MyDugsiStart learning

Surah Ad-Dukhan in Gujarati: translation and audio

Surah 44 · الدخان · The Smoke · 59 verses

Surah Ad-Dukhan verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Ad-Dukhan word by word in English.

Verse 1

حمٓ

Transliteration hha-meem

Gujarati ૧) હા-મિમ્

Verse 2

وَٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ

Transliteration wal-kitābi l-mubīni

Gujarati ૨) સોગંદ છે આ સ્પષ્ટ (રીતે વર્ણન કરી દેનારી) કિતાબના !

Verse 3

إِنَّآ أَنزَلْنَـٰهُ فِى لَيْلَةٍ مُّبَـٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ

Transliteration innā anzalnāhu fī laylatin mubārakatin innā kunnā mundhirīna

Gujarati ૩) નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે.

Verse 4

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ

Transliteration fīhā yuf'raqu kullu amrin ḥakīmin

Gujarati ૪) આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે.

Verse 5

أَمْرًا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ

Transliteration amran min ʿindinā innā kunnā mur'silīna

Gujarati ૫) અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ.

Verse 6

رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Transliteration raḥmatan min rabbika innahu huwa l-samīʿu l-ʿalīmu

Gujarati ૬) તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે.

Verse 7

رَبِّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ

Transliteration rabbi l-samāwāti wal-arḍi wamā baynahumā in kuntum mūqinīna

Gujarati ૭) જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય.

Verse 8

لَآ إِلَـٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ

Transliteration lā ilāha illā huwa yuḥ'yī wayumītu rabbukum warabbu ābāikumu l-awalīna

Gujarati ૮) તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.

Verse 9

بَلْ هُمْ فِى شَكٍّ يَلْعَبُونَ

Transliteration bal hum fī shakkin yalʿabūna

Gujarati ૯) પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે.

Verse 10

فَٱرْتَقِبْ يَوْمَ تَأْتِى ٱلسَّمَآءُ بِدُخَانٍ مُّبِينٍ

Transliteration fa-ir'taqib yawma tatī l-samāu bidukhānin mubīnin

Gujarati ૧૦) તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે.

Verse 11

يَغْشَى ٱلنَّاسَ ۖ هَـٰذَا عَذَابٌ أَلِيمٌ

Transliteration yaghshā l-nāsa hādhā ʿadhābun alīmun

Gujarati ૧૧) જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે.

Verse 12

رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ

Transliteration rabbanā ik'shif ʿannā l-ʿadhāba innā mu'minūna

Gujarati ૧૨) કહેશે કે, હે અમારા પાલનહાર ! આ આફત અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ.

Verse 13

أَنَّىٰ لَهُمُ ٱلذِّكْرَىٰ وَقَدْ جَآءَهُمْ رَسُولٌ مُّبِينٌ

Transliteration annā lahumu l-dhik'rā waqad jāahum rasūlun mubīnun

Gujarati ૧૩) તેમના માટે શિખામણ ક્યાં છે, સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા,.

Verse 14

ثُمَّ تَوَلَّوْا۟ عَنْهُ وَقَالُوا۟ مُعَلَّمٌ مَّجْنُونٌ

Transliteration thumma tawallaw ʿanhu waqālū muʿallamun majnūnun

Gujarati ૧૪) તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે.

Verse 15

إِنَّا كَاشِفُوا۟ ٱلْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَآئِدُونَ

Transliteration innā kāshifū l-ʿadhābi qalīlan innakum ʿāidūna

Gujarati ૧૫) અમે પ્રકોપને સહેજ દૂર કરી દઇશું તો, તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો.

Verse 16

يَوْمَ نَبْطِشُ ٱلْبَطْشَةَ ٱلْكُبْرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ

Transliteration yawma nabṭishu l-baṭshata l-kub'rā innā muntaqimūna

Gujarati ૧૬) જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે.

Verse 17

۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌ كَرِيمٌ

Transliteration walaqad fatannā qablahum qawma fir'ʿawna wajāahum rasūlun karīmun

Gujarati ૧૭) નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા.

Verse 18

أَنْ أَدُّوٓا۟ إِلَىَّ عِبَادَ ٱللَّهِ ۖ إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Transliteration an addū ilayya ʿibāda l-lahi innī lakum rasūlun amīnun

Gujarati ૧૮) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

Verse 19

وَأَن لَّا تَعْلُوا۟ عَلَى ٱللَّهِ ۖ إِنِّىٓ ءَاتِيكُم بِسُلْطَـٰنٍ مُّبِينٍ

Transliteration wa-an lā taʿlū ʿalā l-lahi innī ātīkum bisul'ṭānin mubīnin

Gujarati ૧૯) અને તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ.

Verse 20

وَإِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ

Transliteration wa-innī ʿudh'tu birabbī warabbikum an tarjumūni

Gujarati ૨૦) અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો.

Verse 21

وَإِن لَّمْ تُؤْمِنُوا۟ لِى فَٱعْتَزِلُونِ

Transliteration wa-in lam tu'minū lī fa-iʿ'tazilūni

Gujarati ૨૧) અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો.

Verse 22

فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَـٰٓؤُلَآءِ قَوْمٌ مُّجْرِمُونَ

Transliteration fadaʿā rabbahu anna hāulāi qawmun muj'rimūna

Gujarati ૨૨) પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે.

Verse 23

فَأَسْرِ بِعِبَادِى لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ

Transliteration fa-asri biʿibādī laylan innakum muttabaʿūna

Gujarati ૨૩) (અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે.

Verse 24

وَٱتْرُكِ ٱلْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ

Transliteration wa-ut'ruki l-baḥra rahwan innahum jundun mugh'raqūna

Gujarati ૨૪) તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે.

Verse 25

كَمْ تَرَكُوا۟ مِن جَنَّـٰتٍ وَعُيُونٍ

Transliteration kam tarakū min jannātin waʿuyūnin

Gujarati ૨૫) તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા.

Verse 26

وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ

Transliteration wazurūʿin wamaqāmin karīmin

Gujarati ૨૬) તથા ખેતરો અને શાંતિવાળા ઘર.

Verse 27

وَنَعْمَةٍ كَانُوا۟ فِيهَا فَـٰكِهِينَ

Transliteration wanaʿmatin kānū fīhā fākihīna

Gujarati ૨૭) અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી.

Verse 28

كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَـٰهَا قَوْمًا ءَاخَرِينَ

Transliteration kadhālika wa-awrathnāhā qawman ākharīna

Gujarati ૨૮) આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા.

Verse 29

فَمَا بَكَتْ عَلَيْهِمُ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ وَمَا كَانُوا۟ مُنظَرِينَ

Transliteration famā bakat ʿalayhimu l-samāu wal-arḍu wamā kānū munẓarīna

Gujarati ૨૯) તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી.

Verse 30

وَلَقَدْ نَجَّيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ مِنَ ٱلْعَذَابِ ٱلْمُهِينِ

Transliteration walaqad najjaynā banī is'rāīla mina l-ʿadhābi l-muhīni

Gujarati ૩૦) અને નિ:શંક અમે (જ) ઇસ્રાઇલના સંતાનને અપમાનિત કરી દેનારી યાતનાથી છુટકારો આપ્યો.

Verse 31

مِن فِرْعَوْنَ ۚ إِنَّهُۥ كَانَ عَالِيًا مِّنَ ٱلْمُسْرِفِينَ

Transliteration min fir'ʿawna innahu kāna ʿāliyan mina l-mus'rifīna

Gujarati ૩૧) જે ફિરઔન તરફથી હતી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો.

Verse 32

وَلَقَدِ ٱخْتَرْنَـٰهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى ٱلْعَـٰلَمِينَ

Transliteration walaqadi ikh'tarnāhum ʿalā ʿil'min ʿalā l-ʿālamīna

Gujarati ૩૨) અને અમે બુદ્ધિપૂર્વક ઇસ્રાઇલના સંતાનને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી.

Verse 33

وَءَاتَيْنَـٰهُم مِّنَ ٱلْـَٔايَـٰتِ مَا فِيهِ بَلَـٰٓؤٌا۟ مُّبِينٌ

Transliteration waātaynāhum mina l-āyāti mā fīhi balāon mubīnun

Gujarati ૩૩) અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી.

Verse 34

إِنَّ هَـٰٓؤُلَآءِ لَيَقُولُونَ

Transliteration inna hāulāi layaqūlūna

Gujarati ૩૪) આ લોકો તો આવું જ કહે છે,

Verse 35

إِنْ هِىَ إِلَّا مَوْتَتُنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ

Transliteration in hiya illā mawtatunā l-ūlā wamā naḥnu bimunsharīna

Gujarati ૩૫) કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે.

Verse 36

فَأْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration fatū biābāinā in kuntum ṣādiqīna

Gujarati ૩૬) જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો.

Verse 37

أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَـٰهُمْ ۖ إِنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ

Transliteration ahum khayrun am qawmu tubbaʿin wa-alladhīna min qablihim ahlaknāhum innahum kānū muj'rimīna

Gujarati ૩૭) શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા.

Verse 38

وَمَا خَلَقْنَا ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَـٰعِبِينَ

Transliteration wamā khalaqnā l-samāwāti wal-arḍa wamā baynahumā lāʿibīna

Gujarati ૩૮) અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું.

Verse 39

مَا خَلَقْنَـٰهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

Transliteration mā khalaqnāhumā illā bil-ḥaqi walākinna aktharahum lā yaʿlamūna

Gujarati ૩૯) પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી.

Verse 40

إِنَّ يَوْمَ ٱلْفَصْلِ مِيقَـٰتُهُمْ أَجْمَعِينَ

Transliteration inna yawma l-faṣli mīqātuhum ajmaʿīna

Gujarati ૪૦) નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે.

Verse 41

يَوْمَ لَا يُغْنِى مَوْلًى عَن مَّوْلًى شَيْـًٔا وَلَا هُمْ يُنصَرُونَ

Transliteration yawma lā yugh'nī mawlan ʿan mawlan shayan walā hum yunṣarūna

Gujarati ૪૧) તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે.

Verse 42

إِلَّا مَن رَّحِمَ ٱللَّهُ ۚ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Transliteration illā man raḥima l-lahu innahu huwa l-ʿazīzu l-raḥīmu

Gujarati ૪૨) સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે.

Verse 43

إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ

Transliteration inna shajarata l-zaqūmi

Gujarati ૪૩) નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ,

Verse 44

طَعَامُ ٱلْأَثِيمِ

Transliteration ṭaʿāmu l-athīmi

Gujarati ૪૪) અપરાધીનો ખોરાક છે.

Verse 45

كَٱلْمُهْلِ يَغْلِى فِى ٱلْبُطُونِ

Transliteration kal-muh'li yaghlī fī l-buṭūni

Gujarati ૪૫) જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે.

Verse 46

كَغَلْىِ ٱلْحَمِيمِ

Transliteration kaghalyi l-ḥamīmi

Gujarati ૪૬) સખત ગરમ પાણી જેવું,

Verse 47

خُذُوهُ فَٱعْتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلْجَحِيمِ

Transliteration khudhūhu fa-iʿ'tilūhu ilā sawāi l-jaḥīmi

Gujarati ૪૭)તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો.

Verse 48

ثُمَّ صُبُّوا۟ فَوْقَ رَأْسِهِۦ مِنْ عَذَابِ ٱلْحَمِيمِ

Transliteration thumma ṣubbū fawqa rasihi min ʿadhābi l-ḥamīmi

Gujarati ૪૮) પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો.

Verse 49

ذُقْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْكَرِيمُ

Transliteration dhuq innaka anta l-ʿazīzu l-karīmu

Gujarati ૪૯) (તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો,

Verse 50

إِنَّ هَـٰذَا مَا كُنتُم بِهِۦ تَمْتَرُونَ

Transliteration inna hādhā mā kuntum bihi tamtarūna

Gujarati ૫૦) આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા.

Verse 51

إِنَّ ٱلْمُتَّقِينَ فِى مَقَامٍ أَمِينٍ

Transliteration inna l-mutaqīna fī maqāmin amīnin

Gujarati ૫૧) નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે.

Verse 52

فِى جَنَّـٰتٍ وَعُيُونٍ

Transliteration fī jannātin waʿuyūnin

Gujarati ૫૨) બગીચા અને ઝરણાઓમાં.

Verse 53

يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَـٰبِلِينَ

Transliteration yalbasūna min sundusin wa-is'tabraqin mutaqābilīna

Gujarati ૫૩) પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે.

Verse 54

كَذَٰلِكَ وَزَوَّجْنَـٰهُم بِحُورٍ عِينٍ

Transliteration kadhālika wazawwajnāhum biḥūrin ʿīnin

Gujarati ૫૪) આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું.

Verse 55

يَدْعُونَ فِيهَا بِكُلِّ فَـٰكِهَةٍ ءَامِنِينَ

Transliteration yadʿūna fīhā bikulli fākihatin āminīna

Gujarati ૫૫) શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે.

Verse 56

لَا يَذُوقُونَ فِيهَا ٱلْمَوْتَ إِلَّا ٱلْمَوْتَةَ ٱلْأُولَىٰ ۖ وَوَقَىٰهُمْ عَذَابَ ٱلْجَحِيمِ

Transliteration lā yadhūqūna fīhā l-mawta illā l-mawtata l-ūlā wawaqāhum ʿadhāba l-jaḥīmi

Gujarati ૫૬) ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા.

Verse 57

فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Transliteration faḍlan min rabbika dhālika huwa l-fawzu l-ʿaẓīmu

Gujarati ૫૭) આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે.

Verse 58

فَإِنَّمَا يَسَّرْنَـٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Transliteration fa-innamā yassarnāhu bilisānika laʿallahum yatadhakkarūna

Gujarati ૫૮) અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.

Verse 59

فَٱرْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ

Transliteration fa-ir'taqib innahum mur'taqibūna

Gujarati ૫૯) હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે.

Read Surah Ad-Dukhan in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.