MyDugsiStart learning

Surah As-Saf in Gujarati: translation and audio

Surah 61 · الصف · The Ranks · 14 verses

Surah As-Saf verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah As-Saf word by word in English.

Verse 1

سَبَّحَ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Transliteration sabbaḥa lillahi mā fī l-samāwāti wamā fī l-arḍi wahuwa l-ʿazīzu l-ḥakīmu

Gujarati ૧) ધરતી અને આકાશોની દરેક દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરી રહી છે અને તે જ વિજયી અને હિકમતવાળો છે.

Verse 2

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ

Transliteration yāayyuhā alladhīna āmanū lima taqūlūna mā lā tafʿalūna

Gujarati ૨) હે ઇમાનવાળાઓ ! તમે તે વાત કેમ કહો છો જે (પોતે) કરતા નથી.

Verse 3

كَبُرَ مَقْتًا عِندَ ٱللَّهِ أَن تَقُولُوا۟ مَا لَا تَفْعَلُونَ

Transliteration kabura maqtan ʿinda l-lahi an taqūlū mā lā tafʿalūna

Gujarati ૩) તમે જે કરતા નથી તે કહેવું, અલ્લાહ તઆલાને સખત નાપસંદ છે.

Verse 4

إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلَّذِينَ يُقَـٰتِلُونَ فِى سَبِيلِهِۦ صَفًّا كَأَنَّهُم بُنْيَـٰنٌ مَّرْصُوصٌ

Transliteration inna l-laha yuḥibbu alladhīna yuqātilūna fī sabīlihi ṣaffan ka-annahum bun'yānun marṣūṣun

Gujarati ૪) નિ:શંક અલ્લાહ તઆલા તે લોકોને પસંદ કરે છે જે લોકો તેના માર્ગમાં કતારબંધ જેહાદ કરે છે. જેવું કે સીસુ પીગળાયેલી દીવાલ હોય.

Verse 5

وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِۦ يَـٰقَوْمِ لِمَ تُؤْذُونَنِى وَقَد تَّعْلَمُونَ أَنِّى رَسُولُ ٱللَّهِ إِلَيْكُمْ ۖ فَلَمَّا زَاغُوٓا۟ أَزَاغَ ٱللَّهُ قُلُوبَهُمْ ۚ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْفَـٰسِقِينَ

Transliteration wa-idh qāla mūsā liqawmihi yāqawmi lima tu'dhūnanī waqad taʿlamūna annī rasūlu l-lahi ilaykum falammā zāghū azāgha l-lahu qulūbahum wal-lahu lā yahdī l-qawma l-fāsiqīna

Gujarati ૫) અને (યાદ કરો) જ્યારે કે મૂસાએ પોતાની કોમને કહ્યું “ હે મારી કોમના લોકો! તમે મને કેમ સતાવી રહ્યા છો જ્યારે કે તમે (ખૂબ સારી રીતે) જાણો છો કે હું તમારી સમક્ષ અલ્લાહનો પયગંબર છું. બસ જ્યારે તે લોકો આડા જ રહ્યા તો અલ્લાહએ તેમના દિલોને (વધારે) આડા કરી દીધા અને અલ્લાહ તઆલા અવજ્ઞાકારી લોકોને સાચો માર્ગ નથી આપતો.

Verse 6

وَإِذْ قَالَ عِيسَى ٱبْنُ مَرْيَمَ يَـٰبَنِىٓ إِسْرَٰٓءِيلَ إِنِّى رَسُولُ ٱللَّهِ إِلَيْكُم مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَىَّ مِنَ ٱلتَّوْرَىٰةِ وَمُبَشِّرًۢا بِرَسُولٍ يَأْتِى مِنۢ بَعْدِى ٱسْمُهُۥٓ أَحْمَدُ ۖ فَلَمَّا جَآءَهُم بِٱلْبَيِّنَـٰتِ قَالُوا۟ هَـٰذَا سِحْرٌ مُّبِينٌ

Transliteration wa-idh qāla ʿīsā ub'nu maryama yābanī is'rāīla innī rasūlu l-lahi ilaykum muṣaddiqan limā bayna yadayya mina l-tawrāti wamubashiran birasūlin yatī min baʿdī us'muhu aḥmadu falammā jāahum bil-bayināti qālū hādhā siḥ'run mubīnun

Gujarati ૬) અને જ્યારે મરયમ ના પુત્ર ઇસાએ કહ્યું હે (મારી કોમ) બની ઇસ્રાઇલ ! હું તમારા દરેક લોકો તરફ અલ્લાહનો પયગંબર છું, આ પહેલાનું પુસ્તક તૌરાતને હું સમર્થન આપું છું અને મારા પછી આવનાર એક પયગંબરની હું તમને શુભ સુચના આપનારો છું, જેનું નામ અહમદ છે, પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લા પૂરાવા લાવ્યા તો કહેવા લાગ્યા કે આ તો ખુલ્લુ જાદુ છે.

Verse 7

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ وَهُوَ يُدْعَىٰٓ إِلَى ٱلْإِسْلَـٰمِ ۚ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ

Transliteration waman aẓlamu mimmani if'tarā ʿalā l-lahi l-kadhiba wahuwa yud'ʿā ilā l-is'lāmi wal-lahu lā yahdī l-qawma l-ẓālimīna

Gujarati ૭) તે વ્યક્તિથી વધારે અત્યાચારી કોણ હશે જે અલ્લાહ પર જુઠુ ઘડે,જ્યારે કે તે ઇસ્લામ તરફ બોલાવવામાં આવે છે અને અલ્લાહ આવા અત્યાચારીઓને સત્ય માર્ગ નથી આપતો

Verse 8

يُرِيدُونَ لِيُطْفِـُٔوا۟ نُورَ ٱللَّهِ بِأَفْوَٰهِهِمْ وَٱللَّهُ مُتِمُّ نُورِهِۦ وَلَوْ كَرِهَ ٱلْكَـٰفِرُونَ

Transliteration yurīdūna liyuṭ'fiū nūra l-lahi bi-afwāhihim wal-lahu mutimmu nūrihi walaw kariha l-kāfirūna

Gujarati ૮) તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશ ને પોતાના મોઢા વડે ઓલવી દેં અને અલ્લાહ પોતાના પ્રકાશ ને સંપૂર્ણ કરીને જ રહેશે, ભલે ઇન્કારીઓને ખરાબ લાગે.

Verse 9

هُوَ ٱلَّذِىٓ أَرْسَلَ رَسُولَهُۥ بِٱلْهُدَىٰ وَدِينِ ٱلْحَقِّ لِيُظْهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ وَلَوْ كَرِهَ ٱلْمُشْرِكُونَ

Transliteration huwa alladhī arsala rasūlahu bil-hudā wadīni l-ḥaqi liyuẓ'hirahu ʿalā l-dīni kullihi walaw kariha l-mush'rikūna

Gujarati ૯) તે જ છે જેણે પોતાના પયગંબરને સત્ય માર્ગ અને સાચો ઘર્મ આપીને મોકલ્યા, જેથી તેમને દરેક ઘર્મો પર વિજેતા બનાવી દે, ભલેને (અલ્લાહના) ભાગીદાર ઠેરવનારા રાજી ન હોય.

Verse 10

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ تِجَـٰرَةٍ تُنجِيكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ

Transliteration yāayyuhā alladhīna āmanū hal adullukum ʿalā tijāratin tunjīkum min ʿadhābin alīmin

Gujarati ૧૦) હે ઇમાનવાળાઓ ! શું હું તમને તે વેપાર બતાવું જે તમને દુ:ખદાયી યાતનાથી બચાવી લે ?

Verse 11

تُؤْمِنُونَ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَتُجَـٰهِدُونَ فِى سَبِيلِ ٱللَّهِ بِأَمْوَٰلِكُمْ وَأَنفُسِكُمْ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

Transliteration tu'minūna bil-lahi warasūlihi watujāhidūna fī sabīli l-lahi bi-amwālikum wa-anfusikum dhālikum khayrun lakum in kuntum taʿlamūna

Gujarati ૧૧) અલ્લાહ તઆલા અને તેના રસૂલ પર ઇમાન લાવો અને અલ્લાહના માર્ગમાં પોતાનું ધન અને તન વડે જિહાદ કરો આ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ.

Verse 12

يَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَيُدْخِلْكُمْ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ وَمَسَـٰكِنَ طَيِّبَةً فِى جَنَّـٰتِ عَدْنٍ ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Transliteration yaghfir lakum dhunūbakum wayud'khil'kum jannātin tajrī min taḥtihā l-anhāru wamasākina ṭayyibatan fī jannāti ʿadnin dhālika l-fawzu l-ʿaẓīmu

Gujarati ૧૨) અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને તે જન્નતોમાં પહોંચાડશે જેના નીચે નહેરો વહી રહી હશે અને ચોખ્ખા ઘરોમાં જે જન્નત અદ્દ ન (જન્નતના નામોમાંથી એક નામ) માં હશે, આ ખૂબ ભવ્ય સફળતા છે.

Verse 13

وَأُخْرَىٰ تُحِبُّونَهَا ۖ نَصْرٌ مِّنَ ٱللَّهِ وَفَتْحٌ قَرِيبٌ ۗ وَبَشِّرِ ٱلْمُؤْمِنِينَ

Transliteration wa-ukh'rā tuḥibbūnahā naṣrun mina l-lahi wafatḥun qarībun wabashiri l-mu'minīna

Gujarati ૧૩) અને તમને એક બીજી (નેઅમત) પણ આપશે જેને તમે ઇચ્છો છો, તે અલ્લાહની મદદ અને ઝડપી વિજય છે, ઇમાનવાળાઓને શુભ સુચના આપી દો.

Verse 14

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ كُونُوٓا۟ أَنصَارَ ٱللَّهِ كَمَا قَالَ عِيسَى ٱبْنُ مَرْيَمَ لِلْحَوَارِيِّـۧنَ مَنْ أَنصَارِىٓ إِلَى ٱللَّهِ ۖ قَالَ ٱلْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ ٱللَّهِ ۖ فَـَٔامَنَت طَّآئِفَةٌ مِّنۢ بَنِىٓ إِسْرَٰٓءِيلَ وَكَفَرَت طَّآئِفَةٌ ۖ فَأَيَّدْنَا ٱلَّذِينَ ءَامَنُوا۟ عَلَىٰ عَدُوِّهِمْ فَأَصْبَحُوا۟ ظَـٰهِرِينَ

Transliteration yāayyuhā alladhīna āmanū kūnū anṣāra l-lahi kamā qāla ʿīsā ub'nu maryama lil'ḥawāriyyīna man anṣārī ilā l-lahi qāla l-ḥawāriyūna naḥnu anṣāru l-lahi faāmanat ṭāifatun min banī is'rāīla wakafarat ṭāifatun fa-ayyadnā alladhīna āmanū ʿalā ʿaduwwihim fa-aṣbaḥū ẓāhirīna

Gujarati ૧૪) હે ઇમાનવાળાઓ ! તમે અલ્લાહ તઆલાના મદદ કરનારા બની જાવ, જેવી રીતે મરયમના દિકરા ઇસા એ પોતાના સાથીઓને કહ્યું, કોણ છે જે અલ્લાહના માર્ગમાં મારો મદદ કરનાર બને ? સાથીઓએ કહ્યું અમે અલ્લાહના માર્ગમાં મદદ કરનાર છે, બસ ! બની ઇસ્રાઇલમાંથી એક જૂથ ઇમાન લાવ્યો અને એક જૂથે ઇન્કાર કર્યો. તો અમે મોમીનોને તે શત્રુઓના વિરૂધ્ધ મદદ કરી , બસ ! તેઓ વિજયી થઇ ગયા.

Read Surah As-Saf in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.