MyDugsiStart learning

Surah Al-Mumtahanah in Gujarati: translation and audio

Surah 60 · الممتحنة · She that is to be examined · 13 verses

Surah Al-Mumtahanah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Mumtahanah word by word in English.

Verse 1

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَّخِذُوا۟ عَدُوِّى وَعَدُوَّكُمْ أَوْلِيَآءَ تُلْقُونَ إِلَيْهِم بِٱلْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا۟ بِمَا جَآءَكُم مِّنَ ٱلْحَقِّ يُخْرِجُونَ ٱلرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَن تُؤْمِنُوا۟ بِٱللَّهِ رَبِّكُمْ إِن كُنتُمْ خَرَجْتُمْ جِهَـٰدًا فِى سَبِيلِى وَٱبْتِغَآءَ مَرْضَاتِى ۚ تُسِرُّونَ إِلَيْهِم بِٱلْمَوَدَّةِ وَأَنَا۠ أَعْلَمُ بِمَآ أَخْفَيْتُمْ وَمَآ أَعْلَنتُمْ ۚ وَمَن يَفْعَلْهُ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ

Transliteration yāayyuhā alladhīna āmanū lā tattakhidhū ʿaduwwī waʿaduwwakum awliyāa tul'qūna ilayhim bil-mawadati waqad kafarū bimā jāakum mina l-ḥaqi yukh'rijūna l-rasūla wa-iyyākum an tu'minū bil-lahi rabbikum in kuntum kharajtum jihādan fī sabīlī wa-ib'tighāa marḍātī tusirrūna ilayhim bil-mawadati wa-anā aʿlamu bimā akhfaytum wamā aʿlantum waman yafʿalhu minkum faqad ḍalla sawāa l-sabīli

Gujarati ૧) હે ઇમાનવાળાઓ ! મારા અને (તમારા) પોતાના દુશ્મનોને પોતાના મિત્ર ન બનાવો, તમે તો મિત્રતાથી તેમને સંદેશો મોકલાવો છો, અને તેઓ તે સત્ય વાતને જુઠલાવે છે જે તમારી પાસે આવી ગઇ છે, પયગંબર અને તમને પોતાને પણ ફકત એટલા માટે જ દેશનિકાલ કરે છે કે તમે પોતાના પાલનહાર પર ઇમાન ધરાવો છો, જો તમે મારા માર્ગમાં જેહાદ અને મારી પ્રસન્નતા માટે નીકળો છો (તો તેઓ સાથે મિત્રતા ન રાખો) તમે તેઓને છૂપી છૂપીને મોહબ્બતનો સંદેશો મોકલાવો છો અને હું ખૂબ જ જાણુ છું જે તમે છુપાવ્યું અને તે પણ જે તમે ખુલ્લુ કર્યું, તમારામાંથી જે કોઇ આવું કાર્ય કરશે તે ખરેખર સત્ય માર્ગથી ભટકી જશે

Verse 2

إِن يَثْقَفُوكُمْ يَكُونُوا۟ لَكُمْ أَعْدَآءً وَيَبْسُطُوٓا۟ إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُم بِٱلسُّوٓءِ وَوَدُّوا۟ لَوْ تَكْفُرُونَ

Transliteration in yathqafūkum yakūnū lakum aʿdāan wayabsuṭū ilaykum aydiyahum wa-alsinatahum bil-sūi wawaddū law takfurūna

Gujarati ૨) જો તેઓ તમારા ઉપર કાબુ મેળવી લે તો તેઓ તમારા (ખુલ્લા) શત્રુ થઇ જશે અને બુરાઇ સાથે તમને પોતાના હાથો અને જબાન વડે તકલીફ આપશે અને (દિલથી) ઇચ્છશે કે તમે પણ ઇન્કાર કરવા લાગો.

Verse 3

لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَآ أَوْلَـٰدُكُمْ ۚ يَوْمَ ٱلْقِيَـٰمَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَٱللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

Transliteration lan tanfaʿakum arḥāmukum walā awlādukum yawma l-qiyāmati yafṣilu baynakum wal-lahu bimā taʿmalūna baṣīrun

Gujarati ૩) તમારા સગા-સબંધીઓ અને સંતાનો તમને કયામતના દિવસને કામ નહીં આવે, તે (અલ્લાહ તઆલા) તમારી વચ્ચે ફેંસલો કરી દેશે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જોઇ રહ્યો છે.

Verse 4

قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِىٓ إِبْرَٰهِيمَ وَٱلَّذِينَ مَعَهُۥٓ إِذْ قَالُوا۟ لِقَوْمِهِمْ إِنَّا بُرَءَٰٓؤُا۟ مِنكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ ٱلْعَدَٰوَةُ وَٱلْبَغْضَآءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا۟ بِٱللَّهِ وَحْدَهُۥٓ إِلَّا قَوْلَ إِبْرَٰهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَآ أَمْلِكُ لَكَ مِنَ ٱللَّهِ مِن شَىْءٍ ۖ رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ ٱلْمَصِيرُ

Transliteration qad kānat lakum us'watun ḥasanatun fī ib'rāhīma wa-alladhīna maʿahu idh qālū liqawmihim innā buraāu minkum wamimmā taʿbudūna min dūni l-lahi kafarnā bikum wabadā baynanā wabaynakumu l-ʿadāwatu wal-baghḍāu abadan ḥattā tu'minū bil-lahi waḥdahu illā qawla ib'rāhīma li-abīhi la-astaghfiranna laka wamā amliku laka mina l-lahi min shayin rabbanā ʿalayka tawakkalnā wa-ilayka anabnā wa-ilayka l-maṣīru

Gujarati ૪) (મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે કે તેઓએ પોતાની કોમથી ખુલ્લુ કહીં દીધુ કે અમે તમારાથી અને જેમની પણ તમે અલ્લાહના સિવાય બંદગી કરી રહ્યા છો તે બધાથી તદ્દન અલિપ્ત છીએ, અમે તમારા (શ્રધ્ધાઓના) ઇન્કારી છે, જ્યાં સુધી તમે એકેશ્ર્વરવાદ પર ઇમાન ન લાવો, અમારા અને તમારામાં હંમેશા માટે વેર અને દુશ્મની ઉભી થઇ ગઇ, પરંતુ ઇબ્રાહીમની એટલી વાતતો પોતાના પિતા સાથે થઇ હતી કે હું તમારા માટે જરૂર માફી માંગીશ અને તમારા માટે અલ્લાહ સામે મને કોઇ પણ વસ્તુનો કંઇ અધિકાર નથી. હે અમારા પાલનહાર તારા પર જ અમે ભરોસો કર્યો અને અમે તારી જ તરફ પ્રત્યાગમન કરીએ છીએ અને તારી જ તરફ પાછા ફરવાનું છે.

Verse 5

رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا۟ وَٱغْفِرْ لَنَا رَبَّنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Transliteration rabbanā lā tajʿalnā fit'natan lilladhīna kafarū wa-igh'fir lanā rabbanā innaka anta l-ʿazīzu l-ḥakīmu

Gujarati ૫) હે અમારા પાલનહાર ! તું અમને ઇન્કારીઓની કસોટીમાં ન નાખ અને હે અમારૂ પાલન-પોષણ કરનાર ! અમારી ભૂલોને માફ કરી દે, નિ:શંક તુ જ વિજયી, હિકમત વાળો છે.

Verse 6

لَقَدْ كَانَ لَكُمْ فِيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُوا۟ ٱللَّهَ وَٱلْيَوْمَ ٱلْـَٔاخِرَ ۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ ٱللَّهَ هُوَ ٱلْغَنِىُّ ٱلْحَمِيدُ

Transliteration laqad kāna lakum fīhim us'watun ḥasanatun liman kāna yarjū l-laha wal-yawma l-ākhira waman yatawalla fa-inna l-laha huwa l-ghaniyu l-ḥamīdu

Gujarati ૬) નિ:શંક તમારા માટે આમાં ઉત્તમ આદર્શ (અને ઉત્તમ અનુસરણ છે, ખાસ કરીને) તે પ્રત્યેક વ્યક્તિ માટે જે અલ્લાહ અને કયામતના દિવસે મળવાની આશા રાખતો હોય, અને જો કોઇ અવગણના કરે તો અલ્લાહ તઆલા બે નિયાઝ છે અને પ્રશંસાને લાયક છે.

Verse 7

۞ عَسَى ٱللَّهُ أَن يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ ٱلَّذِينَ عَادَيْتُم مِّنْهُم مَّوَدَّةً ۚ وَٱللَّهُ قَدِيرٌ ۚ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ

Transliteration ʿasā l-lahu an yajʿala baynakum wabayna alladhīna ʿādaytum min'hum mawaddatan wal-lahu qadīrun wal-lahu ghafūrun raḥīmun

Gujarati ૭) શક્ય છે કે નજીકમાં જ અલ્લાહ તઆલા તમને અને તમારા દુશ્મનોમાં પ્રેમ નાખી દે, અલ્લાહને દરેક શક્તિ છે અને અલ્લાહ (મોટો) ક્ષમા કરનાર અને દયાળુ છે

Verse 8

لَّا يَنْهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ لَمْ يُقَـٰتِلُوكُمْ فِى ٱلدِّينِ وَلَمْ يُخْرِجُوكُم مِّن دِيَـٰرِكُمْ أَن تَبَرُّوهُمْ وَتُقْسِطُوٓا۟ إِلَيْهِمْ ۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُقْسِطِينَ

Transliteration lā yanhākumu l-lahu ʿani alladhīna lam yuqātilūkum fī l-dīni walam yukh'rijūkum min diyārikum an tabarrūhum watuq'siṭū ilayhim inna l-laha yuḥibbu l-muq'siṭīna

Gujarati ૮) જે લોકોએ તમારાથી દિન વિશે લડાઇ ન કરી અને તમને દેશનિકાલ ન કર્યા તેમની સાથે સદવર્તન અને ન્યાય કરવાથી અલ્લાહ તમને નથી રોકતો, પરંતુ અલ્લાહ તો ન્યાય કરવાવાળાથી મોહબ્બત કરે છે.

Verse 9

إِنَّمَا يَنْهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ قَـٰتَلُوكُمْ فِى ٱلدِّينِ وَأَخْرَجُوكُم مِّن دِيَـٰرِكُمْ وَظَـٰهَرُوا۟ عَلَىٰٓ إِخْرَاجِكُمْ أَن تَوَلَّوْهُمْ ۚ وَمَن يَتَوَلَّهُمْ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلظَّـٰلِمُونَ

Transliteration innamā yanhākumu l-lahu ʿani alladhīna qātalūkum fī l-dīni wa-akhrajūkum min diyārikum waẓāharū ʿalā ikh'rājikum an tawallawhum waman yatawallahum fa-ulāika humu l-ẓālimūna

Gujarati ૯) અલ્લાહ તઆલા તમને ફકત તે લોકો સાથે મિત્રતા કરવાથી રોકે છે જેમણે તમારી સાથે દિન બાબતે યુધ્ધો કર્યા અને તમને દેશનિકાલ કરી દીધા અને દેશનિકાલ કરવાવાળાઓની મદદ કરી જે લોકો આવા ઇન્કારીઓ સાથે મિત્રતા રાખે છે તે (ખરેખર) અત્યાચારી છે

Verse 10

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِذَا جَآءَكُمُ ٱلْمُؤْمِنَـٰتُ مُهَـٰجِرَٰتٍ فَٱمْتَحِنُوهُنَّ ۖ ٱللَّهُ أَعْلَمُ بِإِيمَـٰنِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَـٰتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى ٱلْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَءَاتُوهُم مَّآ أَنفَقُوا۟ ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَن تَنكِحُوهُنَّ إِذَآ ءَاتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا۟ بِعِصَمِ ٱلْكَوَافِرِ وَسْـَٔلُوا۟ مَآ أَنفَقْتُمْ وَلْيَسْـَٔلُوا۟ مَآ أَنفَقُوا۟ ۚ ذَٰلِكُمْ حُكْمُ ٱللَّهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Transliteration yāayyuhā alladhīna āmanū idhā jāakumu l-mu'minātu muhājirātin fa-im'taḥinūhunna l-lahu aʿlamu biīmānihinna fa-in ʿalim'tumūhunna mu'minātin falā tarjiʿūhunna ilā l-kufāri lā hunna ḥillun lahum walā hum yaḥillūna lahunna waātūhum mā anfaqū walā junāḥa ʿalaykum an tankiḥūhunna idhā ātaytumūhunna ujūrahunna walā tum'sikū biʿiṣami l-kawāfiri wasalū mā anfaqtum walyasalū mā anfaqū dhālikum ḥuk'mu l-lahi yaḥkumu baynakum wal-lahu ʿalīmun ḥakīmun

Gujarati ૧૦) હે ઇમાનવાળાઓ ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની પરીક્ષા લો, કારણકે તેમના ઇમાનને ખૂબ સારી રીતે જાણવાવાળો તો અલ્લાહ જ છે, પરંતુ જો તમને ઇમાનવાળી લાગે તો હવે તમે તેણીઓને ઇન્કારીઓ પાસે પાછા ન મોકલો, આ તેઓ માટે હલાલ નથી અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે અને જે ખર્ચ થયો હોય તે તેમને આપી દો, તે સ્ત્રીઓને તેમની મહેર આપી તેમની સાથે લગ્ન કરવામાં કોઇ પાપ નથી અને ઇન્કારી સ્ત્રીઓને લગ્ન માટે રોકી ન રાખો અને જે કંઇ તમે ખર્ચ કર્યો હોય, માંગી લો અને જે કંઇ તે ઇન્કારીઓ ખર્ચ કર્યો હોય તે પણ માંગી લે, આ અલ્લાહ નો આદેશ છે જે તમારા વચ્ચે કરી રહ્યો છે, અલ્લાહ તઆલા બધુ જાણાનાર (અને) હિકમતવાળો છે.

Verse 11

وَإِن فَاتَكُمْ شَىْءٌ مِّنْ أَزْوَٰجِكُمْ إِلَى ٱلْكُفَّارِ فَعَاقَبْتُمْ فَـَٔاتُوا۟ ٱلَّذِينَ ذَهَبَتْ أَزْوَٰجُهُم مِّثْلَ مَآ أَنفَقُوا۟ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ٱلَّذِىٓ أَنتُم بِهِۦ مُؤْمِنُونَ

Transliteration wa-in fātakum shayon min azwājikum ilā l-kufāri faʿāqabtum faātū alladhīna dhahabat azwājuhum mith'la mā anfaqū wa-ittaqū l-laha alladhī antum bihi mu'minūna

Gujarati ૧૧) અને જો તમારી કોઇ પત્ની તમારી પાસેથી ઇન્કારીઓ પાસે જતી રહે, પછી તમને જો બદલો લેવા માટે સમય મળે તો જેમની પત્નીઓ જતી રહી છે તેમને તેમનો ખર્ચ આપી દો અને તે અલ્લાહ તઆલાથી ડરતા રહો જેના પર તમે ઇમાન રાખો છો.

Verse 12

يَـٰٓأَيُّهَا ٱلنَّبِىُّ إِذَا جَآءَكَ ٱلْمُؤْمِنَـٰتُ يُبَايِعْنَكَ عَلَىٰٓ أَن لَّا يُشْرِكْنَ بِٱللَّهِ شَيْـًٔا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَـٰدَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَـٰنٍ يَفْتَرِينَهُۥ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِى مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَٱسْتَغْفِرْ لَهُنَّ ٱللَّهَ ۖ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

Transliteration yāayyuhā l-nabiyu idhā jāaka l-mu'minātu yubāyiʿ'naka ʿalā an lā yush'rik'na bil-lahi shayan walā yasriq'na walā yaznīna walā yaqtul'na awlādahunna walā yatīna bibuh'tānin yaftarīnahu bayna aydīhinna wa-arjulihinna walā yaʿṣīnaka fī maʿrūfin fabāyiʿ'hunna wa-is'taghfir lahunna l-laha inna l-laha ghafūrun raḥīmun

Gujarati ૧૨) હે પયગંબર ! જ્યારે મુસલમાન સ્ત્રીઓ તમારી પાસે તે વાતો વિશે પ્રતિજ્ઞા કરે કે તેઓ અલ્લાહ સાથે કોઇને ભાગીદારા નહીં ઠેરવે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાની સંતાનોને કત્લ નહીં કરે અને કોઇ એવો આરોપ નહીં મુકે જે પોતાના હાથો અને પગો સામે ઘડેલો હોય અને કોઇ સદકાર્યમાં તમારી અવજ્ઞા નહીં કરે તો તમે એમનાથી પ્રતિજ્ઞા લઇ લો અને તેમના માટે અલ્લાહથી ક્ષમા માંગો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનારવાળો અને દયાળુ છે.

Verse 13

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَوَلَّوْا۟ قَوْمًا غَضِبَ ٱللَّهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوا۟ مِنَ ٱلْـَٔاخِرَةِ كَمَا يَئِسَ ٱلْكُفَّارُ مِنْ أَصْحَـٰبِ ٱلْقُبُورِ

Transliteration yāayyuhā alladhīna āmanū lā tatawallaw qawman ghaḍiba l-lahu ʿalayhim qad ya-isū mina l-ākhirati kamā ya-isa l-kufāru min aṣḥābi l-qubūri

Gujarati ૧૩) હે મુસ્લ્માનો ! એવી કોમ સાથે મિત્રતા ન કરો જેના પર અલ્લાહનો પ્રકોપ આવી ચુકયો છે. જે આખિરતથી એવી રીતે નિરાશ થઇ ચુકયા છે જેવું કે (મૃત) કબરવાળાઓથી ઇન્કારીયો નિરાશ છે.

Read Surah Al-Mumtahanah in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.