Surah Al-Insan in Gujarati: translation and audio
Surah 76 · الانسان · The Man · 31 verses
Surah Al-Insan verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Insan word by word in English.
Verse 1
هَلْ أَتَىٰ عَلَى ٱلْإِنسَـٰنِ حِينٌ مِّنَ ٱلدَّهْرِ لَمْ يَكُن شَيْـًٔا مَّذْكُورًا
Transliteration hal atā ʿalā l-insāni ḥīnun mina l-dahri lam yakun shayan madhkūran
Gujarati ૧) નિ:શંક માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો.
Verse 2
إِنَّا خَلَقْنَا ٱلْإِنسَـٰنَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَـٰهُ سَمِيعًۢا بَصِيرًا
Transliteration innā khalaqnā l-insāna min nuṭ'fatin amshājin nabtalīhi fajaʿalnāhu samīʿan baṣīran
Gujarati ૨) નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી કસોટી માટે પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો.
Verse 3
إِنَّا هَدَيْنَـٰهُ ٱلسَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا
Transliteration innā hadaynāhu l-sabīla immā shākiran wa-immā kafūran
Gujarati ૩) અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ન.
Verse 4
إِنَّآ أَعْتَدْنَا لِلْكَـٰفِرِينَ سَلَـٰسِلَا۟ وَأَغْلَـٰلًا وَسَعِيرًا
Transliteration innā aʿtadnā lil'kāfirīna salāsilā wa-aghlālan wasaʿīran
Gujarati ૪) નિ:શંક અમે ઇન્કારીઓ માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે.
Verse 5
إِنَّ ٱلْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا
Transliteration inna l-abrāra yashrabūna min kasin kāna mizājuhā kāfūran
Gujarati ૫) નિ:શંક સદાચારી લોકો તે જામ (શરાબના પ્યાલા) પીશે. જેનું મિશ્ર્રણ કપૂરનું છે.
Verse 6
عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ ٱللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا
Transliteration ʿaynan yashrabu bihā ʿibādu l-lahi yufajjirūnahā tafjīran
Gujarati ૬) જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ કાઢી લઇ જશે (જ્યાં ઇચ્છશે) .
Verse 7
يُوفُونَ بِٱلنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُۥ مُسْتَطِيرًا
Transliteration yūfūna bil-nadhri wayakhāfūna yawman kāna sharruhu mus'taṭīran
Gujarati ૭) જે નઝર (ફકત અલ્લાહ માટે માનેલી માનતા) પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે જેની આપત્તિ ચારેય બાજુ ફેલાઇ જનારી છે.
Verse 8
وَيُطْعِمُونَ ٱلطَّعَامَ عَلَىٰ حُبِّهِۦ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا
Transliteration wayuṭ'ʿimūna l-ṭaʿāma ʿalā ḥubbihi mis'kīnan wayatīman wa-asīran
Gujarati ૮) અને અલ્લાહ તઆલાની મોહબ્બતમાં ખાવાનું ખવડાવે છે, ગરીબ, અનાથ અને કેદીઓને.
Verse 9
إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ ٱللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَآءً وَلَا شُكُورًا
Transliteration innamā nuṭ'ʿimukum liwajhi l-lahi lā nurīdu minkum jazāan walā shukūran
Gujarati ૯) અમે તો તમને ફકત અલ્લાહ તઆલા ની પ્રસન્નતા માટે ખવડાવીએ છીએ. ન તમારાથી બદલો ઇચ્છીએ છે અને ન તો આભાર.
Verse 10
إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا
Transliteration innā nakhāfu min rabbinā yawman ʿabūsan qamṭarīran
Gujarati ૧૦) નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ભય રાખીએ છીએ જે ઉદાસ અને સખત હશે.
Verse 11
فَوَقَىٰهُمُ ٱللَّهُ شَرَّ ذَٰلِكَ ٱلْيَوْمِ وَلَقَّىٰهُمْ نَضْرَةً وَسُرُورًا
Transliteration fawaqāhumu l-lahu sharra dhālika l-yawmi walaqqāhum naḍratan wasurūran
Gujarati ૧૧) બસ ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લીધા અને તેમને તાજગી અને ખુશી પહોંચાડી.
Verse 12
وَجَزَىٰهُم بِمَا صَبَرُوا۟ جَنَّةً وَحَرِيرًا
Transliteration wajazāhum bimā ṣabarū jannatan waḥarīran
Gujarati ૧૨) અને તેમને તેમની ધૈર્યના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપ્યા.
Verse 13
مُّتَّكِـِٔينَ فِيهَا عَلَى ٱلْأَرَآئِكِ ۖ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا
Transliteration muttakiīna fīhā ʿalā l-arāiki lā yarawna fīhā shamsan walā zamharīran
Gujarati ૧૩) તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં સૂરજનો તડકો જોશે ન ઠંડીની ઉગ્રતા.
Verse 14
وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَـٰلُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا
Transliteration wadāniyatan ʿalayhim ẓilāluhā wadhullilat quṭūfuhā tadhlīlan
Gujarati ૧૪) તે જન્નતોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે.
Verse 15
وَيُطَافُ عَلَيْهِم بِـَٔانِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا۠
Transliteration wayuṭāfu ʿalayhim biāniyatin min fiḍḍatin wa-akwābin kānat qawārīrā
Gujarati ૧૫) અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામોને (શરાબના પ્યાલા) ફેરવવામાં આવશે જે કાચના હશે.
Verse 16
قَوَارِيرَا۟ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا
Transliteration qawārīrā min fiḍḍatin qaddarūhā taqdīran
Gujarati ૧૬) કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે.
Verse 17
وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا
Transliteration wayus'qawna fīhā kasan kāna mizājuhā zanjabīlan
Gujarati ૧૭) અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) નું હશે.
Verse 18
عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا
Transliteration ʿaynan fīhā tusammā salsabīlan
Gujarati ૧૮) જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે.
Verse 19
۞ وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا
Transliteration wayaṭūfu ʿalayhim wil'dānun mukhalladūna idhā ra-aytahum ḥasib'tahum lu'lu-an manthūran
Gujarati ૧૯) અને તેની આજુબાજુ ફરતા હશે તે નાના બાળકો જે હંમેશા રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે.
Verse 20
وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا
Transliteration wa-idhā ra-ayta thamma ra-ayta naʿīman wamul'kan kabīran
Gujarati ૨૦) તમે ત્યાં જ્યાં પણ નજર દોડાવશો નેઅમતો જ નેઅમતો અને મહાન સત્તાને જ જોશો.
Verse 21
عَـٰلِيَهُمْ ثِيَابُ سُندُسٍ خُضْرٌ وَإِسْتَبْرَقٌ ۖ وَحُلُّوٓا۟ أَسَاوِرَ مِن فِضَّةٍ وَسَقَىٰهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُورًا
Transliteration ʿāliyahum thiyābu sundusin khuḍ'run wa-is'tabraqun waḥullū asāwira min fiḍḍatin wasaqāhum rabbuhum sharāban ṭahūran
Gujarati ૨૧) તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે.
Verse 22
إِنَّ هَـٰذَا كَانَ لَكُمْ جَزَآءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا
Transliteration inna hādhā kāna lakum jazāan wakāna saʿyukum mashkūran
Gujarati ૨૨) (કહેવામાં આવશે) કે આ છે તમારા કાર્યો નો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી.
Verse 23
إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ ٱلْقُرْءَانَ تَنزِيلًا
Transliteration innā naḥnu nazzalnā ʿalayka l-qur'āna tanzīlan
Gujarati ૨૩) નિ:શંક અમે તમારા પર થોડું થોડું કરીને કુરઆન અવતરિત કર્યુ.
Verse 24
فَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ ءَاثِمًا أَوْ كَفُورًا
Transliteration fa-iṣ'bir liḥuk'mi rabbika walā tuṭiʿ min'hum āthiman aw kafūran
Gujarati ૨૪) બસ ! તું પોતાના પાલનહારના આદેશ પર ડટી જા. અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ના માન.
Verse 25
وَٱذْكُرِ ٱسْمَ رَبِّكَ بُكْرَةً وَأَصِيلًا
Transliteration wa-udh'kuri is'ma rabbika buk'ratan wa-aṣīlan
Gujarati ૨૫) અને પોતાના પાલનહારના નામનું સવાર સાંજ સ્મરણ કર્યા કર.
Verse 26
وَمِنَ ٱلَّيْلِ فَٱسْجُدْ لَهُۥ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا
Transliteration wamina al-layli fa-us'jud lahu wasabbiḥ'hu laylan ṭawīlan
Gujarati ૨૬) અને રાત્રિના સમયે તેની સામે સજદા કર. અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ (સ્મરણ) કર્યા કર.
Verse 27
إِنَّ هَـٰٓؤُلَآءِ يُحِبُّونَ ٱلْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَآءَهُمْ يَوْمًا ثَقِيلًا
Transliteration inna hāulāi yuḥibbūna l-ʿājilata wayadharūna warāahum yawman thaqīlan
Gujarati ૨૭) નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને પોતાની પાછળ એક ભારે દિવસને છોડી દે છે.
Verse 28
نَّحْنُ خَلَقْنَـٰهُمْ وَشَدَدْنَآ أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَآ أَمْثَـٰلَهُمْ تَبْدِيلًا
Transliteration naḥnu khalaqnāhum washadadnā asrahum wa-idhā shi'nā baddalnā amthālahum tabdīlan
Gujarati ૨૮) અમે તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લાવીશું.
Verse 29
إِنَّ هَـٰذِهِۦ تَذْكِرَةٌ ۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلًا
Transliteration inna hādhihi tadhkiratun faman shāa ittakhadha ilā rabbihi sabīlan
Gujarati ૨૯) ખરેખર આ તો એક શિખામણ છે બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે.
Verse 30
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
Transliteration wamā tashāūna illā an yashāa l-lahu inna l-laha kāna ʿalīman ḥakīman
Gujarati ૩૦) અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ ઇચ્છે. નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને તત્વદર્શી છે.
Verse 31
يُدْخِلُ مَن يَشَآءُ فِى رَحْمَتِهِۦ ۚ وَٱلظَّـٰلِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًۢا
Transliteration yud'khilu man yashāu fī raḥmatihi wal-ẓālimīna aʿadda lahum ʿadhāban alīman
Gujarati ૩૧) જેને ઇચ્છે તેને પોતાની કૃપામાં દાખલ કરી લે. અને અત્યાચારીઓ માટે તેણે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે.
Read Surah Al-Insan in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.