَيْنِىٓ
Transliteration ani iq'dhifīhi fī l-tābūti fa-iq'dhifīhi fī l-yami falyul'qihi l-yamu bil-sāḥili yakhudh'hu ʿaduwwun lī waʿaduwwun lahu wa-alqaytu ʿalayka maḥabbatan minnī walituṣ'naʿa ʿalā ʿaynī
Gujarati ૩૯) કે તું તેને પેટીમાં બંધ કરી દરિયામાં છોડી દે, બસ ! દરિયો તેને કિનારા પર લાવી દેશે અને મારો અને તેનો શત્રુ તેને લઇ લેશે અને મારા તરફથી ખાસ કૃપા તમારા પર અવતરિત કરી દીધી, જેથી તમારો ઉછેર મારી સામે કરવામાં આવે.
Verse 40
إِذْ تَمْشِىٓ أُخْتُكَ فَتَقُولُ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ مَن يَكْفُلُهُۥ ۖ فَرَجَعْنَـٰكَ إِلَىٰٓ أُمِّكَ كَىْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ ۚ وَقَتَلْتَ نَفْسًا فَنَجَّيْنَـٰكَ مِنَ ٱلْغَمِّ وَفَتَنَّـٰكَ فُتُونًا ۚ فَلَبِثْتَ سِنِينَ فِىٓ أَهْلِ مَدْيَنَ ثُمَّ جِئْتَ عَلَىٰ قَدَرٍ يَـٰمُوسَىٰ
Transliteration idh tamshī ukh'tuka fataqūlu hal adullukum ʿalā man yakfuluhu farajaʿnāka ilā ummika kay taqarra ʿaynuhā walā taḥzana waqatalta nafsan fanajjaynāka mina l-ghami wafatannāka futūnan falabith'ta sinīna fī ahli madyana thumma ji'ta ʿalā qadarin yāmūsā
Gujarati ૪૦) (યાદ કરો) જ્યારે કે તમારી બહેન ચાલી રહી હતી અને કહેતી હતી કે જો તમે કહો તો હું તેને જણાવી દઉં, જે તેની દેખરેખ રાખે, આ ઉપાયથી અમે તમને ફરી તમારી માતા પાસે પહોંચાડ્યા જેથી તેની આંખો ઠંડી રહે અને તે નિરાશ ન થાય અને તમે એક વ્યક્તિને મારી નાંખ્યો હતો, તેનાથી પણ અમે તમને નિરાશ થવાથી બચાવી લીધા, છેવટે અમે તમારી કસોટી ખૂબ સારી રીતે કરી લીધી, પછી તમે કેટલાય વર્ષ સુધી “મદયન” શહેરના લોકો સાથે રહ્યા, પછી અલ્લાહની ઇચ્છા પ્રમાણે હે મૂસા ! તમે આવ્યા.
Verse 41
وَٱصْطَنَعْتُكَ لِنَفْسِى
Transliteration wa-iṣ'ṭanaʿtuka linafsī
Gujarati ૪૧) અને મેં તમને ખાસ પોતાના માટે પસંદ કરી લીધા.
Verse 42
ٱذْهَبْ أَنتَ وَأَخُوكَ بِـَٔايَـٰتِى وَلَا تَنِيَا فِى ذِكْرِى
Transliteration idh'hab anta wa-akhūka biāyātī walā taniyā fī dhik'rī
Gujarati ૪૨) હવે તમે પોતાના ભાઇને અને મારી નિશાનીઓને સાથે લઇ જાવ. અને ખબરદાર મારી યાદમાં સુસ્તી ન કરશો.
Verse 43
ٱذْهَبَآ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ
Transliteration idh'habā ilā fir'ʿawna innahu ṭaghā
Gujarati ૪૩) તમે બન્ને ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ કર્યો છે.
Verse 44
فَقُولَا لَهُۥ قَوْلًا لَّيِّنًا لَّعَلَّهُۥ يَتَذَكَّرُ أَوْ يَخْشَىٰ
Transliteration faqūlā lahu qawlan layyinan laʿallahu yatadhakkaru aw yakhshā
Gujarati ૪૪) તેને નમ્રતાપૂર્વક સમજાવો કે કદાચ તે સમજી જાય અથવા ડરી જાય.
Verse 45
قَالَا رَبَّنَآ إِنَّنَا نَخَافُ أَن يَفْرُطَ عَلَيْنَآ أَوْ أَن يَطْغَىٰ
Transliteration qālā rabbanā innanā nakhāfu an yafruṭa ʿalaynā aw an yaṭghā
Gujarati ૪૫) બન્નેએ કહ્યું કે હે અમારા પાલનહાર ! અમને ભય છે કે ક્યાંક ફિરઔન અમારા પર કોઈ અત્યાચાર ન કરે, અથવા પોતાના વિદ્રોહમાં વધી ન જાય.
Verse 46
قَالَ لَا تَخَافَآ ۖ إِنَّنِى مَعَكُمَآ أَسْمَعُ وَأَرَىٰ
Transliteration qāla lā takhāfā innanī maʿakumā asmaʿu wa-arā
Gujarati ૪૬) કહ્યું કે તમે ભયભીત ન થાવ, હું તમારી સાથે છું અને હું સાંભળતો, જોતો રહીશ.
Verse 47
فَأْتِيَاهُ فَقُولَآ إِنَّا رَسُولَا رَبِّكَ فَأَرْسِلْ مَعَنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ وَلَا تُعَذِّبْهُمْ ۖ قَدْ جِئْنَـٰكَ بِـَٔايَةٍ مِّن رَّبِّكَ ۖ وَٱلسَّلَـٰمُ عَلَىٰ مَنِ ٱتَّبَعَ ٱلْهُدَىٰٓ
Transliteration fatiyāhu faqūlā innā rasūlā rabbika fa-arsil maʿanā banī is'rāīla walā tuʿadhib'hum qad ji'nāka biāyatin min rabbika wal-salāmu ʿalā mani ittabaʿa l-hudā
Gujarati ૪૭) તમે તેની પાસે જઇને કહો કે અમે તારા પાલનહારના પયગંબરો છીએ, તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનને મોકલી દે, તેમની સજાને ટાળી દે, અમે તો તારી પાસે તારા પાલનહાર તરફથી નિશાની લઇને આવ્યા છે અને સલામતી તેના જ માટે છે જે સત્ય માર્ગદર્શન સ્વીકારી લે.
Verse 48
إِنَّا قَدْ أُوحِىَ إِلَيْنَآ أَنَّ ٱلْعَذَابَ عَلَىٰ مَن كَذَّبَ وَتَوَلَّىٰ
Transliteration innā qad ūḥiya ilaynā anna l-ʿadhāba ʿalā man kadhaba watawallā
Gujarati ૪૮) અમારી તરફ વહી કરવામાં આવી છે કે જે જુઠલાવે અને અવજ્ઞા કરે તેના માટે યાતના છે.
Verse 49
قَالَ فَمَن رَّبُّكُمَا يَـٰمُوسَىٰ
Transliteration qāla faman rabbukumā yāmūsā
Gujarati ૪૯) ફિરઔને પ્રશ્ન કર્યો કે હે મૂસા ! તમારા બન્નેન્નો પાલનહાર કોણ છે ?
Verse 50
قَالَ رَبُّنَا ٱلَّذِىٓ أَعْطَىٰ كُلَّ شَىْءٍ خَلْقَهُۥ ثُمَّ هَدَىٰ
Transliteration qāla rabbunā alladhī aʿṭā kulla shayin khalqahu thumma hadā
Gujarati ૫૦) જવાબ આપ્યો કે અમારો પાલનહાર તે છે જેણે દરેકને તેનો ખાસ ચહેરો આપ્યો. પછી માર્ગ બતાવ્યો.
Verse 51
قَالَ فَمَا بَالُ ٱلْقُرُونِ ٱلْأُولَىٰ
Transliteration qāla famā bālu l-qurūni l-ūlā
Gujarati ૫૧) તેણે કહ્યું કે સારું, જણાવો કે આગળના લોકોની દશા શું થવાની છે ?
Verse 52
قَالَ عِلْمُهَا عِندَ رَبِّى فِى كِتَـٰبٍ ۖ لَّا يَضِلُّ رَبِّى وَلَا يَنسَى
Transliteration qāla ʿil'muhā ʿinda rabbī fī kitābin lā yaḍillu rabbī walā yansā
Gujarati ૫૨) જવાબ આપ્યો કે તેનું જ્ઞાન મારા પાલનહારની પાસે કિતાબમાં છે. ન તો મારો પાલનહાર ભૂલ કરે છે અને ન તો ભૂલી જાય છે.
Verse 53
ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ مَهْدًا وَسَلَكَ لَكُمْ فِيهَا سُبُلًا وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَخْرَجْنَا بِهِۦٓ أَزْوَٰجًا مِّن نَّبَاتٍ شَتَّىٰ
Transliteration alladhī jaʿala lakumu l-arḍa mahdan wasalaka lakum fīhā subulan wa-anzala mina l-samāi māan fa-akhrajnā bihi azwājan min nabātin shattā
Gujarati ૫૩) તેણે જ તમારા માટે ધરતીને પાથરણું બનાવ્યું અને તેણે તેમાં ચાલવા માટે માર્ગો બનાવ્યા અને આકાશ માંથી પાણી પણ તે જ વરસાવે છે, પછી તે વરસાદના કારણે અલગ-અલગ પ્રકારની ઊપજો અમે જ ઊપજાવીએ છીએ.
Verse 54
كُلُوا۟ وَٱرْعَوْا۟ أَنْعَـٰمَكُمْ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّأُو۟لِى ٱلنُّهَىٰ
Transliteration kulū wa-ir'ʿaw anʿāmakum inna fī dhālika laāyātin li-ulī l-nuhā
Gujarati ૫૪ તમે પોતે ખાઓ અને પોતાના ઢોરોને પણ ચરાવો, કોઈ શંકા નથી કે આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
Verse 55
۞ مِنْهَا خَلَقْنَـٰكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
Transliteration min'hā khalaqnākum wafīhā nuʿīdukum wamin'hā nukh'rijukum tāratan ukh'rā
Gujarati ૫૫) તે જ ધરતી માંથી અમે તમારું સર્જન કર્યું અને તેમાં જ પાછા ફેરવીશું અને તેમાંથી જ ફરીવાર તમને સૌને બહાર કાઢીશું.
Verse 56
وَلَقَدْ أَرَيْنَـٰهُ ءَايَـٰتِنَا كُلَّهَا فَكَذَّبَ وَأَبَىٰ
Transliteration walaqad araynāhu āyātinā kullahā fakadhaba wa-abā
Gujarati ૫૬) અમે તેને અમારી દરેક નિશાનીઓ બતાવી, પરંતુ તો પણ તેણે અવજ્ઞા કરી અને ઇન્કાર કર્યો.
Verse 57
قَالَ أَجِئْتَنَا لِتُخْرِجَنَا مِنْ أَرْضِنَا بِسِحْرِكَ يَـٰمُوسَىٰ
Transliteration qāla aji'tanā litukh'rijanā min arḍinā bisiḥ'rika yāmūsā
Gujarati ૫૭) કહેવા લાગ્યો, હે મૂસા ! શું એટલા માટે આવ્યો છે કે પોતાના જાદુના જોરથી અમારા શહેર માંથી અમને બહાર કાઢી મૂકો ?
Verse 58
فَلَنَأْتِيَنَّكَ بِسِحْرٍ مِّثْلِهِۦ فَٱجْعَلْ بَيْنَنَا وَبَيْنَكَ مَوْعِدًا لَّا نُخْلِفُهُۥ نَحْنُ وَلَآ أَنتَ مَكَانًا سُوًى
Transliteration falanatiyannaka bisiḥ'rin mith'lihi fa-ij'ʿal baynanā wabaynaka mawʿidan lā nukh'lifuhu naḥnu walā anta makānan suwan
Gujarati ૫૮) સારું, અમે પણ તારી વિરુદ્ધ તેના જેવું જ જાદુ જરૂર લાવીશું, બસ તું અમારી અને તારી વચ્ચે એક સમય નક્કી કરી દે, કે ન તો અમે તેની વિરુદ્ધ કરીએ અને ન તું, સમથળ મેદાનમાં સ્પર્ધા થાય.
Verse 59
قَالَ مَوْعِدُكُمْ يَوْمُ ٱلزِّينَةِ وَأَن يُحْشَرَ ٱلنَّاسُ ضُحًى
Transliteration qāla mawʿidukum yawmu l-zīnati wa-an yuḥ'shara l-nāsu ḍuḥan
Gujarati ૫૯) મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે શણગાર અને જલસાનો દિવસ નક્કી છે અને એ કે લોકો સવાર માંજ ભેગા થઇ જાય.
Verse 60
فَتَوَلَّىٰ فِرْعَوْنُ فَجَمَعَ كَيْدَهُۥ ثُمَّ أَتَىٰ
Transliteration fatawallā fir'ʿawnu fajamaʿa kaydahu thumma atā
Gujarati ૬૦) બસ ! ફિરઔન પાછો ફર્યો અને તેણે પોતાની યુક્તિઓ ભેગી કરી, આવી ગયો.
Verse 61
قَالَ لَهُم مُّوسَىٰ وَيْلَكُمْ لَا تَفْتَرُوا۟ عَلَى ٱللَّهِ كَذِبًا فَيُسْحِتَكُم بِعَذَابٍ ۖ وَقَدْ خَابَ مَنِ ٱفْتَرَىٰ
Transliteration qāla lahum mūsā waylakum lā taftarū ʿalā l-lahi kadhiban fayus'ḥitakum biʿadhābin waqad khāba mani if'tarā
Gujarati ૬૧) મૂસા અ.સ.એ તેને કહ્યું તમારી હાર આવી ગઇ, અલ્લાહ તઆલા પર જૂઠાણું ન બાંધો કે જેથી તે તમને યાતના આપી નષ્ટ કરી દે, યાદ રાખો તે ક્યારેય સફળ નહીં થાય, જેણે ખોટી વાત ઊપજાવી.
Verse 62
فَتَنَـٰزَعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ وَأَسَرُّوا۟ ٱلنَّجْوَىٰ
Transliteration fatanāzaʿū amrahum baynahum wa-asarrū l-najwā
Gujarati ૬૨) બસ ! આ લોકોને અંદરોઅંદર સલાહ સૂચન કરવામાં વિરોધાભાસી થઇ ગયા અને છૂપાઇને ધીરેધીરે સલાહસૂચન કરવા લાગ્યા.
Verse 63
قَالُوٓا۟ إِنْ هَـٰذَٰنِ لَسَـٰحِرَٰنِ يُرِيدَانِ أَن يُخْرِجَاكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِمَا وَيَذْهَبَا بِطَرِيقَتِكُمُ ٱلْمُثْلَىٰ
Transliteration qālū in hādhāni lasāḥirāni yurīdāni an yukh'rijākum min arḍikum bisiḥ'rihimā wayadhhabā biṭarīqatikumu l-muth'lā
Gujarati ૬૩) કહેવા લાગ્યા કે આ બન્ને ફક્ત જાદુગર છે અને તેમની ઇચ્છા એ છે કે પોતાના જાદુના જોરથી તમને તમારા શહેર માંથી કાઢી મૂકે અને તમારા શ્રેષ્ઠ ધર્મને બરબાદ કરી દે.
Verse 64
فَأَجْمِعُوا۟ كَيْدَكُمْ ثُمَّ ٱئْتُوا۟ صَفًّا ۚ وَقَدْ أَفْلَحَ ٱلْيَوْمَ مَنِ ٱسْتَعْلَىٰ
Transliteration fa-ajmiʿū kaydakum thumma i'tū ṣaffan waqad aflaḥa l-yawma mani is'taʿlā
Gujarati ૬૪) તો તમે પણ પોતાની કોઈ યુક્તિ ન છોડશો, પછી સીધા લાઇનબંધ આવો, જે આજે વિજય પામ્યો તે જ બાજી લઇ ગયો.
Verse 65
قَالُوا۟ يَـٰمُوسَىٰٓ إِمَّآ أَن تُلْقِىَ وَإِمَّآ أَن نَّكُونَ أَوَّلَ مَنْ أَلْقَىٰ
Transliteration qālū yāmūsā immā an tul'qiya wa-immā an nakūna awwala man alqā
Gujarati ૬૫) કહેવા લાગ્યા કે, હે મૂસા ! તું પહેલા નાંખ અથવા અમે પહેલા નાંખીએ.
Verse 66
قَالَ بَلْ أَلْقُوا۟ ۖ فَإِذَا حِبَالُهُمْ وَعِصِيُّهُمْ يُخَيَّلُ إِلَيْهِ مِن سِحْرِهِمْ أَنَّهَا تَسْعَىٰ
Transliteration qāla bal alqū fa-idhā ḥibāluhum waʿiṣiyyuhum yukhayyalu ilayhi min siḥ'rihim annahā tasʿā
Gujarati ૬૬) જવાબ આપ્યો કે નહીં, તમે જ પહેલા નાંખો, હવે તો મૂસા અ.સ. એવું વિચારવા લાગ્યા કે તેમની દોરીઓ અને લાકડીઓ તેમના જાદુના જોરથી દોડી રહી છે.
Verse 67
فَأَوْجَسَ فِى نَفْسِهِۦ خِيفَةً مُّوسَىٰ
Transliteration fa-awjasa fī nafsihi khīfatan mūsā
Gujarati ૬૭) બસ ! મૂસા અ.સ. મનમાં ને મનમાં ભયભીત થયા.
Verse 68
قُلْنَا لَا تَخَفْ إِنَّكَ أَنتَ ٱلْأَعْلَىٰ
Transliteration qul'nā lā takhaf innaka anta l-aʿlā
Gujarati ૬૮) અમે કહ્યું ભયભીત ન થાઓ, તમે જ વિજય મેળવશો અને ચઢિયાતા રહેશો.
Verse 69
وَأَلْقِ مَا فِى يَمِينِكَ تَلْقَفْ مَا صَنَعُوٓا۟ ۖ إِنَّمَا صَنَعُوا۟ كَيْدُ سَـٰحِرٍ ۖ وَلَا يُفْلِحُ ٱلسَّاحِرُ حَيْثُ أَتَىٰ
Transliteration wa-alqi mā fī yamīnika talqaf mā ṣanaʿū innamā ṣanaʿū kaydu sāḥirin walā yuf'liḥu l-sāḥiru ḥaythu atā
Gujarati ૬૯) અને તમારા જમણા હાથમાં જે છે તેને નાંખી દો, કે તેમની દરેક કારીગરીને ગળી જાય. તેઓએ જે કંઇ પણ બનાવ્યું છે આ તો ફક્ત જાદુગરોની યુક્તિઓ છે અને જાદુગરો ગમે ત્યાંથી આવે, સફળ નથી થતા.
Verse 70
فَأُلْقِىَ ٱلسَّحَرَةُ سُجَّدًا قَالُوٓا۟ ءَامَنَّا بِرَبِّ هَـٰرُونَ وَمُوسَىٰ
Transliteration fa-ul'qiya l-saḥaratu sujjadan qālū āmannā birabbi hārūna wamūsā
Gujarati ૭૦) હવે તો દરેક જાદુગરો સિજદામાં પડી ગયા અને પોકારવા લાગ્યા કે અમે તો હારૂન અને મૂસાના પાલનહાર પર ઈમાન લાવ્યા.
Verse 71
قَالَ ءَامَنتُمْ لَهُۥ قَبْلَ أَنْ ءَاذَنَ لَكُمْ ۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِى عَلَّمَكُمُ ٱلسِّحْرَ ۖ فَلَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَـٰفٍ وَلَأُصَلِّبَنَّكُمْ فِى جُذُوعِ ٱلنَّخْلِ وَلَتَعْلَمُنَّ أَيُّنَآ أَشَدُّ عَذَابًا وَأَبْقَىٰ
Transliteration qāla āmantum lahu qabla an ādhana lakum innahu lakabīrukumu alladhī ʿallamakumu l-siḥ'ra fala-uqaṭṭiʿanna aydiyakum wa-arjulakum min khilāfin wala-uṣallibannakum fī judhūʿi l-nakhli walataʿlamunna ayyunā ashaddu ʿadhāban wa-abqā
Gujarati ૭૧) ફિરઔન કહેવા લાગ્યો કે શું મારી પરવાનગી પહેલા જ તમે તેના પર ઈમાન લઇ આવ્યા ? નિ:શંક આ જ તમારો વડીલ છે જેણે તમને જાદુ શિખવાડ્યું છે. (સાંભળો) હું તમારા હાથ-પગ વિરુદ્ધ દિશામાં કપાવી તમને સૌને ખજૂરની ડાળીઓ પર ઊંધા લટકાવી દઇશ અને તમે સંપૂર્ણ રીતે જાણી લેશો કે અમારા માંથી કોનો માર વધારે સખત અને બાકી રહેનારો છે.
Verse 72
قَالُوا۟ لَن نُّؤْثِرَكَ عَلَىٰ مَا جَآءَنَا مِنَ ٱلْبَيِّنَـٰتِ وَٱلَّذِى فَطَرَنَا ۖ فَٱقْضِ مَآ أَنتَ قَاضٍ ۖ إِنَّمَا تَقْضِى هَـٰذِهِ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَآ
Transliteration qālū lan nu'thiraka ʿalā mā jāanā mina l-bayināti wa-alladhī faṭaranā fa-iq'ḍi mā anta qāḍin innamā taqḍī hādhihi l-ḥayata l-dun'yā
Gujarati ૭૨) તે લોકોએ જવાબ આપ્યો કે અશક્ય છે કે અમે તને પ્રોત્સાહન આપીએ આ પુરાવા પર, જે અમારી સમક્ષ આવી પહોંચ્યા અને તે અલ્લાહ પર જેણે અમારું સર્જન કર્યું છે, હવે તો તું જે કંઇ કરવાનો છે કરી લે. તું જે કંઇ પણ આદેશ આપી શકતો હોય તે ફક્ત દુનિયાના જીવન માટે જ છે.
Verse 73
إِنَّآ ءَامَنَّا بِرَبِّنَا لِيَغْفِرَ لَنَا خَطَـٰيَـٰنَا وَمَآ أَكْرَهْتَنَا عَلَيْهِ مِنَ ٱلسِّحْرِ ۗ وَٱللَّهُ خَيْرٌ وَأَبْقَىٰٓ
Transliteration innā āmannā birabbinā liyaghfira lanā khaṭāyānā wamā akrahtanā ʿalayhi mina l-siḥ'ri wal-lahu khayrun wa-abqā
Gujarati ૭૩) અમે પોતાના પાલનહાર પર ઈમાન લાવ્યા કે જેથી તે અમારી ભૂલોને માફ કરે અને જાદુગરી (નો પાપ) જેના માટે તે અમને ઉભાર્યા છે. અલ્લાહ જ શ્રેષ્ઠ અને હંમેશા રહેવાવાળો છે.
Verse 74
إِنَّهُۥ مَن يَأْتِ رَبَّهُۥ مُجْرِمًا فَإِنَّ لَهُۥ جَهَنَّمَ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
Transliteration innahu man yati rabbahu muj'riman fa-inna lahu jahannama lā yamūtu fīhā walā yaḥyā
Gujarati ૭૪) વાત એવી છે કે જે પણ પાપી બની અલ્લાહ પાસે આવશે, તેના માટે જહન્નમ છે, જ્યાં ન મૃત્યુ હશે અને ન જીવન હશે.
Verse 75
وَمَن يَأْتِهِۦ مُؤْمِنًا قَدْ عَمِلَ ٱلصَّـٰلِحَـٰتِ فَأُو۟لَـٰٓئِكَ لَهُمُ ٱلدَّرَجَـٰتُ ٱلْعُلَىٰ
Transliteration waman yatihi mu'minan qad ʿamila l-ṣāliḥāti fa-ulāika lahumu l-darajātu l-ʿulā
Gujarati ૭૫) અને જે પણ તેની પાસે ઈમાનની સ્થિતિમાં આવશે અને તેણે સત્કાર્યો કર્યા હશે, તેના માટે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત દરજ્જા છે.
Verse 76
جَنَّـٰتُ عَدْنٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَآءُ مَن تَزَكَّىٰ
Transliteration jannātu ʿadnin tajrī min taḥtihā l-anhāru khālidīna fīhā wadhālika jazāu man tazakkā
Gujarati ૭૬) હંમેશાવાળી જન્નતો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ જ ઇનામ (બક્ષિસ) છે તે દરેક વ્યક્તિ માટે, જે (પાપોથી) પવિત્ર થયો.
Verse 77
وَلَقَدْ أَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنْ أَسْرِ بِعِبَادِى فَٱضْرِبْ لَهُمْ طَرِيقًا فِى ٱلْبَحْرِ يَبَسًا لَّا تَخَـٰفُ دَرَكًا وَلَا تَخْشَىٰ
Transliteration walaqad awḥaynā ilā mūsā an asri biʿibādī fa-iḍ'rib lahum ṭarīqan fī l-baḥri yabasan lā takhāfu darakan walā takhshā
Gujarati ૭૭) અમે મૂસા અ.સ. તરફ વહી અવતરિત કરી કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ અને તેમના માટે દરિયામાં સૂકો માર્ગ બનાવ, પછી તમને કોઈનાથી પકડાઇ જવાનો ન ભય હશે, ન ડર.
Verse 78
فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ بِجُنُودِهِۦ فَغَشِيَهُم مِّنَ ٱلْيَمِّ مَا غَشِيَهُمْ
Transliteration fa-atbaʿahum fir'ʿawnu bijunūdihi faghashiyahum mina l-yami mā ghashiyahum
Gujarati ૭૮) ફિરઔને પોતાના લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી તો દરિયો તે સૌના પર છવાઇ ગયો, જેવો છવાઇ જવાનો હતો.
Verse 79
وَأَضَلَّ فِرْعَوْنُ قَوْمَهُۥ وَمَا هَدَىٰ
Transliteration wa-aḍalla fir'ʿawnu qawmahu wamā hadā
Gujarati ૭૯) ફિરઔને પોતાની કોમને પથભ્રષ્ટતામાં નાંખી દીધી અને સત્ય માર્ગ ન બતાવ્યો.
Verse 80
يَـٰبَنِىٓ إِسْرَٰٓءِيلَ قَدْ أَنجَيْنَـٰكُم مِّنْ عَدُوِّكُمْ وَوَٰعَدْنَـٰكُمْ جَانِبَ ٱلطُّورِ ٱلْأَيْمَنَ وَنَزَّلْنَا عَلَيْكُمُ ٱلْمَنَّ وَٱلسَّلْوَىٰ
Transliteration yābanī is'rāīla qad anjaynākum min ʿaduwwikum wawāʿadnākum jāniba l-ṭūri l-aymana wanazzalnā ʿalaykumu l-mana wal-salwā
Gujarati ૮૦) હે ઇસ્રાઇલના સંતાનો ! જુઓ, અમે તમને તમારા શત્રુઓથી છુટકારો આપ્યો અને તમારી સાથે તૂર નામના પર્વતની જમણી બાજુનું વચન કર્યું. અને તમારા માટે “મન્ અને સલ્વા” ઉતાર્યું.
Verse 81
كُلُوا۟ مِن طَيِّبَـٰتِ مَا رَزَقْنَـٰكُمْ وَلَا تَطْغَوْا۟ فِيهِ فَيَحِلَّ عَلَيْكُمْ غَضَبِى ۖ وَمَن يَحْلِلْ عَلَيْهِ غَضَبِى فَقَدْ هَوَىٰ
Transliteration kulū min ṭayyibāti mā razaqnākum walā taṭghaw fīhi fayaḥilla ʿalaykum ghaḍabī waman yaḥlil ʿalayhi ghaḍabī faqad hawā
Gujarati ૮૧) તમે અમારી આપેલી પવિત્ર રોજી ખાઓ અને તેમાં હદ ન વટાવો, નહિતર તમારા પર મારો ગુસ્સો ઊતરશે. અને જેના પર મારો ગુસ્સો ઊતરી જાય, તે ખરેખર નષ્ટ થઇ ગયો.
Verse 82
وَإِنِّى لَغَفَّارٌ لِّمَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَـٰلِحًا ثُمَّ ٱهْتَدَىٰ
Transliteration wa-innī laghaffārun liman tāba waāmana waʿamila ṣāliḥan thumma ih'tadā
Gujarati ૮૨) હાં ! નિ:શંક હું તેમને માફ કરી દેવાનો છું જેઓ તૌબા કરશે, ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે અને સત્ય માર્ગ પર જ રહેશે.
Verse 83
۞ وَمَآ أَعْجَلَكَ عَن قَوْمِكَ يَـٰمُوسَىٰ
Transliteration wamā aʿjalaka ʿan qawmika yāmūsā
Gujarati ૮૩) હે મૂસા ! તમને પોતાની કોમ પાસેથી (બેદરકાર થઇ) કેવી વસ્તુ ઝડપથી લઇ આવી ?
Verse 84
قَالَ هُمْ أُو۟لَآءِ عَلَىٰٓ أَثَرِى وَعَجِلْتُ إِلَيْكَ رَبِّ لِتَرْضَىٰ
Transliteration qāla hum ulāi ʿalā atharī waʿajil'tu ilayka rabbi litarḍā
Gujarati ૮૪) કહ્યું કે તે લોકો મારી પાછળ જ છે અને હે પાલનહાર ! હું તારા તરફ જલ્દી એટલા માટે આવ્યો કે તું પ્રસન્ન થઇ જાવ.
Verse 85
قَالَ فَإِنَّا قَدْ فَتَنَّا قَوْمَكَ مِنۢ بَعْدِكَ وَأَضَلَّهُمُ ٱلسَّامِرِىُّ
Transliteration qāla fa-innā qad fatannā qawmaka min baʿdika wa-aḍallahumu l-sāmiriyu
Gujarati ૮૫) કહ્યું, અમે તારી કોમને તારી પાછળ કસોટીમાં નાંખી દીધી અને તે લોકોને “સામરી” એ પથભ્રષ્ટ કરી દીધા.
Verse 86
فَرَجَعَ مُوسَىٰٓ إِلَىٰ قَوْمِهِۦ غَضْبَـٰنَ أَسِفًا ۚ قَالَ يَـٰقَوْمِ أَلَمْ يَعِدْكُمْ رَبُّكُمْ وَعْدًا حَسَنًا ۚ أَفَطَالَ عَلَيْكُمُ ٱلْعَهْدُ أَمْ أَرَدتُّمْ أَن يَحِلَّ عَلَيْكُمْ غَضَبٌ مِّن رَّبِّكُمْ فَأَخْلَفْتُم مَّوْعِدِى
Transliteration farajaʿa mūsā ilā qawmihi ghaḍbāna asifan qāla yāqawmi alam yaʿid'kum rabbukum waʿdan ḥasanan afaṭāla ʿalaykumu l-ʿahdu am aradttum an yaḥilla ʿalaykum ghaḍabun min rabbikum fa-akhlaftum mawʿidī
Gujarati ૮૬) બસ ! મૂસા અ.સ. સખત ગુસ્સે થઇ, દુ:ખી થઇ પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે હે મારી કોમના લોકો ! શું તમારી સાથે તમારા પાલનહારે સદાચારનું વચન ન હતું લીધું ? શું આ સમયગાળો તમને લાંબો લાગ્યો ? પરંતુ તમારી ઇચ્છા એ જ છે કે તમારા પર તમારો પાલનહાર ગુસ્સે થાય, કે તમે મારા વચનનો ભંગ કર્યો.
Verse 87
قَالُوا۟ مَآ أَخْلَفْنَا مَوْعِدَكَ بِمَلْكِنَا وَلَـٰكِنَّا حُمِّلْنَآ أَوْزَارًا مِّن زِينَةِ ٱلْقَوْمِ فَقَذَفْنَـٰهَا فَكَذَٰلِكَ أَلْقَى ٱلسَّامِرِىُّ
Transliteration qālū mā akhlafnā mawʿidaka bimalkinā walākinnā ḥummil'nā awzāran min zīnati l-qawmi faqadhafnāhā fakadhālika alqā l-sāmiriyu
Gujarati ૮૭) તે લોકોએ જવાબ આપ્યો કે, અમે પોતાના અધિકારથી તમારી સાથે વચન ભંગ નથી કર્યું, પરંતુ અમે જે ઘરેણાં ઉઠાવ્યા હતા, તેને અમે નાંખી દીધા અને આવી રીતે સામરીએ પણ નાંખી દીધા.
Verse 88
فَأَخْرَجَ لَهُمْ عِجْلًا جَسَدًا لَّهُۥ خُوَارٌ فَقَالُوا۟ هَـٰذَآ إِلَـٰهُكُمْ وَإِلَـٰهُ مُوسَىٰ فَنَسِىَ
Transliteration fa-akhraja lahum ʿij'lan jasadan lahu khuwārun faqālū hādhā ilāhukum wa-ilāhu mūsā fanasiya
Gujarati ૮૮) પછી તેણે લોકો માટે એક વાછરડું બનાવ્યું એટલે કે વાછરડાની મૂર્તિ, જેનો ગાય જેવો અવાજ પણ હતો, પછી કહેવા લાગ્યા કે આ તમારો પણ પાલનહાર છે અને મૂસાનો પણ, પરંતુ મૂસા ભૂલી ગયો છે.
Verse 89
أَفَلَا يَرَوْنَ أَلَّا يَرْجِعُ إِلَيْهِمْ قَوْلًا وَلَا يَمْلِكُ لَهُمْ ضَرًّا وَلَا نَفْعًا
Transliteration afalā yarawna allā yarjiʿu ilayhim qawlan walā yamliku lahum ḍarran walā nafʿan
Gujarati ૮૯) શું આ પથભ્રષ્ટ લોકો એ પણ નથી જોતા કે તે તો તેમની વાતોનો જવાબ પણ નથી આપી શકતો અને તેમના કોઈ સારાંનરસાંનો અધિકાર પણ નથી રાખતો.
Verse 90
وَلَقَدْ قَالَ لَهُمْ هَـٰرُونُ مِن قَبْلُ يَـٰقَوْمِ إِنَّمَا فُتِنتُم بِهِۦ ۖ وَإِنَّ رَبَّكُمُ ٱلرَّحْمَـٰنُ فَٱتَّبِعُونِى وَأَطِيعُوٓا۟ أَمْرِى
Transliteration walaqad qāla lahum hārūnu min qablu yāqawmi innamā futintum bihi wa-inna rabbakumu l-raḥmānu fa-ittabiʿūnī wa-aṭīʿū amrī
Gujarati ૯૦) અને હારૂન અ.સ.એ આ પહેલા જ તેમને કહી દીધું હતું, હે મારી કોમના લોકો ! આ વાછરડા દ્વારા તો ફક્ત તમારી કસોટી કરવામાં આવી છે, તમારો સાચો પાલનહાર તો અલ્લાહ, રહમાન જ છે. બસ ! તમે સૌ મારું અનુસરણ કરો અને મારી વાત માનો.
Verse 91
قَالُوا۟ لَن نَّبْرَحَ عَلَيْهِ عَـٰكِفِينَ حَتَّىٰ يَرْجِعَ إِلَيْنَا مُوسَىٰ
Transliteration qālū lan nabraḥa ʿalayhi ʿākifīna ḥattā yarjiʿa ilaynā mūsā
Gujarati ૯૧) તે લોકોએ જવાબ આપ્યો કે મૂસા અ.સ.ના પાછા ફરવા સુધી તો અમે આની જ પૂજાપાઠ કરતા રહીશું.
Verse 92
قَالَ يَـٰهَـٰرُونُ مَا مَنَعَكَ إِذْ رَأَيْتَهُمْ ضَلُّوٓا۟
Transliteration qāla yāhārūnu mā manaʿaka idh ra-aytahum ḍallū
Gujarati ૯૨) મૂસા અ.સ. કહેવા લાગ્યા, હે હારૂન ! આ લોકોને પથભ્રષ્ટતામાં જોઇ તને કેવી વસ્તુએ રોક્યો હતો ?
Verse 93
أَلَّا تَتَّبِعَنِ ۖ أَفَعَصَيْتَ أَمْرِى
Transliteration allā tattabiʿani afaʿaṣayta amrī
Gujarati ૯૩) કે તું મારી પાછળ ન આવ્યો, શું તેં પણ મારા આદેશને ન માન્યો ?
Verse 94
قَالَ يَبْنَؤُمَّ لَا تَأْخُذْ بِلِحْيَتِى وَلَا بِرَأْسِىٓ ۖ إِنِّى خَشِيتُ أَن تَقُولَ فَرَّقْتَ بَيْنَ بَنِىٓ إِسْرَٰٓءِيلَ وَلَمْ تَرْقُبْ قَوْلِى
Transliteration qāla yabna-umma lā takhudh biliḥ'yatī walā birasī innī khashītu an taqūla farraqta bayna banī is'rāīla walam tarqub qawlī
Gujarati ૯૪) હારૂન અ.સ.એ કહ્યું, હે મારા ભાઇ ! મારી દાઢી ન પકડો અને માથાના વાળ ન ખેંચશો, મને તો ફક્ત એ વિચાર આવ્યો ક્યાંક તમે એવું કહેશો કે તેં ઇસ્રાઇલના સંતાન વચ્ચે વિવાદ કરી દીધો. અને મારા આદેશની રાહ ન જોઇ.
Verse 95
قَالَ فَمَا خَطْبُكَ يَـٰسَـٰمِرِىُّ
Transliteration qāla famā khaṭbuka yāsāmiriyyu
Gujarati ૯૫) મૂસા અ.સ.એ પુછ્યું, સામરી ! તારી શું સ્થિતિ છે ?
Verse 96
قَالَ بَصُرْتُ بِمَا لَمْ يَبْصُرُوا۟ بِهِۦ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ أَثَرِ ٱلرَّسُولِ فَنَبَذْتُهَا وَكَذَٰلِكَ سَوَّلَتْ لِى نَفْسِى
Transliteration qāla baṣur'tu bimā lam yabṣurū bihi faqabaḍtu qabḍatan min athari l-rasūli fanabadhtuhā wakadhālika sawwalat lī nafsī
Gujarati ૯૬) તેણે જવાબ આપ્યો કે મેં તે વસ્તુ જોઇ જેને તે લોકોએ ન જોઇ. તો મેં ફરિશ્તાની નીચેની માટીની મુઠ્ઠી ભરી લીધી, તેને તેની અંદર નાંખી દીધી, આવી જ રીતે મારા મનમાં આ વાત સત્ય લાગી.
Verse 97
قَالَ فَٱذْهَبْ فَإِنَّ لَكَ فِى ٱلْحَيَوٰةِ أَن تَقُولَ لَا مِسَاسَ ۖ وَإِنَّ لَكَ مَوْعِدًا لَّن تُخْلَفَهُۥ ۖ وَٱنظُرْ إِلَىٰٓ إِلَـٰهِكَ ٱلَّذِى ظَلْتَ عَلَيْهِ عَاكِفًا ۖ لَّنُحَرِّقَنَّهُۥ ثُمَّ لَنَنسِفَنَّهُۥ فِى ٱلْيَمِّ نَسْفًا
Transliteration qāla fa-idh'hab fa-inna laka fī l-ḥayati an taqūla lā misāsa wa-inna laka mawʿidan lan tukh'lafahu wa-unẓur ilā ilāhika alladhī ẓalta ʿalayhi ʿākifan lanuḥarriqannahu thumma lanansifannahu fī l-yami nasfan
Gujarati ૯૭) કહ્યું કે સારું જા દુનિયાના જીવનમાં તારી સજા એ જ છે કે તું કહેતો રહીશ કે મને અડશો નહીં અને એક બીજું વચન તારા માટે છે જે તારાથી ક્યારેય હટશે નહીં અને હવે તું પોતાના આ પૂજ્યને પણ જોઇ લે, જેને તે બનાવ્યો હતો કે અમે તેને બાળી નાખીને દરિયામાં ભૂકો કરી ઉડાવી દઇશું.
Verse 98
إِنَّمَآ إِلَـٰهُكُمُ ٱللَّهُ ٱلَّذِى لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ وَسِعَ كُلَّ شَىْءٍ عِلْمًا
Transliteration innamā ilāhukumu l-lahu alladhī lā ilāha illā huwa wasiʿa kulla shayin ʿil'man
Gujarati ૯૮) ખરી વાત એ જ છે કે તમારા સૌનો સાચો પૂજ્ય ફક્ત અલ્લાહ જ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી. તેનું જ્ઞાન દરેક વસ્તુ પર છે.
Verse 99
كَذَٰلِكَ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنۢبَآءِ مَا قَدْ سَبَقَ ۚ وَقَدْ ءَاتَيْنَـٰكَ مِن لَّدُنَّا ذِكْرًا
Transliteration kadhālika naquṣṣu ʿalayka min anbāi mā qad sabaqa waqad ātaynāka min ladunnā dhik'ran
Gujarati ૯૯) આવી જ રીતે અમે તમારી સમક્ષ પહેલા થઇ ગયેલા કિસ્સાઓનું વર્ણન કરીએ છીએ અને નિ:શંક અમે તમને પોતાની પાસેથી શિખામણ આપી ચૂક્યા છે.
Verse 100
مَّنْ أَعْرَضَ عَنْهُ فَإِنَّهُۥ يَحْمِلُ يَوْمَ ٱلْقِيَـٰمَةِ وِزْرًا
Transliteration man aʿraḍa ʿanhu fa-innahu yaḥmilu yawma l-qiyāmati wiz'ran
Gujarati ૧૦૦) આનાથી જે મોઢું ફેરવશે તે ખરેખર કયામતના દિવસે પોતાનો ભારે બોજ ઉઠાવશે.
Verse 101
خَـٰلِدِينَ فِيهِ ۖ وَسَآءَ لَهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ حِمْلًا
Transliteration khālidīna fīhi wasāa lahum yawma l-qiyāmati ḥim'lan
Gujarati ૧૦૧) જેમાં હંમેશા રહેશે અને તેમના માટે કયામતના દિવસે (મોટો) ખરાબ ભાર છે.
Verse 102
يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ ۚ وَنَحْشُرُ ٱلْمُجْرِمِينَ يَوْمَئِذٍ زُرْقًا
Transliteration yawma yunfakhu fī l-ṣūri wanaḥshuru l-muj'rimīna yawma-idhin zur'qan
Gujarati ૧૦૨)જે દિવસે સૂર ફૂંકવામાં આવશે અને પાપીઓને અમે તે દિવસે (ભય ના કારણે) ભૂરી અને પીળી આંખો સાથે લાવીશું.
Verse 103
يَتَخَـٰفَتُونَ بَيْنَهُمْ إِن لَّبِثْتُمْ إِلَّا عَشْرًا
Transliteration yatakhāfatūna baynahum in labith'tum illā ʿashran
Gujarati ૧૦૩)તેઓ અંદરોઅંદર ધીરેધીરે વાત કરી રહ્યા હશે કે અમે તો ફક્ત દસ દિવસ જ રહ્યા (દુનિયામાં).
Verse 104
نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَرِيقَةً إِن لَّبِثْتُمْ إِلَّا يَوْمًا
Transliteration naḥnu aʿlamu bimā yaqūlūna idh yaqūlu amthaluhum ṭarīqatan in labith'tum illā yawman
Gujarati ૧૦૪) જે કંઇ તેઓ કહી રહ્યા છે, તેની સત્યતાને અમે જાણીએ છીએ. તે લોકો કરતા વધારે સત્ય માર્ગવાળો કહી રહ્યો હશે કે તમે તો ફક્ત એક જ દિવસ રહ્યા.
Verse 105
وَيَسْـَٔلُونَكَ عَنِ ٱلْجِبَالِ فَقُلْ يَنسِفُهَا رَبِّى نَسْفًا
Transliteration wayasalūnaka ʿani l-jibāli faqul yansifuhā rabbī nasfan
Gujarati ૧૦૫) તે તમને પર્વતો વિશે સવાલ કરે છે, તો તમે કહી દો કે તેમને મારો પાલનહાર કણો બનાવી ઉડાવી દેશે.
Verse 106
فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا
Transliteration fayadharuhā qāʿan ṣafṣafan
Gujarati ૧૦૬) અને ધરતીને સપાટ મેદાન કરી દેશે.
Verse 107
لَّا تَرَىٰ فِيهَا عِوَجًا وَلَآ أَمْتًا
Transliteration lā tarā fīhā ʿiwajan walā amtan
Gujarati ૧૦૭) જેમાં ન તો તમે વળાંક જોશો અને ન તો ખાડા.
Verse 108
يَوْمَئِذٍ يَتَّبِعُونَ ٱلدَّاعِىَ لَا عِوَجَ لَهُۥ ۖ وَخَشَعَتِ ٱلْأَصْوَاتُ لِلرَّحْمَـٰنِ فَلَا تَسْمَعُ إِلَّا هَمْسًا
Transliteration yawma-idhin yattabiʿūna l-dāʿiya lā ʿiwaja lahu wakhashaʿati l-aṣwātu lilrraḥmāni falā tasmaʿu illā hamsan
Gujarati ૧૦૮) જે દિવસે લોકો પોકારવાવાળાની પાછળ ચાલશે, જેમાં કંઇ પણ ખામી નહીં હોય અને કૃપાળુ અલ્લાહ સમક્ષ દરેકનો અવાજ નીચો થઇ જશે. તમને બણબણાટ સિવાય કંઇ પણ નહીં સંભળાય.
Verse 109
يَوْمَئِذٍ لَّا تَنفَعُ ٱلشَّفَـٰعَةُ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَـٰنُ وَرَضِىَ لَهُۥ قَوْلًا
Transliteration yawma-idhin lā tanfaʿu l-shafāʿatu illā man adhina lahu l-raḥmānu waraḍiya lahu qawlan
Gujarati ૧૦૯) તે દિવસે ભલામણ કંઇ કામ નહીં આવે, પરંતુ જેને રહમાન (અલ્લાહ) પરવાનગી આપે અને તેની વાતને પસંદ કરે.
Verse 110
يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِهِۦ عِلْمًا
Transliteration yaʿlamu mā bayna aydīhim wamā khalfahum walā yuḥīṭūna bihi ʿil'man
Gujarati ૧૧૦) જે કંઇ તેમની આગળ-પાછળ છે તેને અલ્લાહ જ જાણે છે, સર્જનોનું જ્ઞાન તેનાથી ઉચ્ચ નથી થઇ શકતું.
Verse 111
۞ وَعَنَتِ ٱلْوُجُوهُ لِلْحَىِّ ٱلْقَيُّومِ ۖ وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا
Transliteration waʿanati l-wujūhu lil'ḥayyi l-qayūmi waqad khāba man ḥamala ẓul'man
Gujarati ૧૧૧) દરેક ચહેરા, તે જીવિત અને બાકી રહેનાર, વ્યવસ્થાપક અલ્લાહની સમક્ષ સંપૂર્ણ આજીજી સાથે ઝૂકેલા હશે, નિ:શંક તે બરબાદ થઇ ગયો જેણે અત્યાચાર કર્યો.
Verse 112
وَمَن يَعْمَلْ مِنَ ٱلصَّـٰلِحَـٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا يَخَافُ ظُلْمًا وَلَا هَضْمًا
Transliteration waman yaʿmal mina l-ṣāliḥāti wahuwa mu'minun falā yakhāfu ẓul'man walā haḍman
Gujarati ૧૧૨) અને જે સત્કાર્ય કરશે અને સાથે સાથે ઈમાન પણ ધરાવતો હશે, તો તેને ન તો અન્યાય થવાનો ભય હશે અને ન તો તેનો અધિકાર છીનવાઇ જવાનો.
Verse 113
وَكَذَٰلِكَ أَنزَلْنَـٰهُ قُرْءَانًا عَرَبِيًّا وَصَرَّفْنَا فِيهِ مِنَ ٱلْوَعِيدِ لَعَلَّهُمْ يَتَّقُونَ أَوْ يُحْدِثُ لَهُمْ ذِكْرًا
Transliteration wakadhālika anzalnāhu qur'ānan ʿarabiyyan waṣarrafnā fīhi mina l-waʿīdi laʿallahum yattaqūna aw yuḥ'dithu lahum dhik'ran
Gujarati ૧૧૩) એવી જ રીતે અમે તમારા પર અરબી ભાષામાં કુરઆન અવતરિત કર્યું અને દરેક રીતે ભયની વાતો સંભળાવી, જેથી લોકો ડરવા લાગે. અથવા તેમના હૃદયમાં ચિંતન-મનન થાય.
Verse 114
فَتَعَـٰلَى ٱللَّهُ ٱلْمَلِكُ ٱلْحَقُّ ۗ وَلَا تَعْجَلْ بِٱلْقُرْءَانِ مِن قَبْلِ أَن يُقْضَىٰٓ إِلَيْكَ وَحْيُهُۥ ۖ وَقُل رَّبِّ زِدْنِى عِلْمًا
Transliteration fataʿālā l-lahu l-maliku l-ḥaqu walā taʿjal bil-qur'āni min qabli an yuq'ḍā ilayka waḥyuhu waqul rabbi zid'nī ʿil'man
Gujarati ૧૧૪)બસ ! અલ્લાહ, પ્રતિષ્ઠિત, ઉચ્ચ અને સાચો બાદશાહ છે. તમે કુરઆન પઢવામાં ઉતાવળ ન કરો, તે પહેલા કે તમારા તરફ જે વહી કરવામાં આવે છે તે પૂરી ન થઇ જાય, હાં આ દુઆ કરો કે પાલનહાર મારું જ્ઞાન વધાર.
Verse 115
وَلَقَدْ عَهِدْنَآ إِلَىٰٓ ءَادَمَ مِن قَبْلُ فَنَسِىَ وَلَمْ نَجِدْ لَهُۥ عَزْمًا
Transliteration walaqad ʿahid'nā ilā ādama min qablu fanasiya walam najid lahu ʿazman
Gujarati ૧૧૫) અમે આદમ અ.સ.ને પહેલેથી જ નિશ્ચિત આદેશ આપ્યો હતો પરંતુ તે ભૂલી ગયા અને અમે તેમનામાં કોઈ મજબૂતાઇ ન જોઇ.
Verse 116
وَإِذْ قُلْنَا لِلْمَلَـٰٓئِكَةِ ٱسْجُدُوا۟ لِـَٔادَمَ فَسَجَدُوٓا۟ إِلَّآ إِبْلِيسَ أَبَىٰ
Transliteration wa-idh qul'nā lil'malāikati us'judū liādama fasajadū illā ib'līsa abā
Gujarati ૧૧૬) અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું, કે આદમ અ.સ.ને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ કર્યો, તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.
Verse 117
فَقُلْنَا يَـٰٓـَٔادَمُ إِنَّ هَـٰذَا عَدُوٌّ لَّكَ وَلِزَوْجِكَ فَلَا يُخْرِجَنَّكُمَا مِنَ ٱلْجَنَّةِ فَتَشْقَىٰٓ
Transliteration faqul'nā yāādamu inna hādhā ʿaduwwun laka walizawjika falā yukh'rijannakumā mina l-janati fatashqā
Gujarati ૧૧૭) તો અમે કહ્યું હે આદમ ! આ તારો અને તમારી પત્નીનો શત્રુ છે, એવું ન થાય કે તે તમને બન્નેને જન્નત માંથી કઢાવી દે, કે જેથી તમે મુસીબતમાં પડી જાવ.
Verse 118
إِنَّ لَكَ أَلَّا تَجُوعَ فِيهَا وَلَا تَعْرَىٰ
Transliteration inna laka allā tajūʿa fīhā walā taʿrā
Gujarati ૧૧૮)અહીંયા તો તમને એવો આરામ છે કે ન તો તમે ભૂખ્યાં છો અને ન તો નિર્વસ્ત્ર.
Verse 119
وَأَنَّكَ لَا تَظْمَؤُا۟ فِيهَا وَلَا تَضْحَىٰ
Transliteration wa-annaka lā taẓma-u fīhā walā taḍḥā
Gujarati ૧૧૯) અને ન તો તમે તરસ્યા છો અને ન તડકાના કારણે તમને તકલીફ પહોંચે છે.
Verse 120
فَوَسْوَسَ إِلَيْهِ ٱلشَّيْطَـٰنُ قَالَ يَـٰٓـَٔادَمُ هَلْ أَدُلُّكَ عَلَىٰ شَجَرَةِ ٱلْخُلْدِ وَمُلْكٍ لَّا يَبْلَىٰ
Transliteration fawaswasa ilayhi l-shayṭānu qāla yāādamu hal adulluka ʿalā shajarati l-khul'di wamul'kin lā yablā
Gujarati ૧૨૦) પરંતુ શેતાને તેમના હૃદયમાં એ વાત નાંખી કે તે કહેવા લાગ્યો કે શું હું તમને હંમેશા રહેનાર વૃક્ષ અને બાદશાહ બનવા માટે જણાવું કે જે ક્યારેય જૂનું નહીં થાય.
Verse 121
فَأَكَلَا مِنْهَا فَبَدَتْ لَهُمَا سَوْءَٰتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِن وَرَقِ ٱلْجَنَّةِ ۚ وَعَصَىٰٓ ءَادَمُ رَبَّهُۥ فَغَوَىٰ
Transliteration fa-akalā min'hā fabadat lahumā sawātuhumā waṭafiqā yakhṣifāni ʿalayhimā min waraqi l-janati waʿaṣā ādamu rabbahu faghawā
Gujarati ૧૨૧)છેવટે તે બન્નેએ તે વૃક્ષ માંથી કંઇક ખાઇ લીધું, બસ ! બન્નેના ગુપ્તાંગ ખુલ્લા થઇ ગયા અને જન્નતના પાંદડાથી ઢાંકવા લાગ્યા. આદમ અ.સ.એ પોતાના પાલનહારની અવજ્ઞા કરી, બસ ! ભટકી ગયા.
Verse 122
ثُمَّ ٱجْتَبَـٰهُ رَبُّهُۥ فَتَابَ عَلَيْهِ وَهَدَىٰ
Transliteration thumma ij'tabāhu rabbuhu fatāba ʿalayhi wahadā
Gujarati ૧૨૨) પછી તેના પાલનહારે ખૂબ આપ્યું, તેની તૌબા કબૂલ થઇ અને તેને માર્ગદર્શન આપ્યું.
Verse 123
قَالَ ٱهْبِطَا مِنْهَا جَمِيعًۢا ۖ بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّى هُدًى فَمَنِ ٱتَّبَعَ هُدَاىَ فَلَا يَضِلُّ وَلَا يَشْقَىٰ
Transliteration qāla ih'biṭā min'hā jamīʿan baʿḍukum libaʿḍin ʿaduwwun fa-immā yatiyannakum minnī hudan famani ittabaʿa hudāya falā yaḍillu walā yashqā
Gujarati ૧૨૩) કહ્યું કે તમે બન્ને અહીંયાથી ઊતરી જાવ, તમે એકબીજાના શત્રુ છો, હવે તમારી પાસે ક્યારેય મારા તરફથી માર્ગદર્શન આવે તો, જે મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે તો ન તો તે પથભ્રષ્ટ થશે , ન તેના પર તકલીફ આવશે.
Verse 124
وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِى فَإِنَّ لَهُۥ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُۥ يَوْمَ ٱلْقِيَـٰمَةِ أَعْمَىٰ
Transliteration waman aʿraḍa ʿan dhik'rī fa-inna lahu maʿīshatan ḍankan wanaḥshuruhu yawma l-qiyāmati aʿmā
Gujarati ૧૨૪) અને જે મારી યાદથી મોઢું ફેરવશે તેનું જીવન તંગીમાં રહેશે. અને અમે તેને કયામતના દિવસે આંધળો કરી ઉઠાવીશું.
Verse 125
قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِىٓ أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا
Transliteration qāla rabbi lima ḥashartanī aʿmā waqad kuntu baṣīran
Gujarati ૧૨૫) તે કહેશે, હે પાલનહાર ! મને તે આંધળો કરી કેમ ઊભો કર્યો, જો કે હું જોતો હતો.
Verse 126
قَالَ كَذَٰلِكَ أَتَتْكَ ءَايَـٰتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ ٱلْيَوْمَ تُنسَىٰ
Transliteration qāla kadhālika atatka āyātunā fanasītahā wakadhālika l-yawma tunsā
Gujarati ૧૨૬) (જવાબ આપવામાં આવશે કે) આવી જ રીતે થવું જોઇતું હતું, તું મારી અવતરિત કરેલી આયતોને ભૂલી ગયો, તો આજે તને પણ ભૂલી જવામાં આવે છે.
Verse 127
وَكَذَٰلِكَ نَجْزِى مَنْ أَسْرَفَ وَلَمْ يُؤْمِنۢ بِـَٔايَـٰتِ رَبِّهِۦ ۚ وَلَعَذَابُ ٱلْـَٔاخِرَةِ أَشَدُّ وَأَبْقَىٰٓ
Transliteration wakadhālika najzī man asrafa walam yu'min biāyāti rabbihi walaʿadhābu l-ākhirati ashaddu wa-abqā
Gujarati ૧૨૭) અમે આવો જ બદલો તે દરેક વ્યક્તિને આપીએ છીએ, જે હદ વટાવી દે અને પોતાના પાલનહારની આયતો પર ઈમાન ન લાવે અને નિ:શંક આખેરતની યાતના ઘણી સખત અને બાકી રહેનાર છે.
Verse 128
أَفَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ ٱلْقُرُونِ يَمْشُونَ فِى مَسَـٰكِنِهِمْ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّأُو۟لِى ٱلنُّهَىٰ
Transliteration afalam yahdi lahum kam ahlaknā qablahum mina l-qurūni yamshūna fī masākinihim inna fī dhālika laāyātin li-ulī l-nuhā
Gujarati ૧૨૮) શું તેનું માર્ગદર્શન એ વાતે પણ ન કર્યું કે, અમે તેમના પહેલાં ઘણી જ વસ્તીઓને નષ્ટ કરી દીધી છે.જેમની રહેવાની જગ્યાએ આ લોકો હરીફરી રહ્યા છે, નિ:શંક આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
Verse 129
وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَكَانَ لِزَامًا وَأَجَلٌ مُّسَمًّى
Transliteration walawlā kalimatun sabaqat min rabbika lakāna lizāman wa-ajalun musamman
Gujarati ૧૨૯) જો તમારા પાલનહારનીએ વાત પહેલાથી જ નક્કી કરેલ અને નક્કી કરેલ સમય ન હોત તો, તે જ સમયે યાતના આવી જાત.
Verse 130
فَٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ ٱلشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا ۖ وَمِنْ ءَانَآئِ ٱلَّيْلِ فَسَبِّحْ وَأَطْرَافَ ٱلنَّهَارِ لَعَلَّكَ تَرْضَىٰ
Transliteration fa-iṣ'bir ʿalā mā yaqūlūna wasabbiḥ biḥamdi rabbika qabla ṭulūʿi l-shamsi waqabla ghurūbihā wamin ānāi al-layli fasabbiḥ wa-aṭrāfa l-nahāri laʿallaka tarḍā
Gujarati ૧૩૦) બસ ! તેમની વાતો પર ધીરજ રાખો અને પોતાના પાલનહારની તસ્બીહ અને તેની પ્રશંસાનું વર્ણન કરતા રહો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં. રાત્રિના અમુક સમયે પણ અને દિવસના અમુક ભાગમાં પણ તસ્બીહ પઢતા રહો. શક્ય છે કે તમે પ્રસન્ન થઇ જાવ.
Verse 131
وَلَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِۦٓ أَزْوَٰجًا مِّنْهُمْ زَهْرَةَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا لِنَفْتِنَهُمْ فِيهِ ۚ وَرِزْقُ رَبِّكَ خَيْرٌ وَأَبْقَىٰ
Transliteration walā tamuddanna ʿaynayka ilā mā mattaʿnā bihi azwājan min'hum zahrata l-ḥayati l-dun'yā linaftinahum fīhi wariz'qu rabbika khayrun wa-abqā
Gujarati ૧૩૧) અને પોતાની નજર ક્યારેય તે વસ્તુ પાછળ ન નાંખશો, જે અમે તેમના માંથી કેટલાક લોકોને દુનિયાનો શણગાર આપી રાખ્યો છે, જેથી તેમની કસોટી તેના વડે કરીએ, તમારા પાલનહારનું આપેલું ઉત્તમ અને ખૂબ જ બાકી રહેનાર છે.
Verse 132
وَأْمُرْ أَهْلَكَ بِٱلصَّلَوٰةِ وَٱصْطَبِرْ عَلَيْهَا ۖ لَا نَسْـَٔلُكَ رِزْقًا ۖ نَّحْنُ نَرْزُقُكَ ۗ وَٱلْعَـٰقِبَةُ لِلتَّقْوَىٰ
Transliteration wamur ahlaka bil-ṣalati wa-iṣ'ṭabir ʿalayhā lā nasaluka riz'qan naḥnu narzuquka wal-ʿāqibatu lilttaqwā
Gujarati ૧૩૨) પોતાના ઘરવાળાને નમાઝનું કહેતા રહો અને પોતે પણ કાયમ પઢતા રહો, અમે તમારી પાસે રોજી નથી માંગતા પરંતુ અમે પોતે તમને રોજી આપીએ છીએ. છેવટે વિજય ડરવાવાળા માટે જ છે.
Verse 133
وَقَالُوا۟ لَوْلَا يَأْتِينَا بِـَٔايَةٍ مِّن رَّبِّهِۦٓ ۚ أَوَلَمْ تَأْتِهِم بَيِّنَةُ مَا فِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ
Transliteration waqālū lawlā yatīnā biāyatin min rabbihi awalam tatihim bayyinatu mā fī l-ṣuḥufi l-ūlā
Gujarati ૧૩૩) તેમણે કહ્યું કે આ પયગંબર અમારી પાસે તેના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ નથી લાવ્યો ? શું તેમની પાસે આગળની કિતાબોના સ્પષ્ટ પુરાવા નથી આવ્યા ?
Verse 134
وَلَوْ أَنَّآ أَهْلَكْنَـٰهُم بِعَذَابٍ مِّن قَبْلِهِۦ لَقَالُوا۟ رَبَّنَا لَوْلَآ أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ ءَايَـٰتِكَ مِن قَبْلِ أَن نَّذِلَّ وَنَخْزَىٰ
Transliteration walaw annā ahlaknāhum biʿadhābin min qablihi laqālū rabbanā lawlā arsalta ilaynā rasūlan fanattabiʿa āyātika min qabli an nadhilla wanakhzā
Gujarati ૧૩૪) અને જો અમે આ પહેલા જ તેમને યાતના આપી નષ્ટ કરી દેતા તો ખરેખર આ લોકો કહેતા કે, હે અમારા પાલનહાર ! તે અમારી પાસે પોતાનો પયગંબર કેમ ન મોકલ્યો ? કે અમે તારી આયતોનું અનુસરણ કરીએ તે પહેલા કે અમને અપમાનિત કરવામાં આવતા.
Verse 135
قُلْ كُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوا۟ ۖ فَسَتَعْلَمُونَ مَنْ أَصْحَـٰبُ ٱلصِّرَٰطِ ٱلسَّوِىِّ وَمَنِ ٱهْتَدَىٰ
Transliteration qul kullun mutarabbiṣun fatarabbaṣū fasataʿlamūna man aṣḥābu l-ṣirāṭi l-sawiyi wamani ih'tadā
Gujarati ૧૩૫) કહી દો દરેક પરિણામની રાહ જુએ છે, બસ ! તમે પણ રાહ જુઓ, નજીકમાં જ જાણી લેશો કે સત્ય માર્ગ તથા સીધા રસ્તાવાળાઓ કોણ છે ?
Read Surah Taha in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.