MyDugsiStart learning

Surah Al-Mu'minun in Gujarati: translation and audio

Surah 23 · المؤمنون · The Believers · 118 verses

Surah Al-Mu'minun verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Mu'minun word by word in English.

Verse 1

قَدْ أَفْلَحَ ٱلْمُؤْمِنُونَ

Transliteration qad aflaḥa l-mu'minūna

Gujarati ૧) નિ:શંક ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી.

Verse 2

ٱلَّذِينَ هُمْ فِى صَلَاتِهِمْ خَـٰشِعُونَ

Transliteration alladhīna hum fī ṣalātihim khāshiʿūna

Gujarati ૨) જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે.

Verse 3

وَٱلَّذِينَ هُمْ عَنِ ٱللَّغْوِ مُعْرِضُونَ

Transliteration wa-alladhīna hum ʿani l-laghwi muʿ'riḍūna

Gujarati ૩) જેઓ બકવાસ વાતોથી મોઢું ફેરવી દે છે.

Verse 4

وَٱلَّذِينَ هُمْ لِلزَّكَوٰةِ فَـٰعِلُونَ

Transliteration wa-alladhīna hum lilzzakati fāʿilūna

Gujarati ૪) જેઓ ઝકાત આપનારા છે.

Verse 5

وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَـٰفِظُونَ

Transliteration wa-alladhīna hum lifurūjihim ḥāfiẓūna

Gujarati ૫) જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરવાવાળા છે.

Verse 6

إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ

Transliteration illā ʿalā azwājihim aw mā malakat aymānuhum fa-innahum ghayru malūmīna

Gujarati ૬) પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી.

Verse 7

فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ

Transliteration famani ib'taghā warāa dhālika fa-ulāika humu l-ʿādūna

Gujarati ૭) જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે.

Verse 8

وَٱلَّذِينَ هُمْ لِأَمَـٰنَـٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ

Transliteration wa-alladhīna hum li-amānātihim waʿahdihim rāʿūna

Gujarati ૮) જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે.

Verse 9

وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَٰتِهِمْ يُحَافِظُونَ

Transliteration wa-alladhīna hum ʿalā ṣalawātihim yuḥāfiẓūna

Gujarati ૯) જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે.

Verse 10

أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْوَٰرِثُونَ

Transliteration ulāika humu l-wārithūna

Gujarati ૧૦) આ જ લોકો વારસદાર છે.

Verse 11

ٱلَّذِينَ يَرِثُونَ ٱلْفِرْدَوْسَ هُمْ فِيهَا خَـٰلِدُونَ

Transliteration alladhīna yarithūna l-fir'dawsa hum fīhā khālidūna

Gujarati ૧૧) જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.

Verse 12

وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ مِن سُلَـٰلَةٍ مِّن طِينٍ

Transliteration walaqad khalaqnā l-insāna min sulālatin min ṭīnin

Gujarati ૧૨) નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું.

Verse 13

ثُمَّ جَعَلْنَـٰهُ نُطْفَةً فِى قَرَارٍ مَّكِينٍ

Transliteration thumma jaʿalnāhu nuṭ'fatan fī qarārin makīnin

Gujarati ૧૩) પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું.

Verse 14

ثُمَّ خَلَقْنَا ٱلنُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا ٱلْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا ٱلْمُضْغَةَ عِظَـٰمًا فَكَسَوْنَا ٱلْعِظَـٰمَ لَحْمًا ثُمَّ أَنشَأْنَـٰهُ خَلْقًا ءَاخَرَ ۚ فَتَبَارَكَ ٱللَّهُ أَحْسَنُ ٱلْخَـٰلِقِينَ

Transliteration thumma khalaqnā l-nuṭ'fata ʿalaqatan fakhalaqnā l-ʿalaqata muḍ'ghatan fakhalaqnā l-muḍ'ghata ʿiẓāman fakasawnā l-ʿiẓāma laḥman thumma anshanāhu khalqan ākhara fatabāraka l-lahu aḥsanu l-khāliqīna

Gujarati ૧૪) પછી ટીપાને અમે જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર અમે માંસ ચઢાવી દીધું, પછી બીજી બનાવટમાં તેનું સર્જન કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે.

Verse 15

ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ

Transliteration thumma innakum baʿda dhālika lamayyitūna

Gujarati ૧૫) ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો.

Verse 16

ثُمَّ إِنَّكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ تُبْعَثُونَ

Transliteration thumma innakum yawma l-qiyāmati tub'ʿathūna

Gujarati ૧૬) પછી, નિ:શંક કયામતના દિવસે તમને સૌને ઉઠાડવામાં આવશે.

Verse 17

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآئِقَ وَمَا كُنَّا عَنِ ٱلْخَلْقِ غَـٰفِلِينَ

Transliteration walaqad khalaqnā fawqakum sabʿa ṭarāiqa wamā kunnā ʿani l-khalqi ghāfilīna

Gujarati ૧૭) અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી બેદરકાર નથી.

Verse 18

وَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَأَسْكَنَّـٰهُ فِى ٱلْأَرْضِ ۖ وَإِنَّا عَلَىٰ ذَهَابٍۭ بِهِۦ لَقَـٰدِرُونَ

Transliteration wa-anzalnā mina l-samāi māan biqadarin fa-askannāhu fī l-arḍi wa-innā ʿalā dhahābin bihi laqādirūna

Gujarati ૧૮) અમે એક પ્રમાણ મુજબ આકાશ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતીમાં રોકી લઇએ છીએ અને અમે તેને લઇ જવા પર ખરેખર શક્તિ ધરાવીએ છીએ.

Verse 19

فَأَنشَأْنَا لَكُم بِهِۦ جَنَّـٰتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَـٰبٍ لَّكُمْ فِيهَا فَوَٰكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ

Transliteration fa-anshanā lakum bihi jannātin min nakhīlin wa-aʿnābin lakum fīhā fawākihu kathīratun wamin'hā takulūna

Gujarati ૧૯) તે જ પાણી વડે અમે તમારા માટે ખજૂરો અને દ્રાક્ષના બગીચાઓ ઉપજાવીએ છીએ, જેથી તમારા માટે તેમાં ઘણા પ્રકારના ફળો હોય છે, તેમાંથી જ તમે ખાઓ પણ છો.

Verse 20

وَشَجَرَةً تَخْرُجُ مِن طُورِ سَيْنَآءَ تَنۢبُتُ بِٱلدُّهْنِ وَصِبْغٍ لِّلْـَٔاكِلِينَ

Transliteration washajaratan takhruju min ṭūri saynāa tanbutu bil-duh'ni waṣib'ghin lil'ākilīna

Gujarati ૨૦) અને તે વૃક્ષ, જે તૂરે સૈના પર્વત પરથી નીકળે છે, જે તેલ વિસર્જિત કરે છે અને ખાવાવાળાઓ માટે સૂપ છે.

Verse 21

وَإِنَّ لَكُمْ فِى ٱلْأَنْعَـٰمِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِى بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَـٰفِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ

Transliteration wa-inna lakum fī l-anʿāmi laʿib'ratan nus'qīkum mimmā fī buṭūnihā walakum fīhā manāfiʿu kathīratun wamin'hā takulūna

Gujarati ૨૧) તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે, તેમના પેટ માંથી અમે તમને દૂધ પીવડાવીએ છીએ અને બીજા ઘણા ફાયદાઓ તમારા માટે તેમાં છે, તેમાંથી કેટલાંક ને તમે ખાઓ પણ છો.

Verse 22

وَعَلَيْهَا وَعَلَى ٱلْفُلْكِ تُحْمَلُونَ

Transliteration waʿalayhā waʿalā l-ful'ki tuḥ'malūna

Gujarati ૨૨) અને તેમના પર અને હોડીઓમાં સવારી કરો છો.

Verse 23

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦ فَقَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ أَفَلَا تَتَّقُونَ

Transliteration walaqad arsalnā nūḥan ilā qawmihi faqāla yāqawmi uʿ'budū l-laha mā lakum min ilāhin ghayruhu afalā tattaqūna

Gujarati ૨૩) નિ:શંક અમે નૂહ અ.સ.ને તેમની કોમ તરફ પયગંબર બનાવી અવતરિત કર્યા. તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો અને તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, શું તમે (તેનાથી) ડરતા નથી ?

Verse 24

فَقَالَ ٱلْمَلَؤُا۟ ٱلَّذِينَ كَفَرُوا۟ مِن قَوْمِهِۦ مَا هَـٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَـٰٓئِكَةً مَّا سَمِعْنَا بِهَـٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

Transliteration faqāla l-mala-u alladhīna kafarū min qawmihi mā hādhā illā basharun mith'lukum yurīdu an yatafaḍḍala ʿalaykum walaw shāa l-lahu la-anzala malāikatan mā samiʿ'nā bihādhā fī ābāinā l-awalīna

Gujarati ૨૪) તેમની કોમના ઇન્કાર કરનારા આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે, આતો તમારા પર હોદ્દો ઇચ્છે છે, જો અલ્લાહની આ ઇચ્છા હોત તો કોઈ ફરિશ્તાને અવતરિત કરતો. અમે તો આ વિશે અમારા પૂર્વજોના સમયમાં સાંભળ્યુ જ નથી.

Verse 25

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ فَتَرَبَّصُوا۟ بِهِۦ حَتَّىٰ حِينٍ

Transliteration in huwa illā rajulun bihi jinnatun fatarabbaṣū bihi ḥattā ḥīnin

Gujarati ૨૫) નિ:શંક આ વ્યક્તિ પાગલ છે, બસ ! તમે તેને એક સમય સુધી મહેતલ આપો.

Verse 26

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ

Transliteration qāla rabbi unṣur'nī bimā kadhabūni

Gujarati ૨૬) નૂહ અ.સ.એ દુઆ કરી, હે મારા પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.

Verse 27

فَأَوْحَيْنَآ إِلَيْهِ أَنِ ٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَآءَ أَمْرُنَا وَفَارَ ٱلتَّنُّورُ ۙ فَٱسْلُكْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ ٱثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ ٱلْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَـٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

Transliteration fa-awḥaynā ilayhi ani iṣ'naʿi l-ful'ka bi-aʿyuninā wawaḥyinā fa-idhā jāa amrunā wafāra l-tanūru fa-us'luk fīhā min kullin zawjayni ith'nayni wa-ahlaka illā man sabaqa ʿalayhi l-qawlu min'hum walā tukhāṭib'nī fī alladhīna ẓalamū innahum mugh'raqūna

Gujarati ૨૭) તો અમે તેમની તરફ વહી અવતરિત કરી કે તમે અમારી આંખો સમક્ષ અમારી વહી પ્રમાણે એક હોડી બનાવો, જ્યારે અમારો આદેશ આવી જાય અને તન્નુર ઉભરાઇ જાય, તો તમે દરેક પ્રકારની એકએક જોડ તેમાં મૂકી દો અને પોતાના ઘરવાળાઓને પણ, પરંતુ તે લોકો સિવાય, જેમના વિશે અમારી વાત પહેલા થઇ ગઇ છે, ખબરદાર જે લોકોએ અત્યાચાર કર્યો છે તેમના વિશે મારી સાથે કંઇ વાતચીત ન કરતા. તે સૌને ડુબાડવામાં આવશે.

Verse 28

فَإِذَا ٱسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى ٱلْفُلْكِ فَقُلِ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration fa-idhā is'tawayta anta waman maʿaka ʿalā l-ful'ki faquli l-ḥamdu lillahi alladhī najjānā mina l-qawmi l-ẓālimīna

Gujarati ૨૮) જ્યારે તમે અને તમારા મિત્રો હોડીમાં શાંતિથી બેસી જાવ તો કહેજો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે અમને અત્યાચારી લોકોથી છૂટકારો આપ્યો.

Verse 29

وَقُل رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

Transliteration waqul rabbi anzil'nī munzalan mubārakan wa-anta khayru l-munzilīna

Gujarati ૨૯) અને કહેજો કે હે મારા પાલનહાર ! મને બરકતની સાથે ઉતાર, અને તું જ ઉતારવા માટે શ્રેષ્ઠ છે.

Verse 30

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ وَإِن كُنَّا لَمُبْتَلِينَ

Transliteration inna fī dhālika laāyātin wa-in kunnā lamub'talīna

Gujarati ૩૦) ખરેખર આમાં મોટી મોટી નિશાનીઓ છે અને અમે નિ:શંક કસોટી કરવાવાળા છે.

Verse 31

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قَرْنًا ءَاخَرِينَ

Transliteration thumma anshanā min baʿdihim qarnan ākharīna

Gujarati ૩૧) ત્યાર પછી અમે ઘણી કૌમોનું સર્જન કર્યું.

Verse 32

فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِّنْهُمْ أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ أَفَلَا تَتَّقُونَ

Transliteration fa-arsalnā fīhim rasūlan min'hum ani uʿ'budū l-laha mā lakum min ilāhin ghayruhu afalā tattaqūna

Gujarati ૩૨) પછી તે લોકો માંથી પયગંબર પણ મોકલ્યા, જેથી તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તમે કેમ ડરતા નથી ?

Verse 33

وَقَالَ ٱلْمَلَأُ مِن قَوْمِهِ ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِلِقَآءِ ٱلْـَٔاخِرَةِ وَأَتْرَفْنَـٰهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا مَا هَـٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ

Transliteration waqāla l-mala-u min qawmihi alladhīna kafarū wakadhabū biliqāi l-ākhirati wa-atrafnāhum fī l-ḥayati l-dun'yā mā hādhā illā basharun mith'lukum yakulu mimmā takulūna min'hu wayashrabu mimmā tashrabūna

Gujarati ૩૩) અને કોમના સરદારોએ જવાબ આપ્યો, જેઓ ઇન્કાર કરતા હતાં અને આખેરતની મુલાકાતને જુઠલાવતા હતાં અને અમે તે લોકોને દુનિયાના જીવનમાં સમૃદ્ધ બનાવ્યા હતાં, (તેઓએ કહ્યું) કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે. તમારા જેવો જ ખોરાક આ પણ ખાય છે અને તમારા પીવા માટેના પાણીને પણ તેઓ પીવે છે.

Verse 34

وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَـٰسِرُونَ

Transliteration wala-in aṭaʿtum basharan mith'lakum innakum idhan lakhāsirūna

Gujarati ૩૪) જો તમે પોતાના જેવા જ માનવીનું અનુસરણ કરવા લાગ્યા, તો નિ:શંક તમે ખૂબ નુકસાન ઉઠાવનારા બનશો.

Verse 35

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَـٰمًا أَنَّكُم مُّخْرَجُونَ

Transliteration ayaʿidukum annakum idhā mittum wakuntum turāban waʿiẓāman annakum mukh'rajūna

Gujarati ૩૫) શું તે તમને આ વાતનું વચન આપે છે કે જ્યારે તમે મૃત્યુ પામી ફક્ત માટી અને હાડકા રહી જશો, તો તમે પાછા જીવિત કરવામાં આવશો.

Verse 36

۞ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ

Transliteration hayhāta hayhāta limā tūʿadūna

Gujarati ૩૬) નહીં, નહીં દૂર અને ઘણું જ દૂર છે તે, જેનું તમને વચન આપવામાં આવે છે.

Verse 37

إِنْ هِىَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ

Transliteration in hiya illā ḥayātunā l-dun'yā namūtu wanaḥyā wamā naḥnu bimabʿūthīna

Gujarati ૩૭) (જીવન) તો ફક્ત દુનિયાનું જીવન છે, આપણે મૃત્યુ પામીએ છીએ અને જીવિત થઇએ છીએ. અને એવું નથી કે આપણે પાછા જીવિત કરવામાં આવીશું.

Verse 38

إِنْ هُوَ إِلَّا رَجُلٌ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُۥ بِمُؤْمِنِينَ

Transliteration in huwa illā rajulun if'tarā ʿalā l-lahi kadhiban wamā naḥnu lahu bimu'minīna

Gujarati ૩૮) આ તો બસ ! એવો વ્યક્તિ છે, જેણે અલ્લાહ પર જુઠાણું બાંધ્યું, અમે તો આ વ્યક્તિ પર ઈમાન લાવવાના નથી.

Verse 39

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ

Transliteration qāla rabbi unṣur'nī bimā kadhabūni

Gujarati ૩૯) પયગંબરે દુઆ કરી કે પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.

Verse 40

قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَـٰدِمِينَ

Transliteration qāla ʿammā qalīlin layuṣ'biḥunna nādimīna

Gujarati ૪૦) જવાબ આપ્યો કે આ લોકો તો નજીક માંજ પોતાના કર્મો પર દિલગીરી વ્યક્ત કરશે.

Verse 41

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ بِٱلْحَقِّ فَجَعَلْنَـٰهُمْ غُثَآءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration fa-akhadhathumu l-ṣayḥatu bil-ḥaqi fajaʿalnāhum ghuthāan fabuʿ'dan lil'qawmi l-ẓālimīna

Gujarati ૪૧) છેવટે ન્યાય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ ! અત્યાચારીઓ માટે દૂરી છે.

Verse 42

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قُرُونًا ءَاخَرِينَ

Transliteration thumma anshanā min baʿdihim qurūnan ākharīna

Gujarati ૪૨) ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું.

Verse 43

مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ

Transliteration mā tasbiqu min ummatin ajalahā wamā yastakhirūna

Gujarati ૪૩) ન તો કોઈ કોમ પોતાના સમયથી આગળ વધી અને ન તો પાછળ રહી ગઇ.

Verse 44

ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا ۖ كُلَّ مَا جَآءَ أُمَّةً رَّسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًا وَجَعَلْنَـٰهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُونَ

Transliteration thumma arsalnā rusulanā tatrā kulla mā jāa ummatan rasūluhā kadhabūhu fa-atbaʿnā baʿḍahum baʿḍan wajaʿalnāhum aḥādītha fabuʿ'dan liqawmin lā yu'minūna

Gujarati ૪૪) પછી અમે એક-પછી એક પયગંબરોને અવતરિત કરતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવ્યા, તેમને જુઠલાવ્યા, બસ ! અમે એકને બીજા પાછળ લગાવી દીધા અને તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા.

Verse 45

ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَـٰرُونَ بِـَٔايَـٰتِنَا وَسُلْطَـٰنٍ مُّبِينٍ

Transliteration thumma arsalnā mūsā wa-akhāhu hārūna biāyātinā wasul'ṭānin mubīnin

Gujarati ૪૫) પછી અમે મૂસા અ.સ. અને તેમના ભાઇ હારૂન અ.સ.ને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે અવતરિત કર્યા.

Verse 46

إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَٱسْتَكْبَرُوا۟ وَكَانُوا۟ قَوْمًا عَالِينَ

Transliteration ilā fir'ʿawna wamala-ihi fa-is'takbarū wakānū qawman ʿālīna

Gujarati ૪૬) ફિરઔન અને તેના લશ્કરો તરફ, બસ ! તે લોકોએ ઘમંડ કર્યું અને તે લોકો વિદ્રોહી જ હતાં.

Verse 47

فَقَالُوٓا۟ أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَـٰبِدُونَ

Transliteration faqālū anu'minu libasharayni mith'linā waqawmuhumā lanā ʿābidūna

Gujarati ૪૭) કહેવા લાગ્યા કે શું અમે આપણા જેવા બે વ્યક્તિઓ પર ઈમાન લાવીએ ? જો કે તેમની કોમ પોતે (પણ) અમારી દેખરેખ હેઠળ છે.

Verse 48

فَكَذَّبُوهُمَا فَكَانُوا۟ مِنَ ٱلْمُهْلَكِينَ

Transliteration fakadhabūhumā fakānū mina l-muh'lakīna

Gujarati ૪૮) બસ ! તે લોકોએ તે બન્નેને જુઠલાવ્યા, છેવટે તે લોકો પણ નષ્ટ થયેલાઓ માંથી થઇ ગયા.

Verse 49

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ لَعَلَّهُمْ يَهْتَدُونَ

Transliteration walaqad ātaynā mūsā l-kitāba laʿallahum yahtadūna

Gujarati ૪૯) અમે મૂસા અ.સ.ને કિતાબ પણ આપી, જેથી લોકો સત્ય માર્ગ પર આવી જાય.

Verse 50

وَجَعَلْنَا ٱبْنَ مَرْيَمَ وَأُمَّهُۥٓ ءَايَةً وَءَاوَيْنَـٰهُمَآ إِلَىٰ رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَمَعِينٍ

Transliteration wajaʿalnā ib'na maryama wa-ummahu āyatan waāwaynāhumā ilā rabwatin dhāti qarārin wamaʿīnin

Gujarati ૫૦) અમે મરયમના દીકરા અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બન્નેને ઉચ્ચ, સ્વચ્છ અને રહેવા લાયક, અને વહેતા પાણીવાળી જગ્યા પર શરણ આપ્યું.

Verse 51

يَـٰٓأَيُّهَا ٱلرُّسُلُ كُلُوا۟ مِنَ ٱلطَّيِّبَـٰتِ وَٱعْمَلُوا۟ صَـٰلِحًا ۖ إِنِّى بِمَا تَعْمَلُونَ عَلِيمٌ

Transliteration yāayyuhā l-rusulu kulū mina l-ṭayibāti wa-iʿ'malū ṣāliḥan innī bimā taʿmalūna ʿalīmun

Gujarati ૫૧) હે પયગંબરો ! હલાલ વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું.

Verse 52

وَإِنَّ هَـٰذِهِۦٓ أُمَّتُكُمْ أُمَّةً وَٰحِدَةً وَأَنَا۠ رَبُّكُمْ فَٱتَّقُونِ

Transliteration wa-inna hādhihi ummatukum ummatan wāḥidatan wa-anā rabbukum fa-ittaqūni

Gujarati ૫૨) નિ:શંક આ તમારો દીન એક જ દીન છે અને હું જ તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારાથી ડરતા રહો.

Verse 53

فَتَقَطَّعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ زُبُرًا ۖ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ

Transliteration fataqaṭṭaʿū amrahum baynahum zuburan kullu ḥiz'bin bimā ladayhim fariḥūna

Gujarati ૫૩) પછી તે લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે.

Verse 54

فَذَرْهُمْ فِى غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ

Transliteration fadharhum fī ghamratihim ḥattā ḥīnin

Gujarati ૫૪) બસ ! તમે (પણ) તેમને વિદ્રોહ માટે થોડોક સમય આપી દો.

Verse 55

أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِۦ مِن مَّالٍ وَبَنِينَ

Transliteration ayaḥsabūna annamā numidduhum bihi min mālin wabanīna

Gujarati ૫૫) શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમનું ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે).

Verse 56

نُسَارِعُ لَهُمْ فِى ٱلْخَيْرَٰتِ ۚ بَل لَّا يَشْعُرُونَ

Transliteration nusāriʿu lahum fī l-khayrāti bal lā yashʿurūna

Gujarati ૫૬) તેઓ પોતાના માટે ભલાઇઓમાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી,

Verse 57

إِنَّ ٱلَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ

Transliteration inna alladhīna hum min khashyati rabbihim mush'fiqūna

Gujarati ૫૭) નિ:શંક જે લોકો પોતાના પાલનહારના ગુસ્સાથી ડરે છે,

Verse 58

وَٱلَّذِينَ هُم بِـَٔايَـٰتِ رَبِّهِمْ يُؤْمِنُونَ

Transliteration wa-alladhīna hum biāyāti rabbihim yu'minūna

Gujarati ૫૮) અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે,

Verse 59

وَٱلَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ

Transliteration wa-alladhīna hum birabbihim lā yush'rikūna

Gujarati ૫૯) અને જે લોકો પોતાના પાલનહાર સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા.

Verse 60

وَٱلَّذِينَ يُؤْتُونَ مَآ ءَاتَوا۟ وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَٰجِعُونَ

Transliteration wa-alladhīna yu'tūna mā ātaw waqulūbuhum wajilatun annahum ilā rabbihim rājiʿūna

Gujarati ૬૦) અને જે લોકો આપે છે અને જે કંઇ પણ આપે છે અને તે લોકોના હૃદય કાંપે છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે,

Verse 61

أُو۟لَـٰٓئِكَ يُسَـٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَهُمْ لَهَا سَـٰبِقُونَ

Transliteration ulāika yusāriʿūna fī l-khayrāti wahum lahā sābiqūna

Gujarati ૬૧) આ જ તે લોકો છે, જેઓ ઝડપથી ફાયદો પ્રાપ્ત કરી રહ્યા છે અને આ જ તે લોકો છે, જે તેની તરફ દોડે છે.

Verse 62

وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَـٰبٌ يَنطِقُ بِٱلْحَقِّ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ

Transliteration walā nukallifu nafsan illā wus'ʿahā waladaynā kitābun yanṭiqu bil-ḥaqi wahum lā yuẓ'lamūna

Gujarati ૬૨) અમે કોઈ જીવને તેની તાકાત કરતા વધારે તકલીફ નથી આપતા અને મારી પાસે એવી કિતાબ છે જે સત્ય વાત કરે છે, તેમના પર સહેજ પણ અત્યાચાર કરવામાં નહીં આવે.

Verse 63

بَلْ قُلُوبُهُمْ فِى غَمْرَةٍ مِّنْ هَـٰذَا وَلَهُمْ أَعْمَـٰلٌ مِّن دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَـٰمِلُونَ

Transliteration bal qulūbuhum fī ghamratin min hādhā walahum aʿmālun min dūni dhālika hum lahā ʿāmilūna

Gujarati ૬૩) પરંતુ તેમના હૃદય આ વિશે બેદરકાર છે અને તેમના માટે આ સિવાય પણ ઘણા કાર્યો છે, જેમને તેઓ કરવાવાળા છે.

Verse 64

حَتَّىٰٓ إِذَآ أَخَذْنَا مُتْرَفِيهِم بِٱلْعَذَابِ إِذَا هُمْ يَجْـَٔرُونَ

Transliteration ḥattā idhā akhadhnā mut'rafīhim bil-ʿadhābi idhā hum yajarūna

Gujarati ૬૪) ત્યાં સુધી કે અમે તેમના સુખી લોકોને યાતનામાં પકડી લીધા, તો તે ભાગદોડ કરવા લાગ્યા.

Verse 65

لَا تَجْـَٔرُوا۟ ٱلْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ

Transliteration lā tajarū l-yawma innakum minnā lā tunṣarūna

Gujarati ૬૫) આજે ન ભાગો, ખરેખર અમારી વિરુદ્ધ તમારી મદદ કરવામાં નહીં આવે.

Verse 66

قَدْ كَانَتْ ءَايَـٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُمْ عَلَىٰٓ أَعْقَـٰبِكُمْ تَنكِصُونَ

Transliteration qad kānat āyātī tut'lā ʿalaykum fakuntum ʿalā aʿqābikum tankiṣūna

Gujarati ૬૬) મારી આયતો તો તમારી સમક્ષ પઢવામાં આવતી હતી, તો પણ તમે પોતાની એડી પર ઊંધા ભાગતા હતાં.

Verse 67

مُسْتَكْبِرِينَ بِهِۦ سَـٰمِرًا تَهْجُرُونَ

Transliteration mus'takbirīna bihi sāmiran tahjurūna

Gujarati ૬૭) ઘંમડ કરતા, નવલકથા કહેતા, તેને છોડી દેતા હતાં,

Verse 68

أَفَلَمْ يَدَّبَّرُوا۟ ٱلْقَوْلَ أَمْ جَآءَهُم مَّا لَمْ يَأْتِ ءَابَآءَهُمُ ٱلْأَوَّلِينَ

Transliteration afalam yaddabbarū l-qawla am jāahum mā lam yati ābāahumu l-awalīna

Gujarati ૬૮) શું તે લોકોએ એ વાત વિશે ન વિચાર્યું ? પરંતુ તેમની પાસે તે વસ્તુ આવી, જે તેમના પૂર્વજો પાસે નહતી આવી.

Verse 69

أَمْ لَمْ يَعْرِفُوا۟ رَسُولَهُمْ فَهُمْ لَهُۥ مُنكِرُونَ

Transliteration am lam yaʿrifū rasūlahum fahum lahu munkirūna

Gujarati ૬૯) અથવા, તે લોકોએ પોતાના પયગંબરને ન ઓળખ્યા, કે તેના ઇન્કાર કરનારા બની બેઠા છે ?

Verse 70

أَمْ يَقُولُونَ بِهِۦ جِنَّةٌۢ ۚ بَلْ جَآءَهُم بِٱلْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَـٰرِهُونَ

Transliteration am yaqūlūna bihi jinnatun bal jāahum bil-ḥaqi wa-aktharuhum lil'ḥaqqi kārihūna

Gujarati ૭૦) અથવા આ લોકો કહે છે કે પાગલ છે ? પરંતુ તે તો તેમના માટે સત્ય લાવ્યા છે, હાં ! તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતથી ચીડાય છે.

Verse 71

وَلَوِ ٱتَّبَعَ ٱلْحَقُّ أَهْوَآءَهُمْ لَفَسَدَتِ ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَـٰهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ

Transliteration walawi ittabaʿa l-ḥaqu ahwāahum lafasadati l-samāwātu wal-arḍu waman fīhinna bal ataynāhum bidhik'rihim fahum ʿan dhik'rihim muʿ'riḍūna

Gujarati ૭૧) જો સત્ય જ તેમની મનેચ્છાઓને આધિન થઇ જાય, તો ધરતી અને આકાશ અને તેની વચ્ચેની દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત થઇ જાય, સત્ય તો એ છે કે અમે તેમને તેમના માટે શિખામણ પહોંચાડી દીધી, પરંતુ તેઓ પોતાની શિખામણ થી મોઢું ફેરવનાર છે.

Verse 72

أَمْ تَسْـَٔلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ ۖ وَهُوَ خَيْرُ ٱلرَّٰزِقِينَ

Transliteration am tasaluhum kharjan fakharāju rabbika khayrun wahuwa khayru l-rāziqīna

Gujarati ૭૨) શું તમે તેમની પાસેથી કોઈ મહેનતાણું ઇચ્છો છો ? યાદ રાખો કે તમારા પાલનહારનું મહેનતાણું ઘણું જ ઉત્તમ છે અને તે બધા કરતા ઉત્તમ રોજી આપનાર છે.

Verse 73

وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Transliteration wa-innaka latadʿūhum ilā ṣirāṭin mus'taqīmin

Gujarati ૭૩) નિ:શંક તમે તો તેમને સત્ય માર્ગ તરફ બોલાવો છો.

Verse 74

وَإِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ عَنِ ٱلصِّرَٰطِ لَنَـٰكِبُونَ

Transliteration wa-inna alladhīna lā yu'minūna bil-ākhirati ʿani l-ṣirāṭi lanākibūna

Gujarati ૭૪)નિ:શંક જે લોકો આખેરત પર ઈમાન નથી ધરાવતા તે સત્ય માર્ગથી હટી જનારા છે.

Verse 75

۞ وَلَوْ رَحِمْنَـٰهُمْ وَكَشَفْنَا مَا بِهِم مِّن ضُرٍّ لَّلَجُّوا۟ فِى طُغْيَـٰنِهِمْ يَعْمَهُونَ

Transliteration walaw raḥim'nāhum wakashafnā mā bihim min ḍurrin lalajjū fī ṭugh'yānihim yaʿmahūna

Gujarati ૭૫) અને જો અમે તેમના પર દયા કરીએ અને તેમની તકલીફોને દૂર કરી દઇએ, તો આ લોકો તો પોતાના વિદ્રોહમાં અડગ રહી વધારે પથભ્રષ્ટ થવા લાગ્યા.

Verse 76

وَلَقَدْ أَخَذْنَـٰهُم بِٱلْعَذَابِ فَمَا ٱسْتَكَانُوا۟ لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ

Transliteration walaqad akhadhnāhum bil-ʿadhābi famā is'takānū lirabbihim wamā yataḍarraʿūna

Gujarati ૭૬) અને અમે તે લોકોની પકડ યાતના દ્વારા કરી, તો પણ આ લોકો પોતાના પાલનહાર સામે ન ઝૂક્યા અને ન તો આજીજી કરી.

Verse 77

حَتَّىٰٓ إِذَا فَتَحْنَا عَلَيْهِم بَابًا ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ

Transliteration ḥattā idhā fataḥnā ʿalayhim bāban dhā ʿadhābin shadīdin idhā hum fīhi mub'lisūna

Gujarati ૭૭) ત્યાં સુધી કે જ્યારે અમે તે લોકો માટે સખત યાતનાનો દ્વાર ખોલી નાખ્યો, તો તે જ સમયે તરત જ નિરાશ થઇ ગયા.

Verse 78

وَهُوَ ٱلَّذِىٓ أَنشَأَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ

Transliteration wahuwa alladhī ansha-a lakumu l-samʿa wal-abṣāra wal-afidata qalīlan mā tashkurūna

Gujarati ૭૮) તે અલ્લાહ છે, જેણે તમારા માટે કાન અને આંખો અને હૃદય બનાવ્યા, પરંતુ તમે ઘણો ઓછો આભાર માનો છો.

Verse 79

وَهُوَ ٱلَّذِى ذَرَأَكُمْ فِى ٱلْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ

Transliteration wahuwa alladhī dhara-akum fī l-arḍi wa-ilayhi tuḥ'sharūna

Gujarati ૭૯) અને તે (અલ્લાહ) જ છે, જેણે તમારું સર્જન કરી ધરતી પર ફેલાવી દીધા અને તેની જ તરફ તમે ભેગા કરવામાં આવશો.

Verse 80

وَهُوَ ٱلَّذِى يُحْىِۦ وَيُمِيتُ وَلَهُ ٱخْتِلَـٰفُ ٱلَّيْلِ وَٱلنَّهَارِ ۚ أَفَلَا تَعْقِلُونَ

Transliteration wahuwa alladhī yuḥ'yī wayumītu walahu ikh'tilāfu al-layli wal-nahāri afalā taʿqilūna

Gujarati ૮૦) અને આ તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને રાત- દિવસની ફેરબદલીનો વ્યવસ્થાપક તે જ છે, શું તમે સમજતા નથી ?

Verse 81

بَلْ قَالُوا۟ مِثْلَ مَا قَالَ ٱلْأَوَّلُونَ

Transliteration bal qālū mith'la mā qāla l-awalūna

Gujarati ૮૧) પરંતુ તે લોકોએ પણ આવી જ વાત કરી, જે પહેલાના લોકો કહેતા આવ્યા છે.

Verse 82

قَالُوٓا۟ أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ

Transliteration qālū a-idhā mit'nā wakunnā turāban waʿiẓāman a-innā lamabʿūthūna

Gujarati ૮૨) કે શું જ્યારે અમે મૃત્યુ પામી માટી અને હાડકા થઇ જઇશું, શું તો પણ અમને ઉઠાવવામાં આવશે ?

Verse 83

لَقَدْ وُعِدْنَا نَحْنُ وَءَابَآؤُنَا هَـٰذَا مِن قَبْلُ إِنْ هَـٰذَآ إِلَّآ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ

Transliteration laqad wuʿid'nā naḥnu waābāunā hādhā min qablu in hādhā illā asāṭīru l-awalīna

Gujarati ૮૩) અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આ વચન આપવામાં આવી રહ્યું છે, કંઇ નહીં, આ તો આગળના લોકોની વાર્તાઓ છે.

Verse 84

قُل لِّمَنِ ٱلْأَرْضُ وَمَن فِيهَآ إِن كُنتُمْ تَعْلَمُونَ

Transliteration qul limani l-arḍu waman fīhā in kuntum taʿlamūna

Gujarati ૮૪) પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે ? જણાવો જો જાણતા હોય તો ?

Verse 85

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ

Transliteration sayaqūlūna lillahi qul afalā tadhakkarūna

Gujarati ૮૫) તરત જ જવાબ આપશે કે “અલ્લાહ”. કહી દો કે પછી તમે શિખામણ કેમ પ્રાપ્ત નથી કરતા.

Verse 86

قُلْ مَن رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ ٱلسَّبْعِ وَرَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ

Transliteration qul man rabbu l-samāwāti l-sabʿi warabbu l-ʿarshi l-ʿaẓīmi

Gujarati ૮૬) પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે ?

Verse 87

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ

Transliteration sayaqūlūna lillahi qul afalā tattaqūna

Gujarati ૮૭) તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે કેમ નથી ડરતા?

Verse 88

قُلْ مَنۢ بِيَدِهِۦ مَلَكُوتُ كُلِّ شَىْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ

Transliteration qul man biyadihi malakūtu kulli shayin wahuwa yujīru walā yujāru ʿalayhi in kuntum taʿlamūna

Gujarati ૮૮) સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે ? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો ?

Verse 89

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ

Transliteration sayaqūlūna lillahi qul fa-annā tus'ḥarūna

Gujarati ૮૯) આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે ?

Verse 90

بَلْ أَتَيْنَـٰهُم بِٱلْحَقِّ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ

Transliteration bal ataynāhum bil-ḥaqi wa-innahum lakādhibūna

Gujarati ૯૦) સત્યતો એ છે કે અમે તેમની સમક્ષ સત્ય વાત પહોંચાડી દીધી અને આ લોકો ખરેખર જૂઠા છે.

Verse 91

مَا ٱتَّخَذَ ٱللَّهُ مِن وَلَدٍ وَمَا كَانَ مَعَهُۥ مِنْ إِلَـٰهٍ ۚ إِذًا لَّذَهَبَ كُلُّ إِلَـٰهٍۭ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ

Transliteration mā ittakhadha l-lahu min waladin wamā kāna maʿahu min ilāhin idhan ladhahaba kullu ilāhin bimā khalaqa walaʿalā baʿḍuhum ʿalā baʿḍin sub'ḥāna l-lahi ʿammā yaṣifūna

Gujarati ૯૧) ન તો અલ્લાહએ કોઈને દીકરો બનાવ્યો અને ન તો તેની સાથે કોઈ પૂજ્ય છે, નહિતો દરેક પૂજ્ય પોતાના સર્જનને લઇને ફરતો અને દરેક એકબીજા પર ચઢી બેસતા, જે ગુણો આ લોકો જણાવી રહ્યા છે, તેનાથી અલ્લાહ પવિત્ર છે.

Verse 92

عَـٰلِمِ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ فَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Transliteration ʿālimi l-ghaybi wal-shahādati fataʿālā ʿammā yush'rikūna

Gujarati ૯૨) તે હાજર અને અદૃશ્ય બન્નેને જાણે છે અને જે શિર્ક આ લોકો કરી રહ્યા છે, તેનાથી તે પવિત્ર છે.

Verse 93

قُل رَّبِّ إِمَّا تُرِيَنِّى مَا يُوعَدُونَ

Transliteration qul rabbi immā turiyannī mā yūʿadūna

Gujarati ૯૩) તમે દુઆ કરો, હે મારા પાલનહાર ! તું મને તે જણાવ, જેનું વચન તે લોકોને કરવામાં આવી રહ્યું છે,

Verse 94

رَبِّ فَلَا تَجْعَلْنِى فِى ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration rabbi falā tajʿalnī fī l-qawmi l-ẓālimīna

Gujarati ૯૪) હે મારા પાલનહાર ! તું મને તે અત્યાચારીઓના જૂથમાં ન કરીશ.

Verse 95

وَإِنَّا عَلَىٰٓ أَن نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقَـٰدِرُونَ

Transliteration wa-innā ʿalā an nuriyaka mā naʿiduhum laqādirūna

Gujarati ૯૫) અમે જે કંઇ વચન તેમને આપી રહ્યા છીએ, તે બધું જ તમને બતાવી દેવા ખરેખર સક્ષમ છીએ.

Verse 96

ٱدْفَعْ بِٱلَّتِى هِىَ أَحْسَنُ ٱلسَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ

Transliteration id'faʿ bi-allatī hiya aḥsanu l-sayi-ata naḥnu aʿlamu bimā yaṣifūna

Gujarati ૯૬) દુષ્કર્મને તે રીતે દૂર કરો, જે ખરેખર શ્રેષ્ઠ રીત હોય, જે કંઇ આ લોકો વાતો કરી રહ્યા છે, તેને અમે સારી રીતે જાણીએ છીએ.

Verse 97

وَقُل رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَٰتِ ٱلشَّيَـٰطِينِ

Transliteration waqul rabbi aʿūdhu bika min hamazāti l-shayāṭīni

Gujarati ૯૭) અને દુઆ કરો કે, હે મારા પાલનહાર ! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું.

Verse 98

وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ

Transliteration wa-aʿūdhu bika rabbi an yaḥḍurūni

Gujarati ૯૮) અને હે પાલનહાર ! હું તારા શરણમાં આવું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય.

Verse 99

حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَهُمُ ٱلْمَوْتُ قَالَ رَبِّ ٱرْجِعُونِ

Transliteration ḥattā idhā jāa aḥadahumu l-mawtu qāla rabbi ir'jiʿūni

Gujarati ૯૯) ત્યાં સુધી કે જ્યારે તેમના માંથી કોઈનું મૃત્યુ આવી પહોંચે છે, તો કહે છે હે મારા પાલનહાર ! મને પાછો (દુનિયામાં) મોકલી દે.

Verse 100

لَعَلِّىٓ أَعْمَلُ صَـٰلِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّآ ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَا ۖ وَمِن وَرَآئِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

Transliteration laʿallī aʿmalu ṣāliḥan fīmā taraktu kallā innahā kalimatun huwa qāiluhā wamin warāihim barzakhun ilā yawmi yub'ʿathūna

Gujarati ૧૦૦) કે પોતાની છોડેલી દુનિયામાં જઇ સત્કાર્યો કરી લઉં, આવું ક્યારેય નહીં થાય આ તો ફક્ત એક વાત છે, જે આ લોકો કહી રહ્યા છે, તેમની પાછળ તો એક પડદો છે, તેમના બીજી વખત જીવિત થવા સુધી.

Verse 101

فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ فَلَآ أَنسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَلَا يَتَسَآءَلُونَ

Transliteration fa-idhā nufikha fī l-ṣūri falā ansāba baynahum yawma-idhin walā yatasāalūna

Gujarati ૧૦૧) બસ ! જ્યારે સૂર ફૂંકી દેવામાં આવશે, તે દિવસે ન તો સંબંધો રહેશે, ન એક-બીજાની વાતચીત.

Verse 102

فَمَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Transliteration faman thaqulat mawāzīnuhu fa-ulāika humu l-muf'liḥūna

Gujarati ૧૦૨) જેમના ત્રાજવાનું પલડું ભારે હશે, તે સફળ થનારા હશે.

Verse 103

وَمَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ فِى جَهَنَّمَ خَـٰلِدُونَ

Transliteration waman khaffat mawāzīnuhu fa-ulāika alladhīna khasirū anfusahum fī jahannama khālidūna

Gujarati ૧૦૩) અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમવાળા થયા.

Verse 104

تَلْفَحُ وُجُوهَهُمُ ٱلنَّارُ وَهُمْ فِيهَا كَـٰلِحُونَ

Transliteration talfaḥu wujūhahumu l-nāru wahum fīhā kāliḥūna

Gujarati ૧૦૪) તેમના મોઢાઓ પર આગ સળગતી રહેશે અને ત્યાં તેમના ચહેરા ખરાબ થઇ જશે.

Verse 105

أَلَمْ تَكُنْ ءَايَـٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُم بِهَا تُكَذِّبُونَ

Transliteration alam takun āyātī tut'lā ʿalaykum fakuntum bihā tukadhibūna

Gujarati ૧૦૫) શું મારી આયતો તમારી સમક્ષ પઢવામાં નહતી આવતી ? તો પણ તમે તેને જુઠલાવતા હતાં.

Verse 106

قَالُوا۟ رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَآلِّينَ

Transliteration qālū rabbanā ghalabat ʿalaynā shiq'watunā wakunnā qawman ḍāllīna

Gujarati ૧૦૬) કહેશે કે હે પાલનહાર ! અમારી ખરાબી અમારા પર છવાઇ ગઇ, (ખરેખર) અમે પથભ્રષ્ટ જ હતાં.

Verse 107

رَبَّنَآ أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَـٰلِمُونَ

Transliteration rabbanā akhrij'nā min'hā fa-in ʿud'nā fa-innā ẓālimūna

Gujarati ૧૦૭) હે અમારા પાલનહાર ! અમને અહીંયાથી છૂટકારો આપ, જો હજુ પણ અમે આવું જ કરીએ તો, નિ:શંક અમે અત્યાચારી છે.

Verse 108

قَالَ ٱخْسَـُٔوا۟ فِيهَا وَلَا تُكَلِّمُونِ

Transliteration qāla ikh'saū fīhā walā tukallimūni

Gujarati ૧૦૮) અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો.

Verse 109

إِنَّهُۥ كَانَ فَرِيقٌ مِّنْ عِبَادِى يَقُولُونَ رَبَّنَآ ءَامَنَّا فَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَا وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

Transliteration innahu kāna farīqun min ʿibādī yaqūlūna rabbanā āmannā fa-igh'fir lanā wa-ir'ḥamnā wa-anta khayru l-rāḥimīna

Gujarati ૧૦૯) મારા બંદાઓનું એક જૂથ હતું, જે સતત એવું કહેતા રહ્યા કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવી ચૂક્યા, તું અમને માફ કરી દે. અને અમારા પર દયા કર, તું દરેક દયાવાન લોકોથી સૌથી વધુ દયાળુ છે.

Verse 110

فَٱتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰٓ أَنسَوْكُمْ ذِكْرِى وَكُنتُم مِّنْهُمْ تَضْحَكُونَ

Transliteration fa-ittakhadhtumūhum sikh'riyyan ḥattā ansawkum dhik'rī wakuntum min'hum taḍḥakūna

Gujarati ૧૧૦) (પરંતુ) તમે તેની મશ્કરી જ કરતા રહ્યા, ત્યાં સુધી કે તમે મને ભૂલી ગયા અને તમે તેની સાથે મશ્કરી જ કરતા રહ્યા.

Verse 111

إِنِّى جَزَيْتُهُمُ ٱلْيَوْمَ بِمَا صَبَرُوٓا۟ أَنَّهُمْ هُمُ ٱلْفَآئِزُونَ

Transliteration innī jazaytuhumu l-yawma bimā ṣabarū annahum humu l-fāizūna

Gujarati ૧૧૧) મેં આજે તેમને તેમની ધીરજનો બદલો આપી દીધો છે કે તેઓ છેવટે સફળ થઇ ગયા.

Verse 112

قَـٰلَ كَمْ لَبِثْتُمْ فِى ٱلْأَرْضِ عَدَدَ سِنِينَ

Transliteration qāla kam labith'tum fī l-arḍi ʿadada sinīna

Gujarati ૧૧૨) અલ્લાહ તઆલા પૂછશે કે તમે ધરતી પર વર્ષની ગણતરી પ્રમાણે કેટ્લું રહ્યા ?

Verse 113

قَالُوا۟ لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَسْـَٔلِ ٱلْعَآدِّينَ

Transliteration qālū labith'nā yawman aw baʿḍa yawmin fasali l-ʿādīna

Gujarati ૧૧૩) તેઓ કહેશે કે એક દિવસ અથવા એક દિવસ કરતા પણ ઓછું, ગણતરી કરનારાઓને પણ પૂછી લો.

Verse 114

قَـٰلَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ

Transliteration qāla in labith'tum illā qalīlan law annakum kuntum taʿlamūna

Gujarati ૧૧૪) અલ્લાહ તઆલા કહેશે કે ખરેખર તમે ત્યાં ઘણું જ ઓછું રહ્યા છો, હે કાશ ! તમે આને પહેલાથી જ જાણી લેતા.

Verse 115

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَـٰكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ

Transliteration afaḥasib'tum annamā khalaqnākum ʿabathan wa-annakum ilaynā lā tur'jaʿūna

Gujarati ૧૧૫) શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન અમસ્તા જ કર્યું છે. અને એ કે તમે અમારી તરફ પાછા ફેરવવામાં જ નહીં આવો.

Verse 116

فَتَعَـٰلَى ٱللَّهُ ٱلْمَلِكُ ٱلْحَقُّ ۖ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْكَرِيمِ

Transliteration fataʿālā l-lahu l-maliku l-ḥaqu lā ilāha illā huwa rabbu l-ʿarshi l-karīmi

Gujarati ૧૧૬) અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે.

Verse 117

وَمَن يَدْعُ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ لَا بُرْهَـٰنَ لَهُۥ بِهِۦ فَإِنَّمَا حِسَابُهُۥ عِندَ رَبِّهِۦٓ ۚ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلْكَـٰفِرُونَ

Transliteration waman yadʿu maʿa l-lahi ilāhan ākhara lā bur'hāna lahu bihi fa-innamā ḥisābuhu ʿinda rabbihi innahu lā yuf'liḥu l-kāfirūna

Gujarati ૧૧૭) જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા પૂજ્યને પોકારે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, નિ:શંક ઇન્કાર કરનારાઓને છૂટકારો નહીં મળે.

Verse 118

وَقُل رَّبِّ ٱغْفِرْ وَٱرْحَمْ وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

Transliteration waqul rabbi igh'fir wa-ir'ḥam wa-anta khayru l-rāḥimīna

Gujarati ૧૧૮) અને કહી દો કે હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે.

Read Surah Al-Mu'minun in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.