Surah Al-Muzzammil in Gujarati: translation and audio
Surah 73 · المزمل · The Enshrouded One · 20 verses
Surah Al-Muzzammil verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Muzzammil word by word in English.
Verse 1
يَـٰٓأَيُّهَا ٱلْمُزَّمِّلُ
Transliteration yāayyuhā l-muzamilu
Gujarati ૧) હે ચાદર ઓઢનાર !
Verse 2
قُمِ ٱلَّيْلَ إِلَّا قَلِيلًا
Transliteration qumi al-layla illā qalīlan
Gujarati ૨) રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું,
Verse 3
نِّصْفَهُۥٓ أَوِ ٱنقُصْ مِنْهُ قَلِيلًا
Transliteration niṣ'fahu awi unquṣ min'hu qalīlan
Gujarati ૩) અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો.
Verse 4
أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ ٱلْقُرْءَانَ تَرْتِيلًا
Transliteration aw zid ʿalayhi warattili l-qur'āna tartīlan
Gujarati ૪) અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર.
Verse 5
إِنَّا سَنُلْقِى عَلَيْكَ قَوْلًا ثَقِيلًا
Transliteration innā sanul'qī ʿalayka qawlan thaqīlan
Gujarati ૫) નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું.
Verse 6
إِنَّ نَاشِئَةَ ٱلَّيْلِ هِىَ أَشَدُّ وَطْـًٔا وَأَقْوَمُ قِيلًا
Transliteration inna nāshi-ata al-layli hiya ashaddu waṭan wa-aqwamu qīlan
Gujarati ૬) નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે.
Verse 7
إِنَّ لَكَ فِى ٱلنَّهَارِ سَبْحًا طَوِيلًا
Transliteration inna laka fī l-nahāri sabḥan ṭawīlan
Gujarati ૭) હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે.
Verse 8
وَٱذْكُرِ ٱسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
Transliteration wa-udh'kuri is'ma rabbika watabattal ilayhi tabtīlan
Gujarati ૮) તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો.
Verse 9
رَّبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ فَٱتَّخِذْهُ وَكِيلًا
Transliteration rabbu l-mashriqi wal-maghribi lā ilāha illā huwa fa-ittakhidh'hu wakīlan
Gujarati ૯) પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો.
Verse 10
وَٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَٱهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
Transliteration wa-iṣ'bir ʿalā mā yaqūlūna wa-uh'jur'hum hajran jamīlan
Gujarati ૧૦) અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.
Verse 11
وَذَرْنِى وَٱلْمُكَذِّبِينَ أُو۟لِى ٱلنَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
Transliteration wadharnī wal-mukadhibīna ulī l-naʿmati wamahhil'hum qalīlan
Gujarati ૧૧) મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.
Verse 12
إِنَّ لَدَيْنَآ أَنكَالًا وَجَحِيمًا
Transliteration inna ladaynā ankālan wajaḥīman
Gujarati ૧૨) નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે.
Verse 13
وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
Transliteration waṭaʿāman dhā ghuṣṣatin waʿadhāban alīman
Gujarati ૧૩) અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે.
Verse 14
يَوْمَ تَرْجُفُ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ وَكَانَتِ ٱلْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
Transliteration yawma tarjufu l-arḍu wal-jibālu wakānati l-jibālu kathīban mahīlan
Gujarati ૧૪) જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.
Verse 15
إِنَّآ أَرْسَلْنَآ إِلَيْكُمْ رَسُولًا شَـٰهِدًا عَلَيْكُمْ كَمَآ أَرْسَلْنَآ إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا
Transliteration innā arsalnā ilaykum rasūlan shāhidan ʿalaykum kamā arsalnā ilā fir'ʿawna rasūlan
Gujarati ૧૫) નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા.
Verse 16
فَعَصَىٰ فِرْعَوْنُ ٱلرَّسُولَ فَأَخَذْنَـٰهُ أَخْذًا وَبِيلًا
Transliteration faʿaṣā fir'ʿawnu l-rasūla fa-akhadhnāhu akhdhan wabīlan
Gujarati ૧૬) તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા.
Verse 17
فَكَيْفَ تَتَّقُونَ إِن كَفَرْتُمْ يَوْمًا يَجْعَلُ ٱلْوِلْدَٰنَ شِيبًا
Transliteration fakayfa tattaqūna in kafartum yawman yajʿalu l-wil'dāna shīban
Gujarati ૧૭) જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે.
Verse 18
ٱلسَّمَآءُ مُنفَطِرٌۢ بِهِۦ ۚ كَانَ وَعْدُهُۥ مَفْعُولًا
Transliteration al-samāu munfaṭirun bihi kāna waʿduhu mafʿūlan
Gujarati ૧૮) જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે.
Verse 19
إِنَّ هَـٰذِهِۦ تَذْكِرَةٌ ۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلًا
Transliteration inna hādhihi tadhkiratun faman shāa ittakhadha ilā rabbihi sabīlan
Gujarati ૧૯) નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં.
Verse 20
۞ إِنَّ رَبَّكَ يَعْلَمُ أَنَّكَ تَقُومُ أَدْنَىٰ مِن ثُلُثَىِ ٱلَّيْلِ وَنِصْفَهُۥ وَثُلُثَهُۥ وَطَآئِفَةٌ مِّنَ ٱلَّذِينَ مَعَكَ ۚ وَٱللَّهُ يُقَدِّرُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ ۚ عَلِمَ أَن لَّن تُحْصُوهُ فَتَابَ عَلَيْكُمْ ۖ فَٱقْرَءُوا۟ مَا تَيَسَّرَ مِنَ ٱلْقُرْءَانِ ۚ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرْضَىٰ ۙ وَءَاخَرُونَ يَضْرِبُونَ فِى ٱلْأَرْضِ يَبْتَغُونَ مِن فَضْلِ ٱللَّهِ ۙ وَءَاخَرُونَ يُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ ۖ فَٱقْرَءُوا۟ مَا تَيَسَّرَ مِنْهُ ۚ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ وَأَقْرِضُوا۟ ٱللَّهَ قَرْضًا حَسَنًا ۚ وَمَا تُقَدِّمُوا۟ لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ ٱللَّهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا ۚ وَٱسْتَغْفِرُوا۟ ٱللَّهَ ۖ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌۢ
Transliteration inna rabbaka yaʿlamu annaka taqūmu adnā min thuluthayi al-layli waniṣ'fahu wathuluthahu waṭāifatun mina alladhīna maʿaka wal-lahu yuqaddiru al-layla wal-nahāra ʿalima an lan tuḥ'ṣūhu fatāba ʿalaykum fa-iq'raū mā tayassara mina l-qur'āni ʿalima an sayakūnu minkum marḍā waākharūna yaḍribūna fī l-arḍi yabtaghūna min faḍli l-lahi waākharūna yuqātilūna fī sabīli l-lahi fa-iq'raū mā tayassara min'hu wa-aqīmū l-ṣalata waātū l-zakata wa-aqriḍū l-laha qarḍan ḥasanan wamā tuqaddimū li-anfusikum min khayrin tajidūhu ʿinda l-lahi huwa khayran wa-aʿẓama ajran wa-is'taghfirū l-laha inna l-laha ghafūrun raḥīmun
Gujarati ૨૦) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે.
Read Surah Al-Muzzammil in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.